Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝબોટાદમાં ૯૦ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ

બોટાદમાં ૯૦ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ

Share Now

ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી અને નાયબમુખ્ય મંત્રી તરીકે પૂર્ણ થયેલા પાંચ વર્ષની સફળ સરકારના પાંચ વર્ષ તરીકે ભાજપ દ્વારા રાજ્યમાં 9 દિવસ ઉજવણી કરવાનું આયોજન છે. જેમાં પ્રથમ દીવસ એટલે કે પહેલી ઓગસ્ટે સરકાર દ્વારા ‘જ્ઞાન શક્તિ દિન’ કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોટાદમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ (Interactive smart class) નું ઈ-લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Interactive smart class

બોટાદની અલગ અલગ ૯૦ પ્રાથમિક શાળાઓમાં આ પ્રોજેક્ટણનું (Interactive smart class) મુખ્યમત્રી વિજય રૂપાણી દ્વાર ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચયાત પ્રમુખ પણ હાજર રહ્યા હતા.

Interactive smart class

  • બોટાદમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ 
  • અલગ અલગ ૯૦ શાળાઓમાં પ્રોજેક્ટણનું ઈ-લોકાર્પણ
  • કુલ ૩૨૩ ક્લાસમાં આ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો
  • સ્માર્ટ ઈન્ટરેકટીવ બોર્ડની મદદથી શીખવાનો પ્રયાસ
  • વર્ગખંડ ઈન્ટરેકટીવિટીમાં વધારવા માટે સ્કુલ ડીઝીટલાઈઝેશનનો કાર્યક્રમ

આ પણ વાંચો: અરવલ્લીમાં કોંગી કાર્યકર્તાઓનો વિરોધ, બસસ્ટેન્ડ આગળ ચક્કાજામનો પ્રયાસ

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ (Interactive smart class) નું ઈ-લોકાર્પણ

Interactive smart class

બોટાદ જિલ્લાની સરકારી સ્કૂલો વધુ સ્માર્ટ બને અને વિદ્યાર્થીઓને વધુ સારો અભ્યાસ મળે, તેવા હેતુથી બોટાદ જિલ્લાની ૯૦ પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ (Interactive smart class) નું ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કુલ ૩૨૩ ક્લાસમાં આ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચયાત પ્રમુખ ઘનશ્યામ ભાઈ વિરાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.  

Interactive smart class

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી જ્ઞાનકુંજ પ્રોજેક્ટઇનું ઈ-લોકાપર્ણ કર્યું હતું. આ ટેકનોલોજીમાં વિવિધ સાધનો જેવા કે પ્રોજેકટર, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ ઈન્ટરેકટીવ બોર્ડની મદદથી શીખવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

શાળાઓની વર્ગખંડ ઈન્ટરેકટીવિટીમાં વધારો કરવા માટેનો એક સ્કુલ ડીઝીટલાઈઝેશનનો આ કાર્યક્રમ છે.  જે અંતર્ગત સ્માર્ટ ઈન્ટરેકટીવ બોર્ડ  થકી વિધાર્થીઓને સારો અભ્યાસ મળશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment