Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeન્યૂઝઝી-ઈન્વેસ્કોની બબાલ કોર્ટ પહોંચી: પુનીત ગોયનકાને હટાવવા MF હાઉસ મક્કમ

ઝી-ઈન્વેસ્કોની બબાલ કોર્ટ પહોંચી: પુનીત ગોયનકાને હટાવવા MF હાઉસ મક્કમ

Invesco-Zee Dispute Reach NCLT : MF House Firm on EGM to Remove MD Goenka
Share Now

 

મુંબઈ : સુભાષ ચંદ્રાના નેજા હેઠળના ઝી સમૂહમાં ગજગ્રાહ અટકી નથી રહ્યો. ઝી સમૂહની સૌથી મોટી કંપની ઝી એન્ટરટેઈનમેન્ટના સીઈઓ પર સવાલ ઉભા કરનાર કંપનીના સૌથી મોટા રોકાણકાર એક મ્યુચ્યુઅલ હાઉસની સભા બોલાવવાની માંગ(Invesco-Zee Dispute) કંપનીએ નકારી કાઢી હતી. માસ્ટર સ્ટ્રોક માટે વળતો પ્રહાર કરતા કંપનીના બોર્ડે સોની પિક્ચર્સ સાથે ઝી એન્ટરટેઈનમેન્ટના મર્જરની જાહેરાત કરી હતી. ત્યારબાદ આ જ પ્રકારનું ચલણ સમૂહની તમામ કંપનીઓમાં જોવા મળ્યું અને ઝી લર્ન, ડિશ ટીવીમાં પણ કંપનીના ટોચના અધિકારીઓને પદથી દૂર કરવા ઈજીએમ બોલાવવા અરજીઓ થઈ હતી પરંતુ ઝી સમૂહે રોકાણકારોની માંગને નકારી કાઢી છે.

Invesco India Business Issue

Invesco-Zee Dispute

જોકે હજી પણ ઈન્વેસ્કો આ મુદ્દે ઢીલું છોડવા તૈયાર નથી. આખરે ઝી એન્ટરટેઈનમેન્ટના સૌથી મોટા રોકાણકાર ઇન્વેસ્કોએ(Invesco-Zee Dispute) કાયદાકીય લડાઈનો સહારો લીધો છે. ઝી એન્ટરટેઈનમેન્ટને ઇન્વેસ્કો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં લઇ ગયું છે .ઇન્વેસ્કોની માંગ છે કે કંપની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટીંગ (EGM) બોલાવે અને એમડી પુનીત ગોયનકાને બહાર કરે.

એનસીએલટીની મુંબઈ બ્રાંચમાં આ કેસની સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી છે. ઇન્વેસ્કો વતી ધ્રુવ લીલાધર એન્ડ કંપની આ મામલે વકીલાત કરી રહી છે, જયારે ઝી એન્ટરટેઈનમેન્ટ વતી ટ્રાઈ લીગલ વકીલાત કરી રહી છે.

આ પણ વાંચો  : વિશ્વની સૌથી મોટી વીમા કંપનીએ વધાર્યા પ્રીમિયમ રેટ્સ, તમને શું અસર થશે?

શું છે નિયમ ?

નિયમ અનુસાર જો કોઈ કંપની કોઈ કંપનીમાં ૧૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતી હોય અને EGM બોલાવવા માટે નોટિસ આપે તો કંપનીએ ૩ સપ્તાહની અંદર ઈજીએમ બોલાવવી પડે.

ઝી એન્ટરટેઈનમેન્ટમાં ઇન્વેસ્કોની ૧૮ ટકા હિસ્સેદારી છે. ઇન્વેસ્કોએ કોર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ઉઠાવીને ઈજીએમ બોલાવવાની માંગ કરી છે. ઇન્વેસ્કોએ પહેલા ૧૧ સપ્ટેમ્બરના રોજ ઈજીએમ માટે નોટિસ આપી હતી. ઝીને આ નોટિસ ૧૨ સપ્ટેમ્બરે મળી હતી. જેના અનુસાર ૨ ઓક્ટોબર સુધો ઈજીએમ બોલાવવી પડે.જો ઝી એન્ટરટેઈનમેન્ટ EGMની તારીખ જાહેર કરવામાં નિષ્ફળ રહે તો ઇન્વેસ્કો જાતે જ મીટીંગની તારીખ જાહેર કરી શકે છે.

Sony-Zee Deal, Zee EGM, MD Punit Goenka, National Company Law Tribunal

ઇન્વેસ્કોએ જે દિવસે ઈજીએમ બોલાવવા માટે નોટિસ આપી હતી તે જ દિવસે ઝી એન્ટરટેઈનમેન્ટના બે સ્વતંત્ર ડાયરેકટરોએ રાજીનામું આપી દીઘું હતું. ૨૨ સપ્ટેમ્બરના રોજ ઝી બોર્ડે એ પણ કહ્યું હતું કે સોની પિક્ચર્સ સાથે મર્જ કરી રહ્યું છે. આ મર્જરને આગામી ૯૦ દિવસમાં પૂર્ણ કરાશે.ત્યાં સુધી મર્જર સબંધિત પ્રક્રિયા પર કામ થશે.

Zee કેમ EGMથી દૂર ભાગે છે ?

EGMમાં ઇન્વેસ્કો શેરધારકોને ઝી એન્ટરટેઈનમેન્ટના એમડી પુનીત ગોયનકાને હટાવવા માટે મતદાન યોજવાની પણ માંગ કરી શકે છે. આ ઉપરાંત ૬ નવા સ્વતંત્ર નિર્દેશકોને ઝી ગ્રુપના બોર્ડમાં નિયુક્ત કરવા માટે પણ વોટિંગની માંગ કરી શકે છે. જો કે જાણકારોના જણાવ્યા અનુસાર એનસીએલટીમાં ઇન્વેસ્કો માટે મામલો ઉલટો પણ પડી શકે છે.

ઉદાહરણ તરીકે જો એનસીએલટી નિર્ણય આપે કે આ મામલાની પછીથી સુનાવણી કરીશું અને જો તેમાં સમય વધુ લાગે તો ઝી એ પણ કહી શકે છે તે EGM બોલાવવા તૈયાર હતી પણ એનસીએલટીમાં મેટર જવાથી ઈજીએમ ના બોલાવી જેથી જ્યાં સુધી એનસીએલટીનો નિર્ણય નહિ આવે ઝી મામલાને ટાળી શકે છે.

આ પણ વાંચો  : SACRED Portal: નિવૃત્ત લોકોને મળશે નોકરી, જલ્દી કરાવો આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન

કોની પાસે કેટલી હિસ્સેદારી ?

ઝી એન્ટરટેઇનમેન્ટમાં પ્રમોટર્સની હિસ્સેદારી માત્ર ૪.૭૭ ટકા છે. ફંડ હાઉસ અને અન્ય રોકાણકારોની હિસ્સેદારી 95.૨૩ ટકા છે.જેમાં મ્યુચ્યુઅલ ફંડ પાસે ૩.૭૭ ટકા, વિદેશી રોકાણકારો પાસે ૬૭.૭૨ ટકા અને એલઆઈસી પાસે ૪.૮૯ ટકા હિસ્સો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્લોબલ એસેટ મેનેજમેન્ટ કંપની હોવાના લીધે ઇન્વેસ્કો,વિદેશી રોકાણકારોને પોતાના પક્ષમાં લાવી શકે છે.જેથી અ ડીલમાં હવે પેચ ફસાઈ શકે છે.

ઈન્વેસ્કો શું ઈચ્છે છે ?

અત્રે એ ઉલ્લેખનીય છે કે જુલાઈ ૨૦૧૯માં ઇન્વેસ્કોએ કંપનીમાં ૧૧ ટકા હિસ્સેદારી ખરીદવા ઝી એન્ટરટેઈનમેન્ટના પ્રમોટર્સ સાથે ડીલ કરી હતી. આ સોદો ૪૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબે ૪૨૨૪ કરોડ રૂપિયામાં થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્વેસ્કોના બળવા બાદ જ ઝી ગ્રુપના સંસ્થાપક સુભાષ ચંદ્રાએ સોનીનો સંપર્ક કર્યો હતો.

Sony-Zee Merger, Zee-Invesco Issue

ઇન્વેસ્કો પોતાના રોકાણ પર ૩૦ થી ૪૦ ટકા ફાયદો ઈચ્છે છે. તેણે ઝી એન્ટરટેઇનમેન્ટમાં ૪૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબે નાણાંનું રોકાણ કર્યું હતું અપેક્ષા અનુસાર રીટર્ન માટે તે ૫૦૦ થી ૫૫૦ પ્રતિ શેરના હિસાબે પોતાનો હિસ્સો વેચવા તૈયાર છે આ જ બાબતે બંને વચ્ચે વિખવાદ(Invesco-Zee Dispute) થયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્વેસ્કોને સોની પિક્ચર્સ સાથે ઝીની ડીલથી કોઈ સમસ્યા નથી પણ ઇન્વેસ્કો ઈચ્છે છે કે કોર્પોરેટ ગવર્નન્સ સંદર્ભે જે બાબત છે તે(Invesco-Zee Dispute) પહેલા ઉકેલવામાં આવે જેના માટે ઝી એન્ટરટેઇનમેન્ટે પહેલા EGM બોલાવવી પડે. આ EGMમાં ઇન્વેસ્કો કાયદાકીય રીતે પુનીત ગોયનકાને હટાવવાના પ્રયાસ કરશે.

આ પણ વાંચો  : જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘરનું વેચાણ 113% વધ્યું, નવા લોન્ચિંગ ડબલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment