ભારતીય ટીમ (IND) ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકા (SA)ના પ્રવાસે છે. બંને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સીરીઝ શરૂ થશે. ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી રીતે ખાસ બની રહેવાની છે. સુકાનીપદને લઈને તમામ વિવાદો બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરીઝ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છશે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. આવી સ્થિતિમાં આ વખતે ભારતીય ખેલાડીઓ આ કારનામું કરવાનો પ્રયાસ કરશે. કેપ્ટન વિરાટ કોહલી પાસે પણ આ સિરીઝમાં ઘણા અનોખા રેકોર્ડ બનાવવાની તક છે.
આ પણ વાંચો:Under-19 Cricket World Cup 2022 નું શિડ્યુલ જાહેર
કોહલી તોડી શકે છે રાહુલ દ્રવિડનો આ રેકોર્ડ
દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડ બીજા ક્રમે છે. દ્રવિડે 11 મેચની 22 ઇનિંગ્સમાં 624 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર છે. કોહલીએ આફ્રિકામાં પાંચ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આગામી ટેસ્ટ શ્રેણીમાં 66 રન બનાવતાની સાથે જ રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડી નાખશે અને આ યાદીમાં બીજા સ્થાને આવી જશે. કોહલી 9 રન બનાવતાની સાથે જ VVS લક્ષ્મણનો 566 રનનો રેકોર્ડ તોડી નાખશે. આ યાદીમાં સૌથી ઉપર સચિન તેંડુલકર (1161) છે.
ટીમને જીતવા માટે ટિપ્સ આપે છે કોચ દ્રવિડ
હાલમાં રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ છે અને તે ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં જીત મેળવવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપી રહ્યા છે. BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાહુલ દ્રવિડ ટીમને વધુ સારી બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. દ્રવિડે ન્યુઝીલેન્ડ સામેની સીરીઝથી કોચનું પદ સંભાળ્યું હતું. બધાને આશા છે કે રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ સાઉથ આફ્રિકા જીતીને ઈતિહાસ રચશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4