Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝપેરાલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટીમ, પહેલીવાર મહિલા શૂટર રમશે

પેરાલિમ્પિકમાં ભારતની સૌથી મોટી ટીમ, પહેલીવાર મહિલા શૂટર રમશે

Paralympic
Share Now

ટોક્યો પેરાલિમ્પિક 2020માં માત્ર 5 દિવસ બાકી છે. 24 ઓગસ્ટથી થનાર ગેમ્સમાં ભારતના 54 પેરા-એથ્લેટિક્સ ભાગ લેશે. જેમાં 40 પુરુષ અને 14 મહિલા ખેલાડી છે. આ પેરાલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટીમ છે. રિયો ગેમ્સમાં ભારતના 19 ખેલાડીઓ હતા અને 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 કાંસ્ય પદક જીત્યા હતા.

આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભારતના ખેલાડી 9 રમતમાં ભાગ લેશે. સૌથી વધુ ખેલાડી એથ્લેટિક્સ (24) માં છે. રિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ હાઈ-જંપર મરિયપ્પન થંગાવેલુ ટોક્યો ગેમ્સમાં ભારતીય ટીમના ધ્વજવાહક હશે.

Paralympic 12

ભારતને મેડલની સૌથી વધુ અપેક્ષા જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયા, સંદીપ ચૌધરી અને મરિયપ્પન પાસેથી છે. ઝાઝરિયાએ 2004 અને 2016 માં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સંદીપ વર્લ્ડ ચેમ્પિયન છે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર પેરાલિમ્પિક જોઇ શકશે.

19 વર્ષની પલક કોહલી સૌથી યુવા પેરાલિમ્પિયન

પેરાલિમ્પિકમાં પહેલીવાર ભારતીય મહિલા શૂટર પણ ભાગ લેશે. રુબિના ફ્રાન્સિસ અને અવની લેખરા રમશે. 19 વર્ષની બેડમિન્ટન ખેલાડી પલક કોહલી ગેમ્સમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી છે. ત સૌથી વધુ 8 જેવલિન થ્રોઅર ભાગ લેશે.

આ પણ જુઓ : बारिश होने पर गाना गाती है बिल्डिंग

પેરાલિમ્પિકમાં બેડમિન્ટન-તાઈક્વાન્ડોનું ડેબ્યુ

પેરાલિમ્પિકમાં પહેલીવાર બેડમિન્ટન અને તાઇક્વાન્ડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વચ્ચે હરવિન્દર સિંહ અને વિવેક ચિકારા ગેમ્સ માટે ક્વોલિફાઇ કરનાર ભારતના પહેલા તીરંદાજ છે. પ્રાચી યાદવ ભારતની પહેલી પેરા-કેનોઇસ્ટ છે. જે ગેમ્સમાં ભાગ લેશે.

Paralympic

5 વર્ષની ઉમરમાં અકસ્માતમાં પગ ગુમાવનાર હાઈ-જમ્પર એથ્લીટ મારિયપ્પન કહે છેઃ

હું મારી જાતને ક્યારેય સક્ષમ બાળકોથી અલગ માનતો નથી

તમિલનાડુના મરિયપ્પન 5 વર્ષનો હતો ત્યારે ટ્રક સાથેના અકસ્માતમાં પગ ગુમાવી દેવો પડ્યો હતો. નાનપણમાં મરિયપ્પનને વોલીબોલ રમવું ગમતું હતું. તેના શિક્ષકે જ તેને હાઈ-જંપની સલાહ આપી. મરિયપ્પને 14 વર્ષની ઉમરમાં પહેલીવાર હાઈ-જંપમાં ભાગ લીધો. તે પણ સામાન્ય ખેલાડીઓની સાથે. તે બીજા નંબરે આવ્યો. મરિયપ્પન કહે છે કે હું મારી જાતને ક્યારેય સક્ષમ બાળકોથી અલગ માનતો નથી. 2013માં નેશનલ પેરા-એથ્લેટિક્સમાં કોચ સત્યનારાયણે તેની પ્રતિભાને ઓળખી અને તેને કોચિંગ આપવાની સાથે બેંગલુરુ લઇ ગયો. ત્યાંથી જ મરિયપ્પનની કારકિર્દીની શરૂઆત થઇ.

22 રમતોમાં 540 ઇવેન્ટ રમાશે

ગેમ્સમાં 136 દેશોના લગભગ 4400 ખેલાડીઓ ભાગ લેશે. 13 દિવસ ચાલનાર આ ગેમ્સમાં 22 રમતોમાં 540 ઇવેન્ટ રમાશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment