Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
HomeઇતિહાસRam Manohar Lohia: એ નેતા જેમણે આઝાદી પહેલાજ દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો

Ram Manohar Lohia: એ નેતા જેમણે આઝાદી પહેલાજ દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો

ram manohar lohia
Share Now

દેશની રાજનીતિમાં આઝાદીની ચળવળ દરમિયાન અને આઝાદી પછી, એવા ઘણા નેતાઓ હતા જેમણે પોતાના દમ પર સિસ્ટમની દશા અને દિશા બદલી હતી.  સ્વતંત્ર ભારતની રાજનીતિ અને વિચાર પ્રવાહ પર અમુક જ એવા નેતાઓ હતા જેમના વ્યક્તિત્વનો પ્રભાવ આજે પણ એટલોજ અસરકારક છે. જેમાંથી એક રામ મનોહર લોહિયા(Ram Manohar Lohia) હતા. ડો.રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ એવા નેતાઓ હતા જેમની ભારતની આઝાદીની લડાઈના છેલ્લા તબક્કામાં બંનેની ખૂબ મહત્વની રહી હતી.

આઝાદી પહેલા જ દેશમાં પરિવર્તનનો પવન ફૂંક્યો 

જો આઝાદી પછી જયપ્રકાશ નારાયણે દેશની રાજનીતિ બદલી નાખી તો રામ મનોહર લોહિયાએ(Ram Manohar Lohia) આઝાદી પહેલા જ દેશના રાજકારણમાં ભાવિ પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. તેમની પ્રખર દેશભક્તિ અને તેજસ્વી સમાજવાદી વિચારોને કારણે, તેમણે તેમના સમર્થકો તેમજ તેમના વિરોધીઓમાં ભારે સન્માન મેળવ્યું હતું.

તેમના જીવનમાં ગાંધીજીનો પ્રભાવ 

રામ મનોહર લોહિયાનો(Ram Manohar Lohia) જન્મ 23 માર્ચ 1910 ના રોજ ફૈઝાબાદમાં થયો હતો. તેમના પિતા હીરાલાલ વ્યવસાયે શિક્ષક હતા અને સાચા દેશભક્ત હતા. તેમના પિતા ગાંધીજીના અનુયાયી હતા. જ્યારે તેઓ ગાંધીજીને મળવા જતાં ત્યારે તેઓ રામ મનોહરને સાથે લઈ જતા હતા. આ કારણે ગાંધીજીના પ્રચંડ વ્યક્તિત્વની તેમના પર ઊંડી છાપ પડી હતી. 1918 માં, તેમના પિતા સાથે, તેમણે પ્રથમ વખત અમદાવાદ કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. બનારસથી ઈંટરમીડીએટ અભ્યાસ કર્યા બાદ અને કોલકાતામાંથી સ્નાતક થયા બાદ તેમણે ઉચ્ચ શિક્ષણ માટે લંડનને બદલે બર્લિન પસંદ કર્યું.

ram manohar lohia

આ પણ વાંચો:લોકનાયક જેપી: સંપુર્ણ ક્રાંતિના જનક જેમની સામે 400 ડકૈતોએ કર્યું હતુ આત્મસમર્પણ

જંગ-એ-આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું

બર્લિન જઈને તેમણે માત્ર ત્રણ મહિનામાં જ જર્મન ભાષા પર મજબૂત પકડ બનાવીને તેમના પ્રોફેસર ઝોમ્બાર્ટને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે માત્ર બે વર્ષમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી લીધી હતી. જર્મનીમાં ચાર વર્ષ વિતાવ્યા બાદ, ડો.લોહિયા ઘરે પરત ફર્યા અને સરળ જીવન જીવવાને બદલે તેમણે જંગ-એ-આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. 1933 માં મદ્રાસ પહોંચ્યા ત્યારે, લોહિયા દેશને આઝાદ કરવાની લડાઈમાં ગાંધીજી સાથે જોડાયા હતા. આમાં તેમણે સમાજવાદી ચળવળની ભાવિ રૂપરેખા યોગ્ય રીતે રજૂ કરી હતી. 1935 માં, પંડિત નેહરુ, જે તે સમયે કોંગ્રેસના અધ્યક્ષ હતા. ત્યારે તેમણે લોહિયાને કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.

રામ મનોહર લોહિયાની વિચારધારા

લોહિયા હંમેશા ભારતની સત્તાવાર ભાષા તરીકે હિન્દીને પ્રાધાન્ય આપતા હતા. તેમનું માનવું હતું કે અંગ્રેજી શિક્ષિત અને નિરક્ષર લોકો વચ્ચે અંતર બનાવે છે. તેઓ કહેતા હતા કે હિન્દીનો ઉપયોગ એકતાની ભાવના અને નવા રાષ્ટ્રના નિર્માણને લગતા વિચારોને પ્રોત્સાહન આપશે. તેઓ જાતિ વ્યવસ્થાનો સખત વિરોધ કરતા હતા. તેમણે જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો અને સૂચવ્યું કે તેને “રોટી બેટી”ના વ્યવહાર દ્વારા નાબૂદ કરી શકાય છે. તેઓ કહેતા હતા કે તમામ જાતિના લોકોએ સાથે મળીને ભોજન લેવું જોઈએ અને આણત્રજાતિય લગ્નો થવા જોઈએ. તેઓ એ પણ ઈચ્છતા હતા કે સારી સરકારી શાળાઓની સ્થાપના થવી જોઈએ, જે બધાને સમાન શિક્ષણની  તકો પૂરી પાડી શકે.

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં યોગદાન

ડો.લોહીયા બાળપણથી જ આઝાદીની ચળવળમાં ભાગ લેવાની તીવ્ર ઈચ્છા હતી. જ્યારે તેઓ યુરોપમાં હતા ત્યારે તેમણે ત્યાં ‘એસોસિયેશન ઓફ યુરોપિયન ઇન્ડિયન્સ’ નામની ક્લબ બનાવી. જેનો હેતુ યુરોપિયન ભારતીયોમાં ભારતીય રાષ્ટ્રવાદની જાગૃતિ કેળવવાનો હતો. તેમણે જીનીવામાં લીગ ઓફ નેશન્સની બેઠકમાં પણ ભાગ લીધો હતો, જોકે બિકાનેરના મહારાજા દ્વારા ભારતને બ્રિટિશ રાજ્યના સાથી તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લોહિયા એક અપવાદ હતા. તેમણે પ્રેક્ષક ગેલેરીમાંથી વિરોધ શરૂ કર્યો અને બાદમાં અખબારો અને સામયિકોના સંપાદકોને તેમના વિરોધના કારણો સમજાવવા માટે ઘણા પત્રો લખ્યા. આ સમગ્ર ઘટનાએ રામ મનોહર લોહિયાને રાતોરાત ભારતમાં  પ્રસિદ્ધિ અપાવી હતી. ભારત પરત ફર્યા બાદ, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને વર્ષ 1934 માં કોંગ્રેસ સમાજવાદી પક્ષનો પાયો નાખ્યો. વર્ષ 1936 માં, પંડિત જવાહરલાલ નહેરુએ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રથમ સચિવ તરીકે નિયુક્ત કર્યા.

24 મે 1939 ના રોજ, લોહિયાને પ્રથમ વખત ઉશ્કેરણીજનક નિવેદનો આપવા અને દેશવાસીઓ પાસેથી સરકારી સંસ્થાઓનો બહિષ્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ યુવાનો દ્વારા બળવાના ડરથી બીજા જ દિવસે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જો કે, જૂન 1940 માં, “સત્યાગ્રહ નાઉ” શીર્ષક ધરાવતો લેખ લખવા બદલ તેમની ફરી ધરપકડ કરવામાં આવી અને બે વર્ષની જેલની સજા થઈ હતી. બાદમાં તેમને ડિસેમ્બર 1941 માં મુક્ત કરવામાં આવ્યા હતા. ભારત છોડો આંદોલન દરમિયાન વર્ષ 1942 માં મહાત્મા ગાંધી, નહેરુ, મૌલાના આઝાદ અને વલ્લભભાઈ પટેલ જેવા ઘણા ટોચના નેતાઓ સાથે તેઓ પણ જેલ ગયા હતા.

આ પછી પણ, તેઓ બે વખત જેલમાં ગયા હતા. એક વખત મુંબઈમાં તેમન ધરપકડ કરવામાં આવી અને લાહોર જેલમાં મોકલવામાં આવ્યા અને બીજી વખત ગોવામાં પોર્ટુગીઝ સરકાર વિરુદ્ધ ભાષણ અને સભા કરવા માટે ગોવામાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભારત આઝાદીની નજીક હતું, ત્યારે તેમણે તેમના લેખો અને ભાષણો દ્વારા દેશના વિભાજનનો સખત વિરોધ કર્યો હતો. તેઓ હિંસા સાથે દેશના વિભાજનની વિરુદ્ધ હતા. આઝાદીના દિવસે, જ્યારે તમામ નેતાઓ 15 ઓગસ્ટ, 1947 ના રોજ દિલ્હીમાં ભેગા થયા હતા, ત્યારે તેઓ ભારતના અનિચ્છનીય વિભાજનની અસરો પર શોક કરવા માટે તેમના ગુરુ (મહાત્મા ગાંધી) સાથે દિલ્હીની બહાર હતા.

સ્વતંત્રતા બાદની પ્રવૃત્તિઓ

આઝાદી પછી પણ, તેમણે રાષ્ટ્રના પુન:નિર્માણ માટે સ્વતંત્રતા સેનાની તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. તેમણે સામાન્ય લોકો અને ખાનગી હિસ્સેદારોને અપીલ કરી કે તેઓ કુવાઓ, નહેરો અને રસ્તાઓ બનાવીને રાષ્ટ્રના પુન:નિર્માણમાં યોગદાનમાં ભાગ લે. રામ મનોહર લોહિયાએ ‘તીન આના, પંદ્રહઆના’ દ્વારા વડાપ્રધાન જવાહર લાલ નહેરુ પર “25000 રૂપિયા પ્રતિ દિવસ” ખર્ચની સામે અવાજ ઉઠાવ્યો હતો જે આજે પણ લોકપ્રિય છે. તે સમયે, ભારતના મોટાભાગના લોકોની આવક માત્ર 3 અન્ના એક દિવસની હતી, જ્યારે ભારતના આયોજન પંચના ડેટા મુજબ, માથાદીઠ સરેરાશ આવક 15 આના હતી.

લોહિયાએ એવા મુદ્દાઓ ઉઠાવ્યા જે લાંબા સમયથી રાષ્ટ્રની સફળતામાં અવરોધરૂપ હતા. તેમના ભાષણ અને લેખન દ્વારા, તેમણે જાગૃતિ લાવવાનો, અમીર-ગરીબ તફાવત, જાતિ અસમાનતા અને લિંગ અસમાનતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કૃષિ સંબંધિત સમસ્યાઓના પરસ્પર સમાધાન માટે ‘હિન્દ કિસાન પંચાયત’ ની રચના કરી. તે લોકોના હાથમાં સરકારની કેન્દ્રિત યોજનાઓ આપીને વધુ શક્તિ આપવાના પક્ષમાં હતા. તેમણે તેમના જીવનના છેલ્લા વર્ષો દરમિયાન દેશની યુવા પેઢી સાથે રાજકારણ, ભારતીય સાહિત્ય અને કલા જેવા વિષયો પર ચર્ચા કરી હતી. બાદમાં, 12 ઓક્ટોબર 1967 ના રોજ, લોહિયાનું 57 વર્ષની વયે અવસાન થયું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment