ભારતમાં એક એવા બ્રિજનું નિર્માણ થવા જઇ રહ્યું છે, જે ભારતને ઘણા હિસ્સોમાં જોડી દેશે. ભારતનું તમિલનાડુ રાજ્યના રામેશ્વરમાં આ સી બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ભારતનું પહેલું વર્ટીકલ રેલવે લિપ્ટ સી બ્રિજ છે, આ બ્રિજનું નામ છે, ન્યુ પંબન બ્રિજ, કેન્દ્રી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટર પર થોડા ફોટોઝ શેર કર્યા છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં દેશનો પહેલો વર્ટીકલ લિફ્ટ રેલવે સી બ્રિજ ઝડપથી બનીને તૈયાર થયો છે. 9 નવેમ્બર 2019 ના દિવસે આ પંબન બ્રિજનું નિર્માણ શરુ કર્યું હતુ.
Image Courtsey: @AshwiniVaishnaw/Twitter
250 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ
Ever seen a moving bridge? The Pamban Sea-Bridge that connects Rameshwaram with mainland India will soon have vertical lift span technology to allow the cross-navigation of vessels pic.twitter.com/Z2W8vruokG
— Piyush Goyal (@PiyushGoyal) December 28, 2018
ન્યુ પંબન રામેશ્વરમ ( Rameswaram) ને ( Railway Sea Bridge) ભારતને મુખ્ય રસ્તાઓ સાથે જોડશે, ન્યુ પંબન બ્રિજ 2.05 કિલોમીટર લાંબો છે, જેનું નિર્માણ ભારતીય રેલવે દ્વારા કરવામાં આવ્યુ છે, જેના નિર્માણમાં 250 કરોડ ખર્ચ થયા છે. પ્રવાસીઓની અવરજવરને પણ પ્રોત્સાહન મળશે. રામેશ્વરમમાં 105 વર્ષ જુનો છે.
આ બ્રિજ વિશે થોડી અજાણી વાતો
- 1914 માં શરુ થયો હતો આ બ્રિજ
- 6776 ફીટ લાંબો પંબન બ્રિજ 24 ફેબ્રુઆરી 1914 માં શરુ થયો હતો.
- આ બ્રિજ પર ચેન્નઇ એક્સપ્રેસ ની શુટીંગ પણ થઇ હતી..
- બ્રિટિશ રેલવે એ કરાવ્યુ હતુ નિર્માણ, 1885 માં આ બ્રિજ બનાવવી શરુઆત કરી જેમાં 29 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
- સમુદ્રની લહરો વચ્ચે ટ્રેનનું દ્શ્ય ખુબ જ રોમાંચક લાગે છે.
આધુનિક તકનીકનો સમાવેશ
New Pamban Bridge, India’s first vertical lift Railway sea bridge.
Target #Infra4India March 2022. pic.twitter.com/8HnqnIFW3W— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 6, 2021
સી બ્રિજના નિર્માણમાં શેજર રોલિંગ લિફ્ટ જેવી આધુનિક તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. બ્રિજની ખાસ વાત એ છે કે જહાજોની વચ્ચે નીચેથી પસાર થવા માટે બ્રિજ પોતાની રીતે જ ઓપન થશે, આધુનિક તકનીકથી લૈસ બ્રિજ પર બંને પાર્ટ પર સેંસર લાગેલા છે જ્યારે જુના બ્રિજને હાથોથી ઓપરેટ કરવામાં આવે છે, પણ હવે ન્યુ પંબલ બ્રિજને ઇલેક્ટ્રો- મેકેનિકલ કંટ્રોલ્ડ સિસ્ટમથી ઓપરેટ કરવામાં આવે છે.
જુઓ વીડિયો
આ પણ વાંચો: ઇન્ડિયન રેલવે:13 ભાષાઓમાં ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ વર્ઝન, જુની યાદો થઇ તાજા
આ બ્રિજનું કામ જલ્દી થી જલ્દી પુરુ કરવામાં આવશે, રેલવે મંત્રાલયે જણાવ્યુ કે, આ દોહરે ટ્રેક વાળુ અત્યાધુનિક પુલ દેશમાં પહેલું વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ કહેવાશે. કોરોના મહામારીના કારણે સી બ્રિજ નું નિર્માણ કાર્ય રોકવામાં આવ્યુ હતુ. પણ આ વર્ષે 2021 ના સપ્ટેમ્બર મહિનામાં આ કાર્ય પુર્ણ થવા પર હતુ, તો હવે સી બ્રિજ વર્ષ 2021 માં માર્ચ મહિનામાં બનીને તૈયાર થઇ જશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4