અમદાવાદ : ભારતીયો માટે દિવાળી એટલેકે કમાણી અને ઉજાણીનો અવસર. જોકે હાલ ભારતીય શેરમાર્કેટમાં દિવાળી જેવો જ માહોલ છે. રોજબરોજ શેરબજારમાં નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર જ જોવા મળી રહ્યાં છે અને આ જ તેજીના બુલરનમાં બેંચમાર્ક અને બ્રોડર ઈન્ડેકસની સાથે વિવિધ ક્ષેત્રની કંપનીઓના આઈપીઓ(IPO Frenzy Indian Market) પણ ધૂમ મચાવી રહ્યાં છે.
જોકે આ વર્ષની દિવાળી શેરબજારના ખેલાડીઓ માટે વધુ રોચક અને લાભકારક રહેવાના સંકેત મળી રહ્યાં છે. દિવાળી ટાણે ભારતીય બજારમાં અંદાજે 30 કંપનીઓ આઈપીઓ સાથે માર્કેટમાં ઉતરી શકે છે. આગામી સમયમાં આ આંકડો હજી પણ વધી શકે છે.
IPO Frenzy Indian Market
વર્તમાન વર્ષ IPOની દ્રષ્ટિએ ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં પણ જાહેર ઓફર લાવનારી કંપનીઓની લાંબી કતાર લાગેલ છે. મર્ચન્ટ બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું છે કે બજાર(IPO Frenzy Indian Market)માંં ઓછામાં ઓછી 30 કંપનીઓ આઈપીઓ દ્વારા 45,000 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. સેબી પાસે જમા થયેલ દસ્તાવેજો અનુસાર અંદાજે 30 કંપનીઓ અંદાજે 45,000 કરોડનું ભંડોળ એકત્ર કરી શકે છે.
જોકે રસપ્રદ વાત એ છે કે આ તમામ આઈપીઓની યાદી વચ્ચે ટેક્નોલોજીને લગતી કંપનીઓની સંખ્યા વધુ છે. ફૂડ ડિલિવરી કંપની Zomatoના સફળ IPOએ આધુનિક ટેક કંપનીઓને IPO દ્વારા ભંડોળ મેળવવા માટે ભારતીય બજારમાં પ્રોત્સાહિત(IPO Frenzy Indian Market) કર્યા છે. એન્જલ વનના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ (ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ) જ્યોતિ રોયે જણાવ્યું હતું કે ઝોમેટો જેવી કંપનીઓ સામાન્ય રીતે પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ પાસેથી ભંડોળ એકત્ર કરે છે અને આઇપીઓએ નવા જમાનાની ટેક કંપનીઓ માટે ભંડોળનો નવો સ્ત્રોત ખોલ્યો છે.
આ પણ વાંચો : FDથી વધુ વ્યાજ આપે છે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ
પૈસા એકઠા કરવા જાહેર બજાર(IPO Frenzy Indian Market)માં આવનાર કંપનીઓની સંભવિત આ યાદીમાં નીચે જણાવેલ દિગ્ગજ નામો શામેલ છે.
ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આઇપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાની અપેક્ષિત કંપનીઓમાં પોલિસીબજાર (રૂ. 6,017 કરોડ), એમક્યુર ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 4,500 કરોડ), નાયકા (રૂ. 4,000 કરોડ), સીએમએસ ઇન્ફો સિસ્ટમ્સ(2000 કરોડ), મોબીક્વિક સિસ્ટમ્સ (રૂ. 1,900 કરોડ) છે.
આ સિવાય નોર્ધન આર્ક કેપિટલ (રૂ. 1,800 કરોડ), એક્સિગો (રૂ. 1600 કરોડ), સૈફાયર ફૂડ્સ (રૂ. 1500 કરોડ), ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્ક (રૂ. 1,330 કરોડ), સ્ટરલાઇટ પાવર (રૂ. 1,250 કરોડ), રેટગેન ટ્રાવેલ ટેકનોલોજી (રૂ. 1200 કરોડ) અને સુપ્રિયા લાઈફસાઈન્સ પણ (1200 કરોડ રૂપિયા) એકત્ર કરવાની તૈયારીમાં છે.
IPO બજાર પર એક નજર
આ વર્ષે અત્યાર સુધીમાં 40 કંપનીઓએ IPO મારફતે કુલ 64,217 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.
આદિત્ય બિરલા સન લાઇફનો આઇપીઓ 29 મી સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. કંપની આ IPO થકી 2778 કરોડ એકત્ર કરશે. ટ્રેડસ્માર્ટના સીઈઓ વિકાસ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “શેરબજાર નવી ઉંચાઈઓ સ્થાપિત કરી રહ્યું છે અને પ્રાથમિક બજારમાં સારા પ્રતિસાદ સાથે ઘણી કંપનીઓ જાહેર ઓફર દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના સાથે આગળ વધી રહી છે.
આ પણ વાંચો : ભારતીય શેરમાર્કેટને કેમ કહેવાય છે દલાલ સ્ટ્રીટ ? આ નામ પાછળ છુપાયેલો છે રોચક ઈતિહાસ
આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં છે ઘર ખરીદવાનો પ્લાન ? 10 વર્ષમાં સૌથી ઓછા વ્યાજદર ઓફર કરી રહી છે બેન્ક-NBFCs
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4