Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / July 2.
HomeઇતિહાસInternational Coffee Day: શું કોફી લવર્સને ખબર છે? કે કોફીમાંથી પણ પેઈન્ટિંગ બને છે

International Coffee Day: શું કોફી લવર્સને ખબર છે? કે કોફીમાંથી પણ પેઈન્ટિંગ બને છે

International Coffee Day
Share Now

દર વર્ષે 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ (International Coffee Day) તરીકે ઉજવાય છે. આ એક એવો પ્રસંગ છે જેમાં કોફીને પીણા તરીકે પ્રોત્સાહન આપવા માટે ઊજવણી કરવામાં આવે છે. પ્રથમ કોફી દિવસની ઉજવણી  1 ઓક્ટોબર 2015 ના રોજ થઈ હતી.

ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કોફી સંસ્થા દ્વારા સંમત થઈને તેના વેપારને પ્રોત્સાહન આપવા માટેની કામગીરી શરૂ થઈ હતી. કોફી દિવસના દિવસે ઘણી બધી કોફીની કંપનીઓ તેમના ગ્રાહકોને ઈ-કાર્ડ મોકલે છે. કોફી ઉત્પાદકોની દુર્દશા માટે જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી થાય છે.

આવતી કાલે 1 લી ઓક્ટોબર 2021ના International Coffee Day નિમિતે એલ.પી. હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કે.એલ. કેમ્પસ, સેપ્ટ યૂનિવર્સિટી નવરંગપુરા ખાતે ફેસ ટુ ફેસ નામનું ઈન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 1 થી 4 ઓક્ટોબર સુધી ચાલશે. 

International Coffee Day 2021

પણ શું તમે જાણો છો? કોફી દ્વારા પેઈન્ટિંગ પણ બને છે? હા, બિલકુલ તમે એકદમ બરાબર સમજ્યા ‘કોફી પેઈન્ટિંગ.’ વડોદરા શહેરના દાંડિયા બજાર, રાવપુરા વિસ્તારમાં રહેતા કલાકાર ઉદય ઉલ્લાસ કોરડે છેલ્લા સાત વર્ષથી કોફી પેઈન્ટિંગ બનાવે છે. પેઈન્ટિંગનો શોખ તેમને બાળપણથી જ હતો પણ સમય જતા તેમનો આ શોખ ફક્ત શોખ જ બનીને રહી ગયો. પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં. દીકરાના જન્મ બાદ તેમની કિસ્મતના તારા ચમક્યા અને ફરી તેઓ તેમના પેશન પેઈન્ટિંગ તરફ ફરી આગળ વધ્યા.

International Coffee Day – Coffee Painting

તેમણે છેલ્લા સાત વર્ષમાં અનેક દિગ્ગજોના પેઈન્ટિંગ બનાવ્યા છે. અત્યારસુધીમાં 300 જેટલા કોફી પેઈન્ટિંગ બનાવ્યા છે. તેમાંથી 181 પેઈન્ટિંગને માન્યતા આપીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. કલાકારને તેમની કલાનું સન્માન કરતા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ છે.

કલાકારને તેની કલાનું સન્માન થાય ત્યારે આનંદની લાગણીનો અનુભવ થાય છે. જે વિશે માહિતી આપતા કલાકાર ઉદય કોરેડે જણાવે છે. 1 ઓક્ટોબર વિશ્વ કોફી ડે તરીકે ઊજવાય છે. 2017થી દર વર્ષે હું કોફી પેઈન્ટિંગનું એક્ઝિબિશનનું આયોજન કરુ છું. તેમાં દિગ્ગજોને આમંત્રિત કરું છું અને તેમના કોફી પેઈન્ટિંગ બનાવીને તેમને ભેટ કરુ છું.

પરંપરા ગ્રૂપની થઈ શરુઆત

કોફી પેઈન્ટિંમાં કેવી રીતે સફળતા હાંસલ કરી તે વિશે જણાવતા ઉદય કોરડે કહે છે કે, હું નાનપણથી જ પેઈન્ટિંગ કરતો હતો. યોગ્ય સમય પર યોગ્ય માર્ગદર્શન ના મળતા હું પેઈન્ટિંગ ક્ષેત્રે આગળ વધી શક્યો નહીં. ત્યારબાદ 1996માં મારા લગ્ન થઈ ગયા. લગ્ન બાદ દરેકના જીવનમાં ઘણા પરિવર્તન આવે છે તેવી જ રીતે મારા જીવનમાં અઢળક પરિવર્તન આવ્યા.

ત્યારબાદ સુરતમાં ટ્રેડિંગ લીમીટેડમાં ફોરેન એક્ષચેન્જ તરીકે જોડાયો હતો. અપડાઉન કરવાના કારણે પેઈન્ટિંગ માટે સહેજપણ સમય ફાળવી શકાતો નહોતો. ત્યારબાદ મારા ઘરે દીકરાનો જન્મ થયો અને મારુ નસીબ ચમકી ગયુ. મારી કારકીર્દીમાં મારી પત્નીએ મને ઘણો સપોર્ટ કર્યો છે. ત્યારબાદ 2010 માં અમે પરંપરા રંગોળી ગ્રૂપની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2-3 વર્ષની પ્રેક્ટિસ બાદ હું રંગોળી કરવા સક્ષમ બન્યો હતો. 

કોફી પેઈન્ટિંગ બનાવવાની મળી પ્રેરણા

વધુમાં ઉદયભાઈ જણાવે છે કે,  2016માં મારા ફેમિલી ફ્રેન્ડ ઉત્કર્ષભાઈએ મને એક કોફી પેઈન્ટિંગ ભેટમાં આપી હતી. તે દિવસથી મારી જિંદગીની બીજી ઈનિંગ શરૂ થઈ ગઈ હતી. તે પેઈન્ટિંગમાંથી મને ઘણી પ્રેરણા મળી અને મેં નક્કી કર્યું કે હવે તો હું પણ કોફી પેઈન્ટિંગ બનાવતા શીખીશ અને શીખીને જ જંપીશ. ત્યારબાદ કોફી પેઈન્ટિંગ બનાવવાનું શીખ્યુ અને દર વર્ષે કોફી દિવસના દિવસે એક્ઝિબિશનનું આયોજન કરવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ- World Translation Day નિમિતે જાણો કોની યાદમાં મનાવવામાં આવે છે આ દિવસ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ કરી પ્રશંસા

ઉદયભાઈ જણાવે છે કે, મેં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું કોફી પેઈન્ટિંગ બનાવ્યુ હતુ. ત્યારબાદ ઓફિસના કાર્યથી મારે ગાંધીનગર સચિવાલય જવાનું થતુ ત્યારે એક અધિકારીને મેં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોફી પેઈન્ટિંગ બનાવ્યું છે તે તેમના સુધી પહોંચાડવું છે ત્યારે તેમણે મને સરનામુ આપ્યું અને એ સરનામાં પર પોસ્ટ દ્વારા કોફી પેઈન્ટિંગ મોકલી આપ્યું હતુ.

INTERNATIONAL COFFEE DAY

IMAGE CREDIT: UDAY ULAAS KORDE

જૂન 2016માં કોફી પેઈન્ટિંગ મોકલ્યાના 15 દિવસ બાદ મારા ઘરે એક કવર આવ્યું જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી પ્રશંસા કરતો પત્ર મોકલ્યો હતો. તે દિવસથી મારી જિંદગીને એક નવો વળાંક મળ્યો. 1 લી ઓક્ટોબર વિશ્વ કોફી દિવસ તરીકે ઉજવાય છે તેવી સ્થિતિમાં 1લી ઓક્ટોબર 2017માં મેં મારુ પ્રથમ કોફી પેઈન્ટિંગ એક્ઝિબિશનનું પ્રદર્શન કર્યું હતુ.

INTERNATIONAL COFFEE DAY

IMAGE CREDIT: UDAY ULAAS KORDE

અત્યારસુધીમાં બનાવ્યા આટલા કોફી પેઈન્ટિંગ્સ

બરોડા મેં બરોડા થીમ અંતર્ગત નામાંકિત ક્રિકેટર કિરણ મોરે, નયન મોગિયા અંશુમન ગાયકવાડ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, અતુલ પુરોહિત, જેવા દિગ્ગજોને આમંત્રિત કર્યા હતા. તમામ દિગ્ગજોને તેમના કોફી પેઈન્ટિંગ આપીને બિરદાવ્યા હતા.

ત્યારબાદ લોકોને જાણ થવા લાગી કે, કોફીમાંથી પણ પેઈન્ટિંગ બનાવી શકાય છે. દર વર્ષે કોફી ડે (International Coffee Day) પર એક્ઝિબિશનનું આયોજન કરે છે અને તમામ દિગ્ગજોને કોફી પેઈન્ટિંગ ભેટ કરે છે.

અત્યારસુધીમાં અમિતાભ બચ્ચન, સચિન તેંદુલકર, કપિલ શર્મા અને તેમના પત્નિ ગીની, ભારતી સિંહ અને હર્ષ, લત્તા મંગેશકર, ધર્મેશ, ભરત ડાંગર, રાજેન્દ્ર ત્રિવેદી, સ્વામી વિવેકાનંદ, સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિરાટ કોહલી, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, જેવા દિગ્ગજોના કોફી પેઈન્ટિંગ બનાવી ચૂક્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment