Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝવડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરતા જૂનગઢના લોકો

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરતા જૂનગઢના લોકો

JUNGADH
Share Now

પોતાનું ઘર અને આંગણું સ્વચ્છ દરેક લોકો રાખતા હોય છે પરંતુ પોતાના શહેરના આજુબાજુના વિસ્તારને પણ સ્વચ્છ રાખે તે માટેનો નવતર પ્રયોગ જૂનાગઢની સ્વચ્છતા પ્રેમી સોસાયટીએ અપનાવ્યો છે.

700 વારના પ્લોટમાં 250 વૃક્ષો વાવી વિસ્તાર અને સોસાયટીને હરિયાલુ બનાવ્યું

GREEN CITY વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું છે તેને સાકાર કરવા માટે દરેક લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેવી જ રીતે જૂનાગઢના ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓએ પોતાનું ઘર આંગણાની સાથે સાથે જ આજુબાજુના વિસ્તારને સ્વચ્છ બનાવવા માટેની નેમ લીધી હોય તેમ 1700 વારના પ્લોટમાં 250 વૃક્ષો વાવી વિસ્તાર અને સોસાયટીને હરિયાલુ બનાવ્યું છે. સોસાયટીના સહયોગથી પડતર પ્લોટ રળિયામણું કરી કાન્હાની વાડી બનાવી છે.

આ પણ વાંચો : સાવજનું ઘર એટલે સાસણ, ન માત્ર ગુજરાતીઓ પરંતુ વિદેશીઓનું ફેવરિટ સ્થળ બન્યું

250 વૃક્ષો, ફૂલઝાડનું વાવેતર કરી સ્ટેપ ગાર્ડન બનાવ્યું

JUNGADH ગોકુલધામ સોસાયટીએ નવતર પ્રયોગ કરી પડતર જમીનને લીલીછમ વનરાઇમાં ફેરવી દીધી છે. એક 1,700 વારનો ખાલી-પડતર પ્લોટ પડ્યો હતો. આ પ્લોટમાં ફેન્સીંગ અને મહેંદી વાવી 12 ફૂટની કુદરતી દિવાલ બનાવી. સાથે 250 વૃક્ષો, ફૂલઝાડનું વાવેતર કરી સ્ટેપ ગાર્ડન બનાવ્યું. બાદમાં જમ્પિંગ, ઝુલા, લસરપટ્ટી, ચકરડી, હિંચકા વગેરે વસાવ્યા.ક્રિકેટ રમવા સિમેન્ટની પીચ, કબુતર માટે ચબુતરો બનાવ્યો અને કૃષ્ણ, હનુમાન, ગોવર્ધન પર્વત ગિરીરાજ દર્શન બનાવી પડતર પ્લોટને કાન્હાની વાડી બનાવી દીધી છે.

આમ શહેરના લોકોને પોતાની આસપાસમાં ખાલી પડેલ જગ્યાને કચરાપેટી ન બનાવી તેનો રચનાત્મક ઉપયોગ કરવો જોઈએ તેવો સંદેશો આ સોસાયટીના લોકોએ આપ્યો છે.ખરેખર કહી શકાય કે જૂનગાઢના લોકોએ સરાહનીય કાર્ય કર્યું છે અને હરિયાળું બનવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment