(Iraq) ઈરાકમાં ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ટોચના નેતાની અટકાયત કરી છે. આ આતંકી લાંબા સમયથી અલ-કાયદાના સરહદ પારના ઓપરેશનનો સભ્ય હતો. જેણે ઈરાકે અટકાયત કરી છે.
(Iraq) ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીએ (Mustafa al-Kadhimi) ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ધરપકડ કરેલા વ્યક્તિની ઓળખ સામી જસિમ (Sami Jasim) તરીકે થઈ છે. આ આતંકવાદી અબુ બકર અલ-બગદાદીના (Abu Bakr al-Baghdadi) શાસનમાં રહેતા સમયે IS ના નાયબ નેતા તરીકે કામ કરતો હતો.
While our ISF heroes focused on securing the elections, their INIS colleagues were conducting a complex external operation to capture Sami Jasim, who was in charge of Daesh finance, and a deputy of Abu Bakr Al-Baghdadi.
Long live Iraq, and our brave heroes.— Mustafa Al-Kadhimi مصطفى الكاظمي (@MAKadhimi) October 11, 2021
અલ-કાદિમીએ આતંકવાદીને પકડવા માટે ઇરાકી દળોના ઓપરેશનને સૌથી મુશ્કેલ ક્રોસ બોર્ડર ઇન્ટેલિજન્સ ઓપરેશન ગણાવ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના (U.S. State Department) રિવોર્ડ્સ ફોર જસ્ટિસ કાર્યક્રમમાં જસિમ પર 5 મિલિયન ડોલર એટલે કે, 37 કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.
Mustafa Al Kadhimi Prime Minister of Iraq
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ આતંકવાદી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી કામગીરી માટે નાણાં વ્યવસ્થાપનમાં સહાયક તરીકે પણ કામ કરતો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, જસિમે 2014 માં દક્ષિણ મોસુલમાં આઈએસના ડેપ્યુટી તરીકે કામ કર્યું હતું. કથિત રીતે આતંકવાદી ISના નાણામંત્રી તરીકે ફરજ બજાવતો હતો. તે તેલ, ગેસ, પ્રાચીન વસ્તુઓ અને ખનીજોના ગેરકાયદે વેચાણમાંથી મળતા નાણાં પર નજર રાખતો હતો.
આતંકીને થોડા દિવસો પહેલા ઈરાક લવાયો
ઇરાકી ગુપ્તચર અધિકારીઓએ (Iraqi intelligence) મુજબ, જસીમની વિદેશમાં અટકાયત કરવામાં આવી હતી અને તેને થોડા દિવસો પહેલા ઇરાક લાવવામાં આવ્યો હતો. જસિમે ઈરાકના નેતા અબુ મુસાબ અલ-ઝરકાવી સાથે અલ-કાયદામાં કામ કર્યું હતું. અબુ મુસાબ અલ-ઝરકાવી જોર્ડનનો આતંકવાદી હતો. જે 2006 માં ઈરાકમાં અમેરિકાના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
આતંકવાદી 2015માં ગયો હતો સીરિયા
આતંકવાદી સામી જસિમે ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ હેઠળ વિવિધ સુરક્ષા ચોકીઓ પર આતંકવાદી પ્રવૃત્તિઓ કરી હતી. તે જ સમયે, જ્યારે અલ-કાયદાની એક શાખા ઇસ્લામિક સ્ટેટે 2014માં ખિલાફતની ઘોષણા કરી, ત્યારે જસિમ 2015માં સીરિયા ગયો. ત્યારબાદ તે ઉગ્રવાદી જૂથના નેતા અબુ બકર અલ-બગદાદીનો નાયબ બન્યો. 2019માં અલ-બગદાદી ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાની આગેવાની હેઠળના દરોડામાં માર્યો ગયો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઓપરેશનનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4