વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી છે. RBIની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે.
With the RBI Retail Direct Scheme, small investors in the country have got a safe medium of investment in government securities. With Reserve Bank- Integrated Ombudsman Scheme, 'One Nation, One Ombudsman System' has taken shape in the banking sector today: PM Modi pic.twitter.com/QFFjsH4TOc
— ANI (@ANI) November 12, 2021
રિટેલ ડાયરેક્ટ સ્કીમ
હાલ કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકે છે. માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે.RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. સ્કીમની જાહેરાત કરતા RBIના ગવર્નર શક્તિકાંત દાસે એને મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારો ગણાવ્યો હતો.
રિટેલ ડાયરેક્ટ સ્કીમ
હાલ કોઈ પણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકતા નથી. માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા આમ રોકાણકારો પણ ગરર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે. એટલે કે તમને રોકાણ માટે નવું માર્કેટ મળશે.
ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ
રિઝર્વ બેન્ક ઈન્ટીગ્રેટેડ સ્કીમ(RBI-IOS)નો ઉદેશ્ય ફરિયાદ નિવારણ તંત્રમાં વધુ સુધારો કરવાનો છે. સ્કીમ દ્વારા કેન્દ્રીય બેન્કની વિનિયમિત સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોનું સામાધાન સારી રીતે કરી શકાશે. સ્કીમની સેન્ટ્રલ થીમ વન નેશન વન ઓમ્બડ્સમેન પર આધારિત છે.
આ પણ વાંચો : વલસાડમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત, મ્યૂઝિક વ્યવસાય સાથે સંકળાયેલા પતિ-પત્નીનું સ્થળ પર મોત
RBIનું મહત્વપૂર્ણ કામ: વડાપ્રધાન
લોન્ચિંગ સમયે પીએમ મોદીએ કહ્યું કે આ મહામારી દરમિયાન આરબીઆઈએ પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે કહ્યું કે દેશના વિકાસમાં RBI ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વડા પ્રધાને કહ્યું કે સામાન્ય લોકોની સુવિધા વધારવા માટે RBIએ સતત ઘણા પગલાં લીધાં છે.
વડાપ્રધાને કહ્યું કે, આ યોજનાઓ દ્વારા નાના રોકાણકારોના રોકાણનો વ્યાપ વિસ્તારવામાં આવશે. કેપિટલ માર્કેટમાં પ્રવેશ વધુ સરળ અને સુરક્ષિત બનશે. આનાથી સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવાની રીત સરળ અને સલામત બનશે. તેમણે કહ્યું કે વન નેશન અને વન ઓમ્બડ્સમેન આકાર લઈ ચૂક્યો છે.
નાના રોકાણકારોનો સહયોગ ઉપયોગી બનશે: વડાપ્રધાન
વડાપ્રધાને કહ્યું કે નાનામાં નાના રોકાણકારનો સહયોગ આજના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે. અત્યાર સુધી, સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં મધ્યમ વર્ગ, વરિષ્ઠ નાગરિકો અને જેમની પાસે નાની બચત છે તેમણે મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા માર્ગો અપનાવવા પડતા હતા. હવે તેમને સુરક્ષિત રોકાણનો માર્ગ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આનાથી નાના રોકાણકારોને સલામતીની ખાતરી મળશે. નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર વધુ સારું વળતર મેળવવાની તક મળશે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આ સામાન્ય લોકો અને સરકારનો સામૂહિક પ્રયાસ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4