(IPL-RCB)
IPLને શરૂ થવામાં હવે ૩ અઠવાડિયાની વાર છે, ત્યારે RCBએ પોતાની ટીમનો કેપ્ટન કોણ હશે તે જાહેરાત નથી કરી. IPLની RCB સિવાયની બાકી બધીજ ટીમોએ પોતાના કેપ્ટન કોણ હશે તેની અગાઉ જ જાહેરાત કરી દીધી છે. જ્યારે RCBએ પોતાની ટીમનો કેપ્ટન કોણ હશે તે હજુ સુધી તેમના દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. જોકે રિપોર્ટ્સ અનુસાર RCB પણ હવે ટૂંકજ સમયમાં ટીમનો કેપ્ટન કોણ હશે તે બહાર પાડશે.
Captaincy (Image Credit-Google)
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને RCBનાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જ્યારે હવે ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે ત્યારે આ ટીમનો કેપ્ટન કોણ હશે તે બાબતે RCBનાં ચાહકોમાં કુતૂહલતા જાગી છે. ચાહકો પણ ટીમનો કેપ્ટન કોણ હશે તે બાબતે તેઓ રાહ જોઈ રહ્યા છે. આ વખતેની નવી ૨ ટીમોએ પણ પોતાના કેપ્ટન કોણ હશે તેની જાહેરાત કરી દીધેલી છે, પણ RCBએ હજુ આ વિશે કોઈ વાત બહાર પાડી નથી.
કોણ બની શકે છે ટીમનો કેપ્ટન (IPL-RCB) ?
(IPL-RCB)
આ પણ વાંચો: અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ની નવી રિલિઝ ડેટ જાહેર!
સોશિયલ મીડિયામાં ચાહકો એવી અટકળો લગાવી રહ્યા છે કે સાઉથ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન અને CSKનો પૂર્વ ખેલાડી ફાફ-ડુ-પ્લેસીસ RCBનો કેપ્ટન બની શકે છે. જ્યારે બીજું સૌથી ચર્ચાતું નામ હોય તો તે છે ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલ! ફાફ-ડુ-પ્લેસીસએ સાઉથ આફ્રિકાની કેપ્ટન્સી કરેલી છે. એટલે એની પાસે આ પદ માટેનો અનુભવ છે. આ પદ માટે જો બીજું સૌથી વધુ નામ ચર્ચાતું હોય તો તે ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલનું છે! ગ્લેન મેક્સવેલે ગત IPL સિઝનમાં RCB તરફથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેનાં કારણે તે આ વર્ષે રીટેન થયો છે. ગ્લેન મેક્સવેલ ઘણો અનુભવી ખેલાડી છે, અને તેણે ૨૦૧૭માં કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટન્સી સંભાળી હતી. જેમાં તે વખતે પંજાબની ટીમ ૫માં સ્થાન પર રહી હતી. અને ત્રીજું જો નામ ચર્ચાતું હોય તો તે દિનેશ કાર્તિકનું છે. દિનેશ કાર્તિક એક અનુભવી બેટ્સમેન અને કેપ્ટન પણ છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુની કેપ્ટન્સી સંભાળી હતી. અને ટીમને વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુસ્તાક અલીમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે IPLમાં તે KKRનો કેપ્ટન હતો. ૨૦૧૮માં તેણે KKRને પ્લે-ઓફ સુધી પહોંચાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ આ ૩ મુખ્ય નામ અત્યારે ચાહકોમાં ગુંજી રહ્યા છે.
વધુ માહિતી માટે જોડાયેલા રહો OTT INDIA સાથે..