Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeહેલ્થઅમેરીકી પ્રયોગ: માણસોની જેમ વાંદરાઓ પણ કરે છે તણાવનો અનુભવ

અમેરીકી પ્રયોગ: માણસોની જેમ વાંદરાઓ પણ કરે છે તણાવનો અનુભવ

Us Monkey
Share Now

માનવજાતિ કહેવાય છે કે બંદરો એટલે કે, વાંદરમાંથી આવી હતી, વાંદરા અને માણસના ઘણા હાવભાવ પણ મળતા આવે છે, ફક્ત પુંછડી જેટલો ફર્ક રહી ગયો છે, પણ હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે માણસમાં જેમ ઇમોશનલ હોય છે, કોઇ બાબતનો દબાવ કામને લઇને હોય છે, તે વાંદરામાં પણ જોવા મળે છે.

(America) અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું સંશોધન

Image Courtesy: VCG

અમેરિકાની(America) પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, વાંદરાઓ પર પરફોર્મન્સનો દબાવ વધી જવાથી વાંદરાઓ ઘુટન ફિલ કરે છે. આ રિસર્ચ પ્રમાણે જો કોઇ ઇનામ જીતવાની વાત આવે છે, તો આ દબાવ વધી જાય છે, આ રિસર્ચ થઇ હતી તે જાણવા માટે કે માણસની જેમ વાંદરા પણ તણાવ અનુભવે છે, કે નહી, આ માટે વૈજ્ઞાનિકોએ 3 વાંદરાઓને પડકારોને પાર કરવા માટે ટ્રેનિંગ પણ આપી હતી.

જેના પરિણામે જો રિવોર્ડ આપવામાં આવે અને એ ધીમે ધીમે વધારવામાં આવેતો વાંદરાઓ પણ પોતાની પરફોર્મન્સમા વધારો કરે છે. જે રીતે માણસો ઓડિયન્સ સામે સ્ટેજ પર જતાં પહેલાં જે દબાવ અનુભવે છે, તે રીતે વાંદરાઓ પણ આ જેકપોટ ઇનામ સામે ફેલ થઇ ગયા હતા.

વાંદરાઓમાં પ્રથમ વાર જોવા મળ્યુ આ પ્રકારનું પ્રદર્શન

University of Wisconsin monkey research sparks opposition |

Image Courtsey: WisconsinWatch.org

શોધકર્તાઓના મુજબ, આ દબાવ ઘુટનનો એક પ્રકાર છે, આ રિસર્ચ દરમિયાન 3 વાંદરાને ટ્રેનિંગ આપવામાં આવી હતી, ટ્રેનિંગ દરમિયાન તેમને સમજાવવામાં આવ્યુ હતુ કે, રિવોર્ડ કેટલો મોટો છે, આ સાથે જ મધ્યમ મોટા જેકપોટ રેવોર્ડને મેળવવા માટે ટ્રેન કરવામાં આવ્યા.

ટ્રેનિંગ દરમિયાન ધીરે ધીરે રિવોર્ડનો આકાર વધારવામાં આવ્યો, વૈજ્ઞાનિકોએ નોટીસ કર્યું કે, જેમ જેમ વાંદરાઓને ઇનામમાં આપવામાં આવેલો રિવોર્ડ વધી ગયો, તેમની પરફોર્મન્સમાં વધારો થયો. પણ જ્યારે બધાના માટે રિવોર્ડનો સમય આવ્યો, ત્યારે વાંદરાઓ વધુ તનાવમાં આવી ગયા.

પરફોર્મન્સમાં તેમના 10 થી 25 ટકા કમી આવી ગઇ હતી, જેકપોર્ટ રિવોર્ડનો આકાર મીડિયમ આકાર વાળા પુરસ્કાર કરતા 10 ઘણો વધુ મોટો હતો.

પિટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, બિહેવિયરના રુપમાં માણસો અને વાંદરોઓ મળતા આવે છે.જે રિસર્ચમાં સાબિત પણ થયુ, વાંદરાઓ પોતાના બિહેવિયર પર પોતે જ નજર રાખે છે, તે પણ સમજ છે કે, તે પોતે કેટલા ખુશ છે અને કેટલા નર્વસ.

 

આ પણ વાંચો: ચોકલેટ ખાવાના શોખિન છો તો થઈ જાઓ સાવધાન…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment