ઈરાકમાં રવિવારે સવારે મોટા આત્મઘાતી હુમલાના સમાચાર આવ્યા હતા. આ હુમલામાં ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાદિમીને નિશાન બનાવવામાં આવ્યા હતા, ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીના ઘર પર રવિવારે વહેલી સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ હુમલામાં તેઓ બચી ગયા હતા. ઇરાકી સૈન્યએ જણાવ્યું કે આજે સવારે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને બગદાદમાં પીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ PM કદીમીની હત્યાનો પ્રયાસ હતો. આ હુમલામાં વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત 6 લોકો ઘાયલ થયા છે.
વડાપ્રધાન સુરક્ષિત છે
બગદાદના ગ્રીન ઝોનમાં વડાપ્રધાનના નિવાસસ્થાન પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. તે જાણીતું છે કે આ ઝોનમાં ઘણી સરકારી ઇમારતો અને વિદેશી દૂતાવાસો છે. કદીમીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન સુરક્ષિત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી.
અમારા વીર સુરક્ષા દળોની અડગતા અને આગ્રહમાં એક વાળ પણ વાંકો કરી શકશે નહીં
— Mustafa Al-Kadhimi مصطفى الكاظمي (@MAKadhimi) November 7, 2021
હુમલા બાદ પ્રધાનમંત્રી અલ કદીમીનું નિવેદન આવ્યું હતું કે હું ઇરાક અને ઇરાકના લોકો માટે એક મહત્વનો માણસ હતો અને હજુ પણ છું. વિશ્વાસઘાતની મિસાઇલો મારામાં વિશ્વાસ મૂકનાર લોકોને નિરાશ કરશે નહીં, અને લોકોની સુરક્ષા જાળવવા માટે અમારા વીર સુરક્ષા દળોની અડગતા અને આગ્રહમાં એક વાળ પણ વાંકો કરી શકશે નહીં, ઈરાકી લોકોના અધિકાર પ્રાપ્ત થાય અને કાયદો સ્થાપિત થાય એ જ મારો પ્રયત્ન રહેશે.હું ઠીક છું, મારા લોકોનો અને ભગવાનનો આભાર, અને હું શાંતી અને નિયંત્રણ માટે લોકોને હાકલ કરું છું.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા
‘વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સંભળાયો’
રોઇટર્સના અહેવાલ મુજબ, બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે કદીમીના ઘર પર ઓછામાં ઓછો એક હુમલો થયો હતો. PM આવાસની બહાર સુરક્ષામાં તૈનાત 6 સભ્યો ઘાયલ થયા છે. ગ્રીન ઝોનમાં ઉપસ્થિત પશ્ચિમી રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે તેઓએ વિસ્ફોટ અને ગોળીબારના અવાજ સાંભળ્યા હતા.
સંસદીય ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો
ઈરાકના પીએમ આવાસ પર હુમલો એવા સમયે થયો છે જ્યારે દેશમાં ગયા મહિને યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો લાગ્યા છે. શુક્રવારે જ બગદાદના ગ્રીન ઝોન વિસ્તારની બહાર કેમ્પ કરી રહેલા ઈરાની તરફી શિયા લડવૈયાઓના સમર્થકો અને રમખાણ વિરોધી પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી, જે પાછળથી હિંસક બની ગઈ હતી.
હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત
આ હિંસામાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગના ઈરાક સુરક્ષા દળના સભ્યો હતા. પ્રદર્શંકારીઓએ સંસદીય ચૂંટણીમાં મળેલી હારને નકારી દીધી છે. ચૂંટણીમા ઈરાન સમર્થક લડવૈયાઓને સૌથી વધુ હારનો સામનો કરવો પડ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4