Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeએન્ટરટેઈન્મેન્ટઇંદોરની સૌથી ‘ખરાબ ચા’ પી ને તમે કહેશો કે ‘વાહ શું ચા છે’

ઇંદોરની સૌથી ‘ખરાબ ચા’ પી ને તમે કહેશો કે ‘વાહ શું ચા છે’

Share Now

ચા ના પ્રેમીઓ દુનિયામાં ઓછા નથી ત્યારે ગુજરાત હોય કે કોઇ બીજુ શહેર પણ ચા ના દિવાનાઓ તમને જગ્યા જગ્યા એ મળી જશે, ઓફિસમાં કામ પતે, તો ચા, કામ વધે તો ચા, મિત્રો સાથે ચા, એકલામાં ચા, પાર્ટીની ચા તેમજ કાઇ ના હોય તો પણ ચા…ચા જાણે સવારે ઉઠતાની સાથે જ આપણી સાથી છે તેજ રીતે આખો દિવસ અને વીક તેની સાથે જ જાણે વીતે છે.  ઘણા લોકો કહેવુ છે કે ચા ગ્લાસ કરતાં કુલ્લડમાં પીવાથી તેનો ટેસ્ટ પકડાય છે, અને હેલ્થ માટે પણ સારી રહે છે.

Image Courtsey : @kharabchaiindore

OTT India પર આજે આપણે વાત કરવાના છે, એક એવા ચા વાળાની જેની શોપનુ ના છે ખરાબ ચા વાળો અને  ‘ખરાબ નમકીન’ નામના જ કારણે પહેલાં તો શોપ પ્રખ્યાત થઇ ગઇ છે.

મધ્યપ્રદેશ જે સમય સમયે પોતાના કારનામાથી લોકોને હેરાન કરચતુ આવ્યુ છે, મધ્ય પ્રદેશનું ઇંદોર શહેર દેશનું સૌથી સ્વસ્છ શહેર પણ છે,  આ શહેર બીજા શહેરોને પણ સ્વસ્છ રહેવાનો સંદેશ આપતો રહે છે.

અહીં ખાવાના શોખિનો માટે અલગ અલગ પ્રકારના સ્ટ્રીટ ફુડ પણ મળતાં રહે છે, ખાવાના શોખિનો માટે આ શહેર જાણે સ્વર્ગ છે. સ્ટ્રીટ ફુડની સાથે સાથે અહીં ઇંદોરની ચા પણ પ્રખ્યાત છે, આ સાથે જ અહીં લોકો ચા ના શોખિન પણ છે, તમને યુવાનોની ભીડ પણ ચા ની શોપ પર જોવા મળી જતી હોય છે, સવાર-સાંજ બસ ચા ની શોપ પર કિટલીઓ પર ભીડ જોવા મળતી રહે છે.

Kharab Chai

Image Courtesy :  @kharabchaiindore

ખરાબ શબ્દનો અર્થ જે ખરાબ જ થાય છે? 

ખરાબ શબ્દનો અર્થ જે ખરાબ જ થાય છે, તેના નામનો અર્થ ઇંદોરના આ ચા વાળાએ બદલી નાંખ્યો છે.  ઇંદોરમાં ચા ની એક દુકાન તેના અનોખા નામના કારણે પ્રખ્યાત છે, ઇંદોરની પ્રખ્યાત દુકાનનું નામ ખરાબ ચા છે,  પણ અહીં ચા ની ગુણવત્તા સારી હોય છે, લોકો અહીં ચા ની ચુસ્કી લઇને વાહ ક્યા ચાય હે કહીને નીકળી જાય છે, હવે માલિકે ચા ની દુકાનની બહાર ખરાબ ચા અને ખરાબ નમકીન નામનું બોર્ડ મારી દીધુ છે, જેના કારણે તેના નામને લઇને દુકાનદાર અને તેની શોપ અને તેની ચા ચર્ચાનું કારણ બની છે.

Tea

Image Courtesy : @kharabchaiindore

ખરાબ ચા ના ઓનર સરલાજી નું કહેવુ છે કે, મારા પતિને ચા બનાવવાનો અને પીવડાવવાનો શોખ હતો, પણ એ ચા બનાવીને મહેમાન કે મિત્રોને પીવડાવતા તો ચા ની ચુસ્કી લઇને કહેતા કે વાહ, આ તો ખરાબ ચા છે,  જેથી તેમના પતિ અગ્રવાલને આઇડિયા આવ્યો કે હવે ચા નું નામ ખરાબ ચા રાખી દઇએ.

નામના કારણે પ્રખ્યાત 

પણ હવે જ્યારે ખરાબ ચા ની શોપ પર લોકો ચા ની ચુસ્કી લે છે, ત્યારે લોકો ચા પીને કહે છે, વાહ શું ચા છે, આ તો ખરાબ નથી..પણ સારી છે.

આટલો ફર્ક પડે છે એક નામ માત્રથી કારણ કે તમારે કોઇ બિઝનેસ કરવો હોય ત્યારે આ પ્રકારના પ્રોપરગેન્ડા ઉપયોગમાં આવતા હોય છે.

વર્ષ 2018 માં ખોલેલી આ સોપ ઇંદોરના રાજમોહલ્લામાં છે, પણ ઇંડોરિસની વચ્ચે તે પ્રસિદ્વ છે, લોકો સવાર સાંજ અહીં ચા ની ગરમ ગરમ ચુસ્કી લેવા માટે આવતા હોય છે, ચા ની સાથે સાથે અહીં સ્નેક્સ, પૌઆ, સમોસા અને કચોરી તેમજ આલુ પુરી સહિત ફુડ પણ મળે છે.

આજ કાલ કંપનીઓ પોતાના બિઝનેસને શરુ કરતાં પહેલાં નામ શું રાખવુ તે વધારે વિચારે છે, પણ નામ પાછળ જ આખી વાર્તા છુપાયેલી હોય છે, તમે ડોમિનોઝ જોઇ લો , કે પછી કાકાના વડાપાઉ,પેપરિકા હોય કે પછી મેકડોનલ્ડ હોય. 

જ્યારે તમને કોઇ આ ચા કે બર્ગર કે નાસ્તો કે પછી પિક્ઝા ખરાબ છે, તેમ કોઇ કહે , ત્યારે બનાવનારને ખોટુ લાગે તે સ્વાભાવિક છે, પણ ડોમીનોઝ હોય કે બર્ગર કિંગ પોતાના ગ્રાહકને રેટિંગ અને ફુડમાં શું સુધારા વધારા કરવા છે, તેના વિશે બોલવાની છુટ આપે છે. નહીં તો કોઇ પણ કંપની હોય જો તેને એક વાર ખરાબ રેટિંગ મળી ગયુ તો તેને ગ્રાહકોને સારા રેંટિગ માટે મહેનત કરવી પડતી હોય છે.

આ પણ વાંચો: ‘અવકાશ-વિજ્ઞાનના પિતા’ અને રૉમેન્ટીક ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઇ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment