Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સWeapon Series: ભારતની બ્રહ્માસ્ત્ર મિસાઈલ- ‘અગ્નિ મિસાઈલ’

Weapon Series: ભારતની બ્રહ્માસ્ત્ર મિસાઈલ- ‘અગ્નિ મિસાઈલ’

Share Now

ભારતીય મિસાઈલ પ્રોગ્રામમાં અગ્નિ મિસાઈલ સર્વશ્રેષ્ઠ છે. અગ્નિ મિસાઈલના 6 પ્રકાર છે. જેને અગ્નિ-1, 2, 3, 4, 5, 6 તરીકે નામ આપવામાં આવ્યું છે. ભારતીય મિસાઈલ પ્રોગ્રામમાં અગ્નિ શ્રેણીના પ્રક્ષેપાસ્ત્રો પાકિસ્તાન અને ચીનના વ્યૂહાત્મક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે. અગ્નિ શ્રેણીના ઉન્નત સંસ્કરણો ભારતને ચીન સામે ન્યૂક્લિયર ડિટરન્સની ક્ષમતા આપે છે.

આજે આપડે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે:  અગ્નિ મિસાઈલ- Agni Missiles (ભારતની બ્રહ્માસ્ત્ર મિસાઈલ)

અગ્નિ (1 TO 6) SRBMથી ICBM સુધીની સફર :

ભારતીય મિસાઈલ પ્રોગ્રામમાં અગ્નિ મિસાઈલો બ્રહ્માસ્ત્ર 

અગ્નિ (Agni Missiles)  શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસિત કરવામાં આવી છે. અગ્નિ શ્રેણીની મિસાઈલોના ત્રણ સંસ્કરણો ભારતીય સેનામાં સેવારત છે. જેમાં અગ્નિ-1, અગ્નિ-2 અને અગ્નિ-3 સૈન્ય સેવાઓમાં સામેલ થઈ ચુકી છે. જ્યારે અગ્નિ-4 મિસાઈલે જાન્યુઆરી-2017માં પોતાના તમામ પરીક્ષણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા. જ્યારે અગ્નિ શ્રેણીનું નવું ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું સંસ્કરણ અગ્નિ-5 પણ પરીક્ષણોના તબક્કામાં છે.

અગ્નિ-1 (Agni-1)

અગ્નિ -1 મિસાઇલ સ્વદેશી તકનીકથી વિકસિત એક સપાટીથી સપાટી પરમાણુ-સક્ષમ મિસાઇલ છે. તેની અગ્નિશક્તિ 700 કિલોમીટરની છે. આ મિસાઇલની પહેલી પરીક્ષણ 25 જાન્યુઆરી 2002 ના રોજ કરવામાં આવી હતી. અગ્નિ શ્રેણીનું પહેલું સંસ્કરણ અગ્નિ-1 શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે. તેને પાકિસ્તાન તરફથી ઉભા થયેલા વ્યૂહાત્મક ખતરાઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી હતી. તેની રોડ અને રેલવે મોબાઈલ દ્વારા સ્થાનાન્તરીત કરી શકાય છે. અગ્નિ-1ની લંબાઈ 14.80 મીટર, વ્યાસ 1.30 મીટર અને તેનું લોન્ચ વેઈટ 12 હજાર કિલોગ્રામ છે. તેના દ્વારા બે હજાર કિલોગ્રામ સિંગલ વૉરહેડનું વહન થઈ શકે છે. અગ્નિ-1 મિસાઈલમાં 20 અથવા 45 કિલોટન ન્યૂક્લિયર વૉરહેડનું વહન કરી શકે છે. તે સિંગલ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ એન્જિન ધરાવે છે. તેની રેન્જ 700 કિલોમીટરથી 1200 કિલોમીટરની છે. અગ્નિ-1 મિસાઈલનો પહેલો ટેસ્ટ મે-1989માં કરવામાં આવ્યો હતો અને 2004થી તે સૈન્ય સેવાઓમાં સામેલ છે.

અગ્નિ-2 (Agni-2)

ભારતની મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-2 ટુ-સ્ટેજ સોલિડ ફ્યૂલ પ્રક્ષેપાસ્ત્ર છે. તેનો એપ્રિલ-1999ના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મે-2010માં સ્પેશ્યલ સ્ટ્રેટજીક કમાન્ડ ફોર્સે પરમાણુ ક્ષમતાથી સજ્જ અગ્નિ-2 મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો. આ મિસાઈલ રોડ અને રેલવે મોબાઈલથી સ્થાનાન્તરીત કરી શકાય છે. તેની લંબાઈ 20 મીટર, વ્યાસ 1.30 મીટર અને લોન્ચ વેઈટ 16 હજાર કિલોગ્રામ છે. તેનું પેલૉડ એક હજાર કિલોગ્રામનું સિંગલ વૉરહેડ છે. અગ્નિ-2 મિસાઈલ 150થી 200 કિલોટન ન્યૂક્લિયર વૉરહેડના વહનની પણ ક્ષમતા ધરાવે છે. તેની રેન્જ બે હજાર કિલોમીટરથી પાંત્રીસ-સો કિલોમીટરની છે. આ ટુ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ એન્જિન ધરાવતી એમસીબીએમ 2004થી ભારતીય સેનામાં ઓપરેશનલ છે.

અગ્નિ-3 (Agni-3)

ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3 ટુ-સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ એન્જિન ધરાવે છે. રેલવે મોબાઈલ અને રોડ બેસ્ડ ટેલ દ્વારા સ્થાનાન્તરીત કરી શકાતી અગ્નિ-3ની લંબાઈ 16.7 મીટર, વ્યાસ 1.85 મીટર અને લોન્ચ વેઈટ 48 હજાર કિલોગ્રામ છે. તેના પર સિંગલ વોરહેડ બે હજાર કિલોગ્રામનો પેલૉડ લાદી શકાય છે. અગ્નિ-3 મિસાઈલથી 200થી 300 કિલોટન ન્યૂક્લિયર ફ્યૂસન વોરહેડ લઈ જઈ શકાય છે. તેની રેન્જ ત્રણ હજાર કિલોમીટરથી પાંચ હજાર કિલોમીટર સુધીની છે. અગ્નિ-3 મિસાઈલ 2011થી સેનામાં સેવારત છે. જુલાઈ-2006માં અગ્નિ-3 મિસાઈલનું પહેલું પરીક્ષણ તેના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું ન હતું. પરંતુ એપ્રિલ-2007માં તેનું સફળ પરીક્ષણ થયું અને મે-2008માં થયેલા ત્રીજા ટેસ્ટમાં તેની ઓપરેશનલ તૈયારીને લગતો ટેસ્ટ સફળ રહ્યો હતો. શાંઘાઈ સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-3 મિસાઈલ આ રેન્જની દુનિયાની મિસાઈલોમાં સૌથી વધુ ચોકસાઈ ધરાવે છે.

Image Credit: Republic day (File Photo)

અગ્નિ-4  (Agni-4)

ઈન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4 ટુ સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ પ્રક્ષેપાસ્ત્ર છે. તેની લંબાઈ 20 મીટર, વ્યાસ 2 મીટર અને તેનું લોન્ચ વેઈટ 17 હજાર કિલોગ્રામ છે. અગ્નિ-4માં 800 કિલોગ્રામનું સિંગલ વૉરહેડ વહન કરવાની ક્ષમતા છે. 20થી 54 કિલોટન ન્યૂક્લિયર વોરહેડ અને 200થી 300 કિલોટન ફ્યૂઝન વોરહેડના વહનની તેની ક્ષમતા છે. 2013થી સેનામાં સામેલ અગ્નિ-4 મિસાઈલની રેન્જ પાંત્રીસ-સો કિલોમીટરથી 4 હજાર કિલોમીટર સુધીની છે. તેનો પહેલો ટેસ્ટ નવેમ્બર-2011માં અને બીજો ટેસ્ટ સપ્ટેમ્બર-2012માં અને ત્રીજો ટેસ્ટ જાન્યુઆરી-2014માં કરાયો હતો. જાન્યુઆરી-2017માં પણ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કરાયું હતું.

અહિયાં વાંચો:  Weapon Series with OTT India: ભારતીય સેનાની શસ્ત્ર શક્તિ

અગ્નિ-5 (Agni-5 )

ભારતની પહેલી ઈન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5 વિકસિત થઈ રહી છે. અગ્નિ-5નું 6થી વધુ વખત પરીક્ષણ કરાયું છે. ભારત ચીન સામે ન્યૂક્લિયર ડિટરન્સ પ્રાપ્ત કરવા માટે લોંગ રેન્જ મિસાઈલને વિકસિત કરી રહ્યું છે. રોડ મોબાઈલથી સ્થાનાન્તરીત કરી શકાતી અગ્નિ-5 મિસાઈલની લંબાઈ 17.5 મીટરથી 20 મીટર છે. તેનો વ્યાસ 2 મીટરથી 2.2 મીટર છે અને લોન્ચ વેઈટ 49 હજાર કિલોગ્રામથી 55 હજાર કિલોગ્રામ છે. થ્રી સ્ટેજ સોલિડ પ્રોપલન્ટ એન્જિન ધરાવતી અગ્નિ-5 મિસાઈલની જાહેર કરાયેલી રેન્જ પંચાવન-સો કિલોમીટરથી અઠ્ઠાવન-સો કિલોમીટરની છે. પરંતુ ડિફેન્સ એક્સપર્ટ્સ પ્રમાણે અગ્નિ-5ની રેન્જને સરળતાથી આઠ હજાર કિલોમીટરની કરી શકાય છે. તે ન્યૂક્લિયર વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે.

Representational Image (Getty Images) અગ્નિ-5

અગ્નિ-6( Agni-6)

ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-6ને વિકસિત કરાઈ રહી છે. ડીઆરડીઓ દ્વારા વિકસિત કરાઈ રહેલી અગ્નિ-6 મિસાઈલ ફોર સ્ટેજ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. તેનો ડિઝાઈનિંગનો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તે હવે હાર્ડવેયરના વિકાસના તબક્કમાં છે. અગ્નિ-6 હાઈપરસોનિક અને હેવી આઈસીબીએમ છે. તેનું વજન 55 હજારથી 70 હજાર કિલોગ્રામની રેન્જમાં રહેશે. તેની લંબાઈ 20થી 40 મીટર અને વ્યાસ 2 મીટરનો છે. તેની રેન્જ 11 હજારથી 12 હજાર કિલોમીટરની હશે અને તે પરમાણુ હુમલાની ક્ષમતાથી સજજ ત્રણ ટન વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ હશે.

જુવો ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન. 

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment