મુંબઈ : છેલ્લાં ૧૨ મહિનામાં ઘણી બધી કંપનીઓ પબ્લિક ઓફર(IPO Market Boom) લઈને આવી હતી અને જેમાં રીટેલ રોકાણકારો (Investors)એ ઘણો બધો રસ દાખવ્યો હતો.ગત વર્ષમાં ૪૩ કંપનીઓ આઈપીઓ લાવી હતી.આ ટ્રેન્ડ ચાલુ વર્ષે પણ ચાલુ છે અને અત્યાર સુધી ૪૦ કંપનીઓ લીસ્ટીંગ (Share Market Listing) થઇ ચુકી છે.જો કે ડેટાથી જાણકારી મળે છે કે આઈપીઓ (IPO) થકી એકત્ર કરાયેલા ફંડનો મોટો હિસ્સો પ્રમોટરની હોલ્ડીંગ ઓછી કરવા અથવા સંસ્થાગત રોકાણકારો (Institutional Investors)ની ભાગીદારી ઘટાડવા માટે હતું.
IPO Market Boom
ગત વર્ષના ઓગસ્ટથી ચાલુ વર્ષના જુલાઈ સુધીમાં પબ્લિક ઓફર થકી કંપનીઓએ કુલ ૭૧૯૩૨ કરોડ રૂપિયા હાંસલ કર્યા છે. જેમાંથી ૫૨ ટકા ઓફર ફોર સેલ હતા. રેલીગેયર બ્રોકિંગના વાઈસ પ્રેસીડન્ટ અજીત મિશ્રાએ કહ્યું છે કે આ ચેતવણીનો સંકેત ના હોવો જોઈએ કારણ કે પ્રમોટરો બજારમાં તેજીનો ફાયદો ઉઠાવવા ઈચ્છતા હોય છે. જો લીસ્ટીંગ બાદ પણ પ્રમોટરો હિસ્સેદારી ધટાડે છે તો નકારાત્મક સંકેત હોય શકે છે.
આ પણ વાંચો : ભારતીય રેલવેના કર્મચારી હશે યુનિફોર્મમાં, રેલવે બોર્ડે કર્યો આ નિર્ણય
શેરબજારના નિષ્ણાતનું કહેવું છે કે પ્રમોટર માટે આ કંપનીમાં હિસ્સેદારી વેચવાનો (Stake Sale) સારો મોકો છે કારણ કે મોટાભાગના આઈપીઓની લીસ્ટીંગ પ્રીમીયમ (Premium)પર થઇ છે.જો કે રીટેલ રોકાણકારોને પબ્લિક ઓફર ભરવા મામલે સાવધાની રાખવી જોઈએ.
જો પ્રમોટર્સ મોટો હિસ્સો વેચે તો રોકાણકારોને તેનું કારણ શોધવાના પ્રયાસ કરવો જોઈએ. પ્રમોટરોની (Promoters) હિસ્સેદારી ઉપરાંત રોકાણકારોને કંપનીની નાણાંકીય સ્થિતિ અને સેક્ટર માટે સંભાવનાઓ પણ જોવી જોઈએ.
આ પણ વાંચો : મોબાઈલની લત અને સ્ક્રીન ટાઈમ વધતા હવે બાળકોને શાળામાં બેસવામાં તકલીફ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4