ભારતીય નૌકાદળની તાકાતમાં હવે ચાર ગણો વધારો થયો છે. કારણ કે INS Vela ચોથી સ્કોર્પીન ક્લાસ સબમરીન કાર્યરત થઇ ગઇ છે. INS Vela દુશ્મનના વિસ્તારમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. આ સબમરીનની એન્ટ્રિથી નેવીની તાકાતમાં જરૂરથી વધારો થશે. પ્રોજેક્ટ 75 હેઠળ 6 સબમરીન બનાવવાની છે, જેમાં 3 સબમરીનને કાર્યરત કરવામાં આવી છે અને ચોથી સબમરીન INS Vela નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી.
#INSVela commissioned into the #IndianNavy today #25Nov21.#Watch as the naval ensign is hoisted for the first time onboard.#HappyHunting@indiannavy @DDNewslive @airnewsalerts @PBNS_India pic.twitter.com/F7WHrAXNfx
— PRO Defence Mumbai (@DefPROMumbai) November 25, 2021
INS Vela ની વિશેષતાઓ
- INS Vela સ્કોર્પીન વર્ગની સબમરીન છે
- જેમાં અદ્યતન એકોસ્ટિક સાયલેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
- રેડિયેટેડ અવાજનું સ્તર ખૂબ જ ઓછું છે, જે દુશ્મનને ધ્યાનમાં પણ નહીં આવે,
- તેથી જ તેને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે.
- આ સબમરીન ગુપ્ત માહિતી એકઠી કરવા ઉપરાંત માઈન બિછાવવાની સાથે તે દુશ્મન પર નજર રાખવામાં પણ સક્ષમ છે
- આ સબમરીન આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે
- સબમરીનમાં ટોરપીડો અને ટ્યૂબ આધુનિક ટેક્નોલોજીથી ડિઝાઇન કરવામાં આવી છે
- એન્ટિ-શિપ મિસાઇલ પાણીની અંદર અને જમીન બંને લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે
આ પણ વાંચો: રાજસ્થાનના રણથી કચ્છના રણ સુધી પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ દાખવી બહાદુરી
INS Vela ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રૂપના સહયોગથી બનાવવામાં આવી છે
INS Vela નું નિર્માણ મુંબઇ સ્થિત મઝગાંવ ડોક શિપબુલ્ડર્સ લિમિટેડ દ્વારા ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રૂપના સહયોગથી બનાવવામાં આવી છે. આ પહેલા INS Vela 31 ઓગષ્ટ 1973 ના રોજ કાર્યરત થઇ હતી અને સેવા મુક્ત થયા પહેલા 37 વર્ષ સુધી ભારતીય નૌકાળદળમાં રહી રાષ્ટ્રની સેવા કરી હતી અને 25 જૂન 2010 ના રોજ સેવા મુક્ત થઇ હતી.
INS Vela, the fourth Scorpene-class submarine, commissioned into the Indian Navy, in the presence of Chief of Naval Staff Admiral Karambir Singh, at the naval dockyard in Mumbai pic.twitter.com/7sfdO8t1FI
— ANI (@ANI) November 25, 2021
છ સબમરીનમાંથી ત્રણ કલવરી, ખંડેરી અને કરંજ પ્રોજેક્ટ 75 હેઠળ પહેલેથી જ કાર્યરત છે
- INS Kalvari- પ્રોજેક્ટની પ્રથમ સબમરીન INS Kalvari ઑક્ટોબર 2015 માં લૉન્ચ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2017 માં શરૂ કરવામાં આવી હતી.
- INS Khanderi- જાન્યુઆરી 2017માં પરીક્ષણો માટે INS Khanderi લૉન્ચ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી.
- INS Karanj- ત્રીજી સબમરીન INS Karanj જાન્યુઆરી 2018 માં લોન્ચ કરવામાં આવી હતી અને 10 માર્ચ 2021 ના રોજ કાર્યરત કરવામાં આવી હતી.
- INS Vela- પ્રોજેક્ટની ચોથી સબમરીન INS Vela છે જે વર્ષ 2021 માં કાર્યરત કરવામાં આવી હતી.
- INS Vagir- પાંચમી સબમરીન INS Vagir નવેમ્બર 2020 માં લોન્ચ કરવામાં આવી હતી.
- INS Vagsheer- છઠ્ઠી સબમરીન INS Vagsheer નિર્માણના છેલ્લા તબક્કામાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4