Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝUPની જેલમાં કેદીઓનો હંગામો, સાથી કેદીના મોત બાદ ગુસ્સે થયેલા કેદીઓએ જેલમાં લગાવી આગ

UPની જેલમાં કેદીઓનો હંગામો, સાથી કેદીના મોત બાદ ગુસ્સે થયેલા કેદીઓએ જેલમાં લગાવી આગ

UP JAIL RIOTS
Share Now

જેલમાં તોડફોડની ઘટના સામે આવી. ઉત્તરપ્રદેશના (Uttar pradesh) ફરુખાબાદ જિલ્લા જેલમાં, કેદીઓએ રવિવારે સવારે પોતાના સાથીના મૃત્યુને લઈને હંગામો મચાવ્યો હતો. કેદીઓએ તોડફોડ કરી અને આખી જેલ પર કબજો કરી લીધો. આ દરમિયાન આગચંપી થઈ હતી. ધુમાડો વધતો જોઈ એલાર્મ વગાડવામાં આવ્યું હતું. જ્યારે પોલીસકર્મીઓ કેદીઓને કાબૂમાં લેવા દોડ્યા તો તેઓએ પથ્થરમારો કર્યો હતો.

સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા તોફાનો હજુ શાંત થયા નથી. 14 પોલીસ સ્ટેશનની ફોર્સ ઘટનાસ્થળે છે. ડીએમ અને એસપી પણ પહોંચી ગયા છે, પરંતુ તેઓ જેલની અંદર જઈ શક્યા નથી. કેદીઓને શાંત કરવા માટે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેદી શિવમ ઘાયલ થયો છે. જ્યારે પોલીસકર્મી જીતેન્દ્રની આંખમાં પથ્થર વાગ્યો છે. કેદીઓએ આરોપ લગાવ્યા હતા કે ડેન્ગ્યુ પીડિત કેદીની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસ : “આર્યન ખાનને કિડનેપ કરવામાં આવ્યો હતો” નવાબ મલિકનો મોટો ખુલાસો

29 વર્ષીય કેદી સંદીપ યાદવનું મોત ડેન્ગ્યુના કારણે થયું હતું

આ મામલો ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની ફતેહગઢ જેલનો છે. જણાવવામાં આવી રહ્યું છે. 29 વર્ષીય કેદી સંદીપ યાદવનું મોત ડેન્ગ્યુના કારણે થયું હતું. સૈફઈ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપનું મોત થયું હતું. આ અંગે માહિતી મળતાં જ કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. જેલ પરિસરના કેટલાક ભાગોમાં આગચંપી પણ થઈ હતી. કેદીઓએ ડેપ્યુટી જેલર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે. કે કેદીઓએ જેલમાં સરકારી સંપત્તિને નુક્સાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત ધાબળા અને ચાદર પણ સળગાવી દેવામાં આવી હતી. કેદીઓએ જેલમાં તૈનાત પોલીસ કર્મીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો.

જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે

બીજી તરફ જેલમાં હંગામો થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. જવાબદારો સામે કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યો છે. પોલીસ, પીએસી પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યાં છે. જેલ પ્રશાસનો દાવો છે કે, હવે સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. કેદીઓને પોતપોતાની બેરેકમાં મોકલીને સ્થિતિ શાંત કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે હંગામા માટે જવાબદાર કેદીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment