કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ (Covid Vaccination Certificate)ને ધીમે ધીમે ગતિ મળી રહી છે. વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા સહિતના 96 દેશોએ કોવિડ વેક્સિનેશન સર્ટીફિકેટને ભારત સાથે માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે.
Covid Vaccination Certificateને લઇ સરકારનું શું કહેવુ છે?
દેશભરમાં અત્યાર સુધીમાં 109 કરોડથી વધારેનું વેક્સિનેશન પુર્ણ થયુ છે. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ અત્યાર સુધીમાં 8 વેક્સિનને EUL (ઈમર્જન્સી યુઝ લિસ્ટ)માં સામેલ કરી છે. આ પૈકી બે વેક્સિન કોવેક્સિન તથા કોવિશીલ્ડ ભારતીય વેક્સિનનો સમાવેશ થાય છે. આ સાથે સરકાર વિશ્વના અન્ય દેશો સાથે પણ વિશ્વના સૌથી મોટા કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામને લગતા લાભાર્થીઓની સ્વીકૃતિ તથા માન્યતા અપાવવા માટે સતત સંપર્ક કરી રહી છે. જેથી શિક્ષણ, કારોબાર તથા પર્યટનના ઉદ્દેશથી પ્રવાસ કરવાનું સરળ બનાવી શકાય, તેવુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
PM @NarendraModi जी के नेतृत्व में #HarGharDastak अभियान के तहत टीकाकरण अभियान तेज गति से चल रहा है।
96 देशों ने भारत की दोनों वैक्सीन को मान्यता दी है। आने वाले समय में और भी देश दोनों वैक्सीन को मान्यता दें इसके लिए प्रयास जारी है।
📖 https://t.co/Q2HvItVdUw pic.twitter.com/TN8TXmWTGu
— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) November 9, 2021
હાલમાં 96 દેશોએ વેક્સિનેશન (Vaccination)સર્ટીફિકેટની પરસ્પરની માન્યતા આપવા તથા જેઓ WHO માન્યતા ધરાવતા/રાષ્ટ્રીય મંજૂરી ધરાવતી કોવિડ વેક્સિન મારફતે સંપૂર્ણપણે વેક્સિનેટ થયેલા પ્રવાસીઓના ભારતીય વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી છે.
આ પણ વાંચો: Surat: તહેવારોની રજા માણી પરત ફરેલા લોકોનું પ્રવેશદ્વાર પર જ કોરોના ટેસ્ટિંગ
96 દેશોએ આપી માન્યતા
જે 96 દેશોએ ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્યતા આપી છે તેમાં કેનેડા, યુએસએ, યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્પેન, બાંગ્લાદેશ, ફિનલેન્ડ, માલી, ઘાના, સિએરા લિયોન, નાઇજીરિયા, સર્બિયા, પોલેન્ડ, સ્લોવાક રિપબ્લિક, ક્રોએશિયા, બલ્ગેરિયા, તુર્કી, ચેક રિપબ્લિક, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ઓસ્ટ્રિયા, રશિયા, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, કતાર વગેરેનો સમાવેશ થાય છે.
Covid Vaccination Certificate ને આ દેશએ પણ માન્યતા આપી
આ ઉપરાંત ગુયાના, એન્ટીગુયા અને બરમુડા, મેક્સિકો, પનામા, કોસ્ટા રિકા, નિકારાગુઆ, અર્જેન્ટીના, ઉરુગ્વે,પેરાગ્વે, કોલમ્બિયા, ત્રિનિદાદ, તોબાગો, કોમનવેસ્થ ઓફ ડોમિનિકા, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર,હોન્ડુરાસ, ડોમિનિકન રિપબ્લિક, હૈતી, નેપાળ, ઈરાન, લેબેનોન, સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન, સિરીયા, દક્ષિણ સુદાન, ટ્યુનિસિયા, સુદાન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા, મોંગોલિયા, અને ફિલિપાઈન્સ જેવા દેશોનો સમાવેશ થાય છે.
આયુર્વેદથી કોરોનાનો ઉપચાર જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4