Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeસ્ટાર્ટ અપવિશ્વની સૌથી મોટી વીમા કંપનીએ વધાર્યા પ્રીમિયમ રેટ્સ, તમને શું અસર થશે?

વિશ્વની સૌથી મોટી વીમા કંપનીએ વધાર્યા પ્રીમિયમ રેટ્સ, તમને શું અસર થશે?

Munich RE, Insurance Premium Rates, Term Policy, HDFC ERGO, Munich RE Premium Rate Hike, વીમા પ્રીમિયમ, Term Insurance Premium,
Share Now

અમદાવાદ : વીમાનું મહત્વ ત્યારે જ સમજાય છે જ્યારે તેની ખરેખરમાં જીવનમાં જરૂર પડે. કેટલાક એવા પણ રોકાણકાર (Investors) હોય છે જેઓ પોતાની સેફ્ટી માટે અગાઉથી વિચારીને ભવિષ્ય માટે વીમો લઈ રાખતા હોય છે. વીમામાં અલગ-અલગ વીમા, જેમકે જીવન વીમો, કોરોના કાળ (COVID 19 Pandemic Time)માં અત્યંત જરૂરી થઈ પડેલો આરોગ્ય વીમો, વાહન વીમો વગેરે જેવા વીમો લેતા ગ્રાહકો પ્રીમિયમ ભરીને લેતા હોય છે જેની મેચ્યુરિટી (Maturity) સમયે ગ્રાહકને લાભ મળે છે. સમાચાર આવી રહ્યા છે કે વિશ્વની સૌથી મોટી ઈન્શ્યોરન્સ કંપની પોતાના પ્રીમિયમના દરો (Insurance Premium Hike) વધારવા જઈ રહી છે. જેથી તમારૂ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ મોંઘું થવાના અણસાર છે.

આ પણ વાંચો  : World Translation Day નિમિતે જાણો કોની યાદમાં મનાવવામાં આવે છે આ દિવસ

Insurance Premium Hike

ભારતીય વીમા બજાર માટે સૌથી મોટી પુનઃવીમા કંપની મ્યુનિચ રીએ જીવન સુરક્ષા કવરના પોર્ટફોલિયો માટે  અન્ડરરાઈટિંગ રેટ 40 ટકા સુધી વધારી દીધા છે. આ કારણથી ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ (Term Insurance Premium) 25થી 30 ટકા સુધી વધી શકે છે. એક ખાનગી જીવન વીમા કંપનીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમને પણ રેટ વધારવાનો આદેશ આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ નિર્ણય બાબતે 8-10 વીમા કંપનીઓને સૂચિત કરવામાં આવી છે. નવા રેટ ડિસેમ્બરથી લાગુ થશે. અધિકારીએ જણાવ્યું કે, પુનર્ વીમામાં કંપનીએ વિવિધ કંપનીઓ માટે ટર્મ પોલિસી (Term Policy)ના દરો 30થી 40 ટકા સુધી(Insurance Premium Hike) વધારી દીધા છે. તેનાથી પ્રીમિયમ રેટમાં 25થી 30 ટકા વધારો થશે.

ટર્મ પોલિસીના દરોમાં વધારો

ચાલુ વર્ષે બીજી વાર પુનર્વીમા દરો વધારવામાં આવ્યા છે. માર્ચમાં રેટ 4-5 ટકા વધારાયા હતા. ગયા વર્ષે જૂનમાં 20થી 25 ટકાની ભારે વૃદ્ધિ કરવામાં આવી હતી. મ્યુનિચ રી છેલ્લા કેટલાક વર્ષોથી લાંબાગાળાના મૃત્યુદરના વલણોનો અભ્યાસ કરી રહી છે. તેણે પુનર્વીમા દરો વધારવા સિવાય અન્ડરરાઈટિંગના ધોરણો પણ કડક બનાવી દીધા છે.

Munich Re abandons buybacks as pandemic costs weigh on earnings | Reuters

આ પણ વાંચો  : SACRED Portal: નિવૃત્ત લોકોને મળશે નોકરી, જલ્દી કરાવો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment