સમગ્ર દેશમાં દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ગાંધીજી 1915 થી ભારતની આઝાદીની લડતમાં સક્રિય થયા હતા. તે પહેલા ઘણા દાયકાઓથી આઝાદીની લડત ચાલી રહી હતી. પરંતુ ગાંધીના પ્રવેશથી ભારતીય સ્વતંત્રતા ચળવળને જબરદસ્ત વેગ મળ્યો હતો. સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીજીની ભૂમિકાએ ભારતીય સમાજ અને રાષ્ટ્રવાદને નવો આકાર આપ્યો હતો. તેમની અહિંસક નીતિઓ અને નૈતિક આધારોએ આંદોલનમાં વધુ લોકોને જોડ્યા હતા. તેમણે તમામ ધર્મોને સમાન ગણવા, તમામ ભાષાઓનો આદર કરવા, પુરુષો અને સ્ત્રીઓને સમાન દરજ્જો આપવા અને દલિતો અને બિન-દલિતો વચ્ચેના વર્ષોના અંતરને દૂર કરવા પર ભાર મૂક્યો હતો.
સત્ય અને અહિંસાના સિદ્ધાંતોથી ચલાવ્યું આંદોલન
2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના સિદ્ધાંતના આધારે ચલાવેલ આંદોલને અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પાડી હતી. તેમના સન્માનમાં દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પણ ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ આ દિવસને પણ રાષ્ટ્રીય તહેવારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે આવો મહાત્મા ગાંધી વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
આ પણ વાંચો:ગાંધીજીએ ચંપારણમાં નહીં, પરંતુ અહીં પ્રથમ વખત કર્યો હતો સત્યાગ્રહ
મહાત્મા ગાંધીની કેટલીક રસપ્રદ વાતો
- ગાંધીજીની અંગ્રેજી ભાષા પર ખૂબ સારી પકડ હતી.
- મહાન શોધક આલ્બર્ટ આઈન્સ્ટાઈન બાપુથી ખૂબ પ્રભાવિત હતા. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે લોકો ક્યારેય નહીં માને કે આવી વ્યક્તિ ક્યારેય આ પૃથ્વી પર આવી હતી.
- તેમને પોતાના ફોટા પડાવવાનું બિલકુલ પસંદ નહતું.
- ગાંધીજી વકીલાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ પહેલો કેસ હારી ગયા હતા.
- તે પોતાના ખોટા દાંતને પોતાની ધોતીમાં બાંધી રાખતા હતા. અને જમવાના સમયે તે દાંતનો ઉપયોગ કરતાં હતા.
- તેમની અંતિમયાત્રામાં લગભગ 10 લાખ લોકો સાથે ચાલતા હતા અને 15 લાખથી વધુ લોકો રસ્તામાં ઉભા હ્યા હતા.
- ગાંધીજી 5 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયા હતા.
- શ્રવણ કુમારની સ્ટોરી અને હરિશ્ચંદ્રના નાટકથી મહાત્મા ગાંધી ખૂબ પ્રભાવિત થયા હતા.
- તેમને રામ નામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે મૃત્યુની અંતિમ ક્ષણમાં પણ તેમનો છેલ્લો શબ્દ હે રામ હતો.
- વર્ષ 1930 માં, તેમને અમેરિકાના ટાઇમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ યરથી નવાજવામાં આવ્યા હતા.
- ભારતમાં કુલ 53 મુખ્ય રસ્તાઓ મહાત્મા ગાંધીના નામ પર છે.
- વિદેશમાં પણ કુલ 48 રસ્તાઓ મહાત્મા ગાંધીના નામ પર છે.
- 1934 માં, ભાગલપુરમાં ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે, તેમણે તેમના ઓટોગ્રાફ માટે પાંચ રૂપિયાની રકમ લીધી હતી.
- મહાત્મા ગાંધીને સૌપ્રથમ સુભાષચંદ્ર બોઝે ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા હતા.
- 4 જૂન 1944 ના રોજ, સિંગાપોર રેડિયો પરથી સંદેશ પ્રસારિત કરતી વખતે, મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહેવાયા.
- કવિ અને નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માની ઉપાધિ આપી હતી.
- 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધી આ ઉજવણીમાં જોડાયા નહોતા.
- દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજી બંગાળના નોઆખલીમાં હતા, અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની કોમી હિંસાને રોકવા માટે ઉપવાસ કરી રહ્યા હતા.
- ગાંધીજીએ આઝાદીની નિયત તારીખના બે અઠવાડિયા પહેલા દિલ્હી છોડી દીધું હતું. તેમણે કાશ્મીરમાં ચાર દિવસ ગાળ્યા અને પછી ટ્રેન દ્વારા કોલકાતા જવા રવાના થયા હતા.
- ગાંધીજીએ 15 ઓગસ્ટ 1947 નો દિવસ 24 કલાક ઉપવાસ કરીને ઉજવ્યો હતો. તે સમયે દેશને આઝાદી મળી પરંતુ તેની સાથે દેશનું પણ વિભાજન થયું. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સતત રમખાણો ચાલી રહ્યા હતા. આ અશાંત વાતાવરણથી ગાંધીજી ખૂબ દુખી થયા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4