Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝદિવાળીના તહેવાર પર જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર ! સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં આટલો ભાવ વધારો

દિવાળીના તહેવાર પર જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર ! સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલમાં આટલો ભાવ વધારો

diwali
Share Now

મોઁઘવારીના ભાર વચ્ચે દેશ અને ગુજરાતની જનતા લાચાર  બની છે .દિવસેને દિવસે વધી રહેલા ભાવથી સામાન્ય લોકોનું જીવન મુશ્કેલીમાં છે તરફ દૂધના ભાવ વધ્યા છે તો બીજી બાજુ શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના પણ ભાવમા સતત વધારો જોવા મળી રહ્યો છે.તો તેની સાથે જ  ભાવ આસમાને પહોંચી રહ્યા છે .મોંઘવારી વધવાનું કારણ પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ હોવાનું માનવામાં આવી રહ્યું  છે.ભાવ વધવાની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

સામાન્ય પરિવાર દિવાળી જેવા તહેવારો આવી મોંઘવારીમાં કઇ રીતે ઉજવશે

દેશમાં મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવાર દિવાળી જેવા તહેવારો આવી મોંઘવારીમાં કઇ રીતે ઉજવશે તેવી  વાત પર હવે  સવાલ  ઉભો થઇ રહ્યો છે..ભારતમાં દિવાળીનાો તહેવાર નજીક છે. તો બીજી  બાજુ સતત વધારોએ લોકોના જીવનમાં હેરાન કરી રહ્ત્યાયો છે. તો સાથે જ એટલી મોધવારી છે કે સામાન્ય જનતા તો હાલના સમયમાં ઉજવણી કરી શકતી નથી.તો  પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ સતત ભાવ વધારો થતા સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે પેટ્રોલમાં આજે  ફરીથી પ્રતિ લિટરે 33 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. તો સાથે જમધ્યપ્રદેશમાં તો પેટ્રોલના પ્રતિ લિટરે 120 રૂપિયાને પાર થઈ ગયો છે.રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટરે 104.88 રૂપિયા, જ્યારે ડીઝલમાં પ્રતિ લિટરે 104.53 રૂપિયા થઈ ગયા છે.અને આ આંકડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.તો આ આંકડાઓ કયા સુધી વધશે તેની કોઇ સિમા નથી એવું હાલના સમયમાં કહી શકાય.

diwali

આ પણ વોંચો :ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર:30થી વધુ પરીક્ષાઓ હવે 24 નવેમ્બરે લેવાશે

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત આજે પ્રતિ લિટરે 105.10 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.75 રૂપિયા સુધી પહોંચી છે.રાજકોટમાં  પેટ્રોલનો ભાવ  104.64 રૂપિયા   પહોંચીયો છે.તો સાથે જ ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.31 આંકડો વધ્યો છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.54 રૂપિયા છે, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.19 રૂપિયા પર પહોંચી છે.જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.82 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.47 રૂપિયા પર પહોંચી છે.સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 104.76 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.43  ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.61 રૂપિયા, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.25 રૂપિયા પર પહોંચી છે.દિવસે દિવસે વઘી રહેલા ભાવ સામાન્ય લોકોને હેરાન કરી રહ્યો છે. આવી મોંધવારીમાં પોતાનું જીવન કેવી રીતે ચલાવી શકશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment