શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની તૃપ્તિ માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. 16 દિવસ સુધી ચાલનારા પિતૃ પક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કર્મથી પ્રસન્ન થઈને પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશિર્વાદ આપે છે. પિતૃ પક્ષ દરમિયાન ઈન્દિરા એકાદશી (Indira Ekadashi)ના વ્રતને પણ ઘણુ ખાસ માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરનારા પ્રત્યેક મનુષ્યની સાત પેઢીઓ સુધી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે.
Indira Ekadashi નિમિતે શાલિગ્રામની પૂજા થાય છે
આસો મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઈન્દિરા એકાદશી (Indira Ekadashi) કહેવામાં આવે છે. આ વર્ષે એકાદશી 2 ઓક્ટોબરે છે. એકાદશીના દિવસે વિષ્ણુજીના અવતાર ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે વ્રત કરવાથી સાત પેઢીઓ સુધી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે.
તે સાથે જ વ્રત રાખવાથી ઘણા લાભ થાય છે. ઉલ્લેખનિય છે કે, એકાદશી તિથિ 1 ઓક્ટોબરના રોજ શુક્રવારે 11:03 શરૂ થશે. તેની પૂર્ણાહૂતિ 2 ઓક્ટોબરના રોજ શનિવારે રાત્રે 11:10 થશે. ઉદયાતિથિના કારણે ઈન્દિરા એકાદશી વ્રત 2 ઓક્ટોબરે રાખવામાં આવશે.
Indira Ekadashi પૂજા વિધિ
શ્રાદ્ધ પક્ષની એકદાશી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત માટે ઘાર્મિક ક્રિયાઓ દશમથી શરુ કરો. આ જ દિવસથી ઘરમાં પૂજા઼-પાઠ કરો અને બપોરે નદીમાં તર્પણની વિધિ કરો. જો નદીમાં શક્ય ના હોય તો ઘરની પાસે કોઈ પણ જળાશય કેસ ઘરના ધાબા પર પણ તર્પણ કરી શકો છો.
ત્યારાબદ બ્રાહ્મણનો ભોજન કરાવવો અને પછી સ્વયં ભોજન કરી લો. ખાસ યાદ રાખવુ કે દસમના દિવસે સૂર્યાસ્ત બાદ કંઈ પણ ખાવાનું નથી. એકાદશીના દિવસે સવારે ઉઠીને વ્રતનું સંકલ્પ કરો અને સ્નાન કર્યા બાદ શ્રાદ્ધ વિધિ કરો તથા બ્રાહ્મણોને ભોજન કરાવો. ત્યારાબાદ ગાય, કાગડા અને કૂતરાઓને પણ ભોજન કરાવો. વ્રતના બીજા દિવસે બારસે પણ પૂજા કર્યા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન-દક્ષિણા આપો. ત્યારબાદ પરિવારની સાથે મળીને ભોજન કરો.
આ પણ વાંચોઃ- Bindu Sarovar માતૃ શ્રાદ્ધ માટેે પ્રખ્યાત છે, ઘણાં દિગ્ગજો શ્રાદ્ધ માટે અહીં આવી ચૂક્યા છે
ઈન્દિરા એકાદશીની વ્રત કથા
પૌરાણિક કથા અનુસાર, સતયુગમાં મહિષ્મતી નામના નગરમાં ઈન્દ્રસેન નામનો રાજા હતા. તેમના માતા-પિતાનું સ્વર્ગવાસ થઈ ગયુ હતુ. એક રાત્રે તેમને સ્વપ્ન આવ્યું, જેમાં તેમણે જોયુ કે, તેમના માતા-પિતા નરકમાં રહીને અપાર કષ્ટ ભોગવી રહ્યાં છે. આ સ્વપ્નથી રાજા ઘણા ચિંતિત થયા.
આ સ્વપ્નને લઈને તેમણે વિદ્વાન બ્રાહ્મણો અને મંત્રીઓને બોલાવીને વાત કરી. ત્યારબાદ બ્રાહ્મણોએ તેમને જણાવ્યું કે, ‘હે રાજન જો તમે સપત્નીક ઈન્દિરા એકાદશીનું વ્રત કરશો, તો તમારા પિતૃઓને મુક્તિ મળી જશે. આ દિવસે ભગવાન શાલિગ્રામની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો.
તેનાથી તમારા માતા-પિતા સ્વર્ગમાં જતા રહેશે.’ રાજાએ બ્રાહ્મણોની વાત માનીને વિધિપૂર્વક ઈન્દિરા એકાદશીનું વ્રત કર્યું. રાત્રે જ્યારે તેઓ ઊંઘી રહ્યાં હતા, ત્યારે ભગવાને તેમને દર્શન આપીને કહ્યું, ‘રાજન તારા વ્રતના પ્રભાવથી તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે.’
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4