Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeડિફેન્સઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021: ITBP નાં જવાનોએ 19 હજાર ફૂટની ઉંચાઈએ કર્યા યોગા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021: ITBP નાં જવાનોએ 19 હજાર ફૂટની ઉંચાઈએ કર્યા યોગા

International Yoga Day 1
Share Now

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2021) છે. આપણે આ દિવસની ઉજવણી ઘર બેઠા કે અન્ય કોઈ સ્થળ પર મનાવવાના છીએ,ત્યારે ITBP નાં જવાનોએ હિમવર્ષાની વચ્ચે, સખત ઠંડીની વચ્ચે 19 હજાર ફૂટની ઉંચાઈ પર માઈનસ તાપમાનમાં આ યોગ દિવસ ઉજવ્યો છે.

International Yoga Day ..

Image source : ITBP

દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.આ વખતે યોગ દિવસની થીમ કલ્યાણ માટે યોગ છે. વર્ષ 2015માં PM મોદીએ યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. ત્યારે આપણા દેશનાં જવાનોએ ઉત્સાહભેર જોષપુર્વક યોગાસન કર્યા છે.

ભારતની તિબ્બતની સીમા પર આઈ.ટી.બી.પી નાં જવાનોએ યોગઅભ્યાસ કર્યો

જે સ્થળો પર આપણે ઉભા પણ ન રહી શકીયે તેવી જગ્યા પર આઈટીબીપીનાં જવાનોએ યોગ દિવસની ઉજવણી કરી છે.તેઓએ દેશનાં જુદા-જુદા ભાગમાં તૈનાત સ્થળો પર યોગ કર્યા હતા.જેમાં ભારતની તિબ્બતની સીમા પર આઈ.ટી.બી.પીનાં જવાનોએ યોગઅભ્યાસ કર્યો હતો.તેમાં હિમાલયની ઉચ્ચાઈ પર સખત ઠંડીમાં પણ તેઓએ જોશ પુર્વક યોગ અભ્યાસ કર્યો છે.આ ઉપરાંત લદાખ, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં જવાનો અને મહિલા કર્મિઓએ તેમના પરિવારો સાથે મળીને યોગઅભ્યાસ કર્યો હતો.

જુઓ આ વીડીઓ: 19 હજાર ફૂટની ઉંચાઈએ યોગા

50 હજારથી પણ વધુ જવાનોએ કર્યો યોગ

આ ફોર્સનાં લગભગ 50 હજારથી પણ વધુ જવાનોએ લદાખની 19 હજાર ફુટની ઉંચાઈ પર માઈનસ તાપમાનમાં હિમવર્ષાની વચ્ચે યોગ અભ્યાસ કર્યો હતો. કોરોના સંક્રમણનાં કારણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જાહેર સ્થળો પર ઉજવવામાં નહી આવે, પણ આઈ.ટી.બી.પીનાં જવાનોએ એવાં એવાં વિકટ સ્થળો પર યોગ અભ્યાસ કર્યો છે.

જે આપણે કદાચ તે સ્થળ પર કરવાનું વિચારી પણ ન શકીયે. અદમ્ય સાહસ અને શોર્ય સાથે આઈ.ટી.બી.પીનાં જવાનોએ પોતાનાં પશુ પરિવહન એટલે કે ઘોડાઓની ઉપર ચઢીને યોગ અભ્યાસ કરીને બતાવ્યો છે.

ઘોડાઓની ઉપર ચઢીને યોગ અભ્યાસ કર્યો 

ITBP

Image Source: ITBP

તેઓએ આ યોગ અરૂણાચલ પ્રદેશમાં ફોર્સનાં ઘોડાઓની સાથે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તો સાથે જ છત્તીસગઢનાં નક્સલી વિસ્તારોમાં પણ જવાનોએ ઉત્સાહપુર્વક યોગઅભ્યાસ કર્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં પણ જંગલોમાં યોગાભ્યાસ

લદાખમાં તથા અરુણાતલ પ્રદેશમાં બીહડ વર્ષા જંગલો તથા નદીના કિનારા પર યોગઅભ્યાસ કર્યો હતો. કોરોના સંક્રમણને કારણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સાર્વજનિક સ્થળો પર ઉજવણી નહી કરવામાં આવે. અરુણાચલ પ્રદેશમાં દળના પશુ પરિવહન સ્કુલ લોહિતપુરમાં ઘોડાઓ સાથે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત એરિયામાં જવાનોના ઉત્સાહપુર્વક અભ્યાસ યોગભ્યાસ કરવામાં આવ્યો.   

કેમ ઉજવવામાં આવે છે યોગ દિવસ

આજના દિવસની ખાસ વાત એ છે કે, આજનો દિવસ વર્ષમાં સૌથી લાંબો હોય છે, યોગના સતત અભ્યાસથી વ્યક્તિને લાંબુ અને તંદુરસ્ત જીવન મળે છે. જેના કારણે આ દિવસ યોજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જેથી જવાનોએ પોતાને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ રાખવા માટે યોગાસન કર્યા હતા.

 

આ પણ વાંચો:  અલવિદા ફ્લાઈંગ શીખ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment