Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeન્યૂઝમધ્યપ્રદેશની આંતરરાજય ‘કંજર ગેંગ’ ને ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ

મધ્યપ્રદેશની આંતરરાજય ‘કંજર ગેંગ’ ને ઝડપી પાડતી વલસાડ જિલ્લા પોલીસ

gang
Share Now

સુમસામ નેશનલ હાઇવે પરથી માલ ભરેલા ટ્રકોની લૂંટ ચલાવતી મધ્ય પ્રદેશની કુખ્યાત કંજર ગેંગ (gang)ઝડપાઇ છે. થોડા દિવસો પહેલા વલસાડ જિલ્લાના ડુંગરી હાઇવે પરથી રૂપિયા 1.27 કરોડના સિગારેટના પાર્સલ લઇ જતી ટ્રકના ડ્રાઈવરને બંધક બનાવી લૂંટ (Robbery)કરાઈ હતી. જેનો ભેદ વલસાડ અને સુરત જિલ્લા પોલીસે જીવનું જોખમ ખેડી ઉકેલી કાઢયો છે અને લૂંટ ચલાવનાર મધ્ય પ્રદેશની કંજર ગેંગના ચાર શખ્સને ઝડપી પાડયા છે.

લૂંટ ચલાવતી ગેંગ (gang)ને વલસાડ અને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી

ફિલ્મોમાં જોવા મળતી હાઇવે પરથી કરવામાં આવતી માલસામાન ભરેલા ટ્રકોની લૂંટની ટેક્નિકની જેમ રિયલમાં લૂંટ ચલાવતી ગેંગને વલસાડ અને સુરત ગ્રામ્ય પોલીસે (Police)ઝડપી પાડી છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ ઇસ્ટ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટ એજન્સીનો રૂપિયા 1.27 કરોડની સિગારેટ ભરેલો ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ જતો હતો. તે દરમિયાન વલસાડ જિલ્લાની હદમાં આવેલા ડુંગરી ગામ હાઈ વે પરથી સુમસામ જગ્યા જોઈ આ ટ્રકની લૂંટ ચલાવામાં આવી હતી. ટ્રક ચાલક અને ક્લીનરને બંધક બનાવી કંજર ગેગ દ્વારા સિગારેટથી ભરેલા માલસામાન સાથેની ટ્રક લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: Surat: આઠમા માળે રમતું બે વર્ષનું બાળક નીચે પટકાતા કરુણ મોત, ઘટના CCTVમાં કેદ

વલસાડ (Valsad)જીલ્લાના સોનવાડા ગામે ને. હા .નં ૪૮ ના ઓવરબ્રીજ પાસે ટ્રક પહોંચતા આ સિગારેટ ભરેલા ટેમ્પોને બે કારમાં આવેલા અજાણ્યાં ઇસમોએ આંતરી અને ટેમ્પોને અટકાવ્યો હતો. બાદમાં આ ઇસમોએ ચાલક તથા કલીનરને ડરાવી, ધમકાવી માર મારી, હાથ-પગ બાધી બંધક બનાવી ટેમ્પોમાં ભરેલા સિગારેટના પાર્સલોમાંથી કુલ-273 બોક્ષ જેની કિંમત રૂપિયા 1,27,74,762 ની મત્તાની ધાડ પાડી, લુંટ ચલાવી હતી. ત્યારબાદ આ ટેમ્પોના ચાલક તથા કલીનરને તેમની ઇનોવા ગાડીમાં બેસાડી અપહરણ કરી હાઇવેથી અંદર એકાંત જગ્યાએ લઇ જઇ ગાડીમાંથી નીચે ઉતારી નાશી ગયા હતા. આ સમગ્ર અંગેની ફરિયાદ ડુંગળી પોલીસ (Police)મથકમાં નોંધાઇ હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરતા મધ્ય પ્રદેશની કંજર ગેંગ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા

આ સમગ્ર બાબતની પોલીસને બાતમી મળતા તેના આધારે કંજર ગેંગનું ગઢ મધ્યપ્રદેશના દેવસ જિલ્લામાં હોવાનું સામે આવ્યું હતું. જેથી વલસાડ અને સુરત ગ્રામ્ય પોલીસે (Surat Rural Police)પોતાના જીવના જોખમે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાંથી ટ્રકની લૂંટ ચલાવનાર ચાર આરોપીને ઝડપી પાડયા હતા. પોલીસે દેવાસમાંથી ભુપેન્દ્ર રાજેશ હાડા, હર્ષ બહાદુર હાડા, વીરેન્દ્રસિંહ સીસોદીયા, વિરેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતા.

પોલીસનું શું કહેવુ છે?

પોલીસે જણાવ્યું હતુ કે, ઝડપી પાડેલા કુખ્યાત કંજર ગેંગની મોડસ ઓપરેન્ડી ભારત દેશના અલગ અલગ વિસ્તારોમાં ચોરી, લૂંટ, ધાડ કરવાની છે. ખાસ કરીને ખુબ મોટી રકમનો મુદામાલ જતો હોય તેવા ટ્રાકોની યેનકેન પ્રકારે માહિતી મેળવી રેકી કરી ટ્રકના ડ્રાઇવર, કલીનરને અટકાવી બંધક બનાવી અપહરણ કરી લેતા હતા અને ત્યારબાદ વાહનોમાં રહેલો માલસામાનની લૂંટ કરી વેચી નાખતા હતા. ઝડપાયેલી ગેંગ લુંટ દરમિયાન ખુબ શિફનાઈપુર્વક ગુનાને અંજામ આપે છે. જેમાં વાહનોમા ખોટી નંબર પ્લેટોનો, મોબાઇલમાં ખોટા સીમકાર્ડનો, પોલીસ ગેરમાર્ગે દોરાય તેવા રસ્તાનો ઉપયોગ જેવી તરાકીબોનો ઉપયોગ કરી લૂંટ (Robbery)ચલાવામાં સફળ થઈ જતી હતી. આ કંજર ગેંગ બ્રિટિશ રાજના સમયથી ભારત દેશના અલગ અલગ રાજયોમાં ધાડ લૂંટની પ્રવૃત્તિ કરે છે. આ ગેંગની ગુનો કરવાની પદ્ધતિ ઉપર થિરન નામની સાઉથ ફિલ્મ પણ બનેલી છે. ફિલ્મમાં દર્શાવામાં આવેલી લૂંટની જેમ જ આ ગેંગ લૂંટ કરી રહી હતી.

ગેંગ (gang)ના 6 સાગરીતો છે વોન્ટેડ

જોકે હાલ તો પોલીસે કંજર ગેંગના માત્ર ચાર જ સાગરીતોને ઝડપી પડયા છે. આ ગેંગમાં પોલીસ 6 જેટલા સાગરીતોને વોન્ટેડ જણાવી રહી છે. આ ગેંગને માલસામાન ભરેલા ટ્રક (Truck)ની માહિતી કેવી રીતે મળતી, કોણ સંડોવાયેલું, આ ગેંગનું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું આ તમામ બાબતે પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં બંદૂકના નાળચે રોકડની લૂંટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment