રાજસ્થાનના જયપુર (Jaipur)માં આવેલી ફાઈવસ્ટાર હોટલ (Fivestar hotel)માં વેપારીના સ્વાંગમા રોકાણ કરી કરોડોની કિંમતની ઘરફોડ ચોરીના રીઢા આંતરરાજ્ય ગેગ (Interstate gang )ના આરોપીને 2 કરોડની કિંમતના સોના (Gold)ના ડાયમંડના ઘરેણાઓ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડયા છે. ઉદયપુર અને જયપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓ ડિટેકટ કરવામાં પોલીસ (Police)ને સફળતા મળી છે. આ બંને ગુનેગારો ફાઈવ સ્ટાર હોટેલો (Hotel)માં યોજાતા લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.
જયપુર પોલીસની બાતમીના આધારે Interstate gang પકડાઇ
આ સમગ્ર મામલાને લઇને ડીસીબીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે દિલ્હી ગેટ પાસેથી શકમંદ આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ (લહાણા) ને પકડી પાડવામાં આવ્યો હતો. જેની પાસેથી પોલીસને 2 કરોડ રૂપીયાના સોનાના ડાયમંડ જડીત ઘરેણાઓ મળી આવ્યા હતાં. પૂછપરછમાં તેણે આ ઘરેણાં રાજસ્થાનની એક ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાણ કરી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જે બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી આરોપીને જયપુર પોલીસને સોપવા તજવીજ શરૂ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch)જયપુર પોલીસ પાસેથી મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સ્કૂલ-બેગમાં 1.98 લાખનું અફીણ લાવનાર 9માં ધોરણનો વિદ્યાર્થી સુરતમાં ઝડપાયો
ફાઈવસ્ટાર હોટલમાં ભીડભાડનો લાભ લઈ ચોરી કરતાં
ફાઇવસ્ટાર હોટલો (Fivestar hotel)મા વેપારી તરીકે તેઓ રોકાતા હતા. તેઓ લગ્ન પ્રસંગ તથા પાર્ટીમાં આવેલા લોકોની ભીડભાડમા ઉભા રહી આવતા જતા મહેમાનો સાથે ભળી જઇ તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી લેતા હતા અને રીસેપ્શન કાઉન્ટર પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેવુ કહીને રુમ નંબરની ચાવી માગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરતો હતો. જો લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફરી ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેવું કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો હતો. લોકર ખોલી તેમાંથી જે કઈ મુદ્દામાલ મળે તે ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતો હતો.
Interstate gang પાસેથી પોલીસે શું કબ્જે કર્યું ?
- સોનાના કંગન ગુલાબના ફુલના ડીઝાઇનવાળા નંગ- ૨
- સોનાનો હાર રાણી ELIZABETH.II 50. DOLLARS 1947 લખેલ ડીઝાઇનવાળો છે. નંગ- ૧
- સાચા કલચર મોતી માળામા સોનાનુ હીરા જડીત પેન્ડલ છે નંગ- ૧
- સોનાનો હીરાજડીત, બ્લલ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનનુ બુટ્ટી સાથેનો સેટ નંગ- ૧
- ડાયમન્ડ જડીત સોનાનો હાર સફેદપોલીશ વાળો નંગ- ૧
- હીરાજડીત સોનાનો પાટલો નંગ- ૧
- સફેદ ધાતુના અમેરીકન ડાયમન્ડ જડીત કંગન નંગ-૨
- સેમસંગ કાંપનીના મોબાઇલ ફોન નંગ- ૨
- રોકડા રૂપિયા ૩૭૯૫૦
સ્કૂલ બેગમાંથી મળ્યુ 2 કિલો જેટલુ અફીણ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4