દુનિયામાં જેટલા પણ લોકો છે, તેમના માટે જીવન માં સફળ થવુ ખુબ જરુરી છે, જેના માટે વ્યક્તિ અથાગ પ્રયત્નો કરતો રહે છે, સાથે જ સફળતા પોતાના ક્ષેત્રમાં મેળવતો હોય છે, બધાની જુદી-જુદી પરિભાષાઓ પણ હોય છે. ત્યારે ત્યારે એવા પણ લોકો હોય છે, જેમાં કોઇ સરકારી નોકરી પ્રાપ્ત કરવાની ચાહના ધરાવતા હોય છે, તો કોઇ એન્જીનિયર બનવાની… પણ આ બધુ ઘણા લોકો માટે ખાલી તેમના જીવનનો એક પડાવ જ જાણે બની રહે છે.
આજે OTT india પર આપણે આવાજ યુવા વ્યક્તિની વાત કરવાના છીએ.. જે છે પૂર્વ IAS અધિકારી રહી ચુકેલા રોમન સૈનીની(Roman Saini)…
દરેક પાસે જ્ઞાન, પ્રતિભા અને ચરિત્ર હોય છે, જેમાં તે પોતાના લક્ષ્યને નિર્ધારિત કરે છે, અને તેને પ્રાપ્ત કરી શકે :રોમન સૈની
Image courtesy: Instagram screengrab/ @romanunacademy
માત્ર 16 વર્ષની ઉંમરમાં જ AIIMS પ્રવેશ પરીક્ષા કરનાર, દેશના સૌથી નાની ઉંમરનો યુવાન છે. આ સિવાય તેણે 18 વર્ષની ઉંમરે, તેમણે આ પ્રતિષ્ઠિત પ્રકાશન માટે એક સંશોધન પત્ર પણ લખ્યું.
પુર્વ IAS રોમન સૈની (Roman Saini) રાજસ્થાનમાં કોટપુતલીના રાયકરનપુર ના રહેનારા છે. જેમની માતા ગૃહિણી અને પિતા એન્જીનિયર છે. કંઇક મોટુ કરી બતાવવા માટે મોટા સપનાને પુર્ણ કરવા માટે જેણે IAS ની નોકરી છોડી દીધી હતી. આજથી લગભગ 6 વર્ષ પહેલા તેમણે પોતાની જોબ છોડીને પોતાની કંપની એનએકેડમીની શરુઆત કરી.
એમબીબીએસ પૂર્ણ કર્યા પછી, રોમન સૈની (Roman Saini) એ એમ્સના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર (એનડીડીટીસી) માં કામ કર્યું. કોઈપણ યુવાનો માટે આ એક સ્વપ્ન સમાન જોબ હોઈ શકે, પણ રોમનની ઇચ્છા કંઇક અલગ જ હતી. રોમન 6 મહિનાની અંદર તેને છોડીને આઈએએસ અધિકારી બનવા નીકળ્યો.માત્ર 23 વર્ષની ઉંમરે, રોમન સૈનીએ દેશની સૌથી અઘરી પરીક્ષા UPSC સિવિલ સર્વિસીસ પાસ કરી.
કોઇ જન્મથી જ જીનીયસ નથી હોતુ, તેના માટે તમારે તૈયારી કરવી પડે છે:રોમન સૈની
Image courtesy: Instagram screengrab/ @romanunacademy
IAS બનવાનો રસ્તો કેમ પસંદ કર્યો?
આઈએએસ બનવાના વિચાર પર, રોમન સૈની કહે છે કે” હું એમબીબીએસ કરી રહ્યો હતો અને હરિયાણાના દયાલપુર ગામમાં પોસ્ટીંગ હતું. મેં જોયું કે કેવી રીતે લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યારે જ મેં દેશની સેવા કરવાનું નક્કી કર્યું. રોમન 22 વર્ષની ઉંમરે સૌથી યુવાન IAS અધિકારીઓમાંનો એક હતો અને તેને કલેક્ટર તરીકે મધ્યપ્રદેશમાં પોસ્ટીંગ અપાયું હતું.
- 6 વર્ષ પછી Unacademy 18,000 શિક્ષકોના નેટવર્ક સાથે ભારતની સૌથી મોટી શિક્ષણ ટેકનોલોજી પ્લેટફોર્મમાંનું એક
- કંપનીની કિંમત 2 અબજ ડોલર (આશરે 14,830 કરોડ રૂપિયા)
- IAS ઓફિસરની જોબ છોડીને મિત્ર ગૌરવ મુંજાલની સાથે Unacademy નામની કંપનીની સ્થાપના કરી
- ફ્રી ઓનલાઇન કોંચિગ દ્વારા યુવાનોની મદદ કરશે
- Unacademy આ પ્લેટફોર્મ પર 5 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ
સૌથી મોટું પગલું
Image Courtesy: Telegraph standard
IAS ઓફિસર તરીકે પણ તેમની ઇનિંગ્સ લાંબી ન ચાલી. આ જોબ છોડીને તેમણે મિત્ર ગૌરવ મુંજાલ (Gaurav Munjal )ની સાથે મળીને Unacademy નામની કંપનીની સ્થાપના કરી, જે એક પ્લેટફોર્મ છે.
જ્યારે Unacademy ની શરૂઆત 2010 માં ગૌરવ મુંજાલ દ્વારા બનાવેલ યુ ટ્યુબ ચેનલ ના રૂપમાં થઈ હતી. કંપનીની સ્થાપના 2015 માં મુંજાલ, સૈની અને તેમના ત્રીજા સહ-સ્થાપક સિંહે કરી હતી.
Unacademy નામની કંપની જે હજારો IAS ઉમેદવારોને UPSC પરીક્ષાની તૈયારીમાં મદદ કરે છે. રોમને નિર્ણય લીધો કે, તે ફ્રી ઓનલાઇન કોંચિગ દ્વારા યુવાનોની મદદ કરશે. જેનાથી તે એવા વિધાર્થીઓને મદદ કરી રહ્યાં છે, જે લોકોને ફ્રી કોંચિંગ સેવા આપી રહ્યાં છે, જે સિવિલ સેવામાં જવા માટે ઇચ્છુક છે. આ પ્લેટફોર્મ પર 5 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
6 વર્ષ પછી Unacademy 18,000 શિક્ષકોના નેટવર્ક સાથે ભારતની સૌથી મોટી શિક્ષણ ટેકનોલોજી પ્લેટફોર્મમાંનું એક છે. કંપનીની કિંમત 2 અબજ ડોલર (આશરે 14,830 કરોડ રૂપિયા) છે.
આ પણ વાંચો: એક સ્કુલ ટીચરે 1500 કરોડનો બિઝનેસ કેમનો ઉભો કર્યો?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4