Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઑટો & ગેજેટ્સIRCTC પર હવે કરી શકશો લક્ઝરી ક્રૂઝનું બુકિંગ, જાણો શું છે પ્લાન અને ભાડું

IRCTC પર હવે કરી શકશો લક્ઝરી ક્રૂઝનું બુકિંગ, જાણો શું છે પ્લાન અને ભાડું

IRCTC Cruise Service: Booking service Started from Mumbai to these places: Know Fare, itinerary and other details
Share Now

મુંબઈ : આજદિન સુધી ભારતીય રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગ IRCTC પર કરતા હતા. જોકે હવે આ નેક્સટ જનરેશન ઈ-ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દેશના લક્ઝરી ક્રૂઝ(IRCTC Cruise Service)નું પણ બુકિંગ આગામી ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહ્યું છે.

IRCTC Cruise Service

Cordelia Cruise IRCTC Booking

એક અહેવાલ અનુસાર હવે આઈઆરસીટીસી પર લક્ઝરી ક્રૂઝનું બુકિંગ કરવામાં આવશે. આ માટે IRCTCએ કોરડેલિયા ક્રૂઝ (CORDELIA CRUISES) સાથે કરાર કર્યા છે. આ ડીલ અંતર્ગત પ્રથમ વૈભવી ક્રૂઝ મુંબઈથી ગોવા સુધી દોડશે. આ વૈભવી ક્રૂઝ સેવા મુંબઈ-ગોવા, કોચી-લક્ષદીપ, ચેન્નઈથી કોલંબો સુધી કાર્યરત રહેશે. લોકપ્રિય સ્થળ માટે બુકિંગ ટૂંક સમયમાં શરૂ થશે. IRCTC તમામ મોટી ક્રુઝ કંપનીઓ સાથે બિઝનેસ પ્લાન શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે.

ક્યારથી શરૂ થશે સેવા ?

પ્રથમ લક્ઝરી ક્રૂઝ 6 સપ્ટેમ્બરના રોજ રવાના થશે. આ માટે તમે www.irctctourism.com પર બુકિંગ કરાવી શકો છો.

આ પણ વાંચો  : LICની આ સ્કીમમાં કરો માત્ર 200 રૂપિયાનું રોકાણ, પાકતી મુદતે મળશે 28 લાખનું વળતર

શેરભાવમાં પણ તેજી

આ અહેવાલ(IRCTC Cruise Service) બાદ કંપનીના શેરમાં પણ સ્પાઈક આવ્યો હતો. IRCTCનો શેર એનએસઈ પર ઈન્ટ્રાડેમાં રૂ. 2897નો હાઈ બતાવીને દિવસના અંતે 1.34%, 38.05 રૂપિયા વધીને 2868 પર બંધ આવ્યો છે.

IRCTCના શેર આ લેવલેથી બમણા થવાની ધારણા 

આપને જણાવી દઈએ કે 30 જૂન, 2021ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 82.5 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. કોરોનાના કારણે લોકડાઉન લદાતા ભારતીય રેલવેની કેટરિંગ અને પર્યટન શાખાને ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 24.60 કરોડનું નુકસાન થયું હતું.

30 જૂન, 2021ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 85.4 ટકા વધીને 243.4 કરોડ રૂપિયા રહી હતી. આ ત્રિમાસિકમાં IRCTCનું EBITDA રૂ. 111.5 કરોડ રહ્યું છે. તે જ સમયે ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીને EBITDA લેવલે રૂ. 43.9 કરોડની ખોટ થઈ હતી.

IRCTC Cruise Service

અત્રે ઉલ્લેખનીય છે કે IRCTCએ નાના રોકાણકારોને ધ્યાનમાં રાખીને કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટાડવાની એટલેકે સ્પ્લિટ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ 10 રૂપિયાની ફેસવેલ્યુ વાળા શેરને 2 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની ફેસવેલ્યુમાં રૂપાંતરિત કરવા ગત બોર્ડ બેઠકમાં મંજૂરી આપી હતી.

શું છે પેકેજનો ભાવ ?

પ્રથમ તબક્કામાં ક્રૂઝનો મુંબઈથી શરૂ થશે અને તે સમગ્ર ભારતમાં પ્રવાસ કરશે.

 

IRCTC દ્વારા શરૂ થયેલ ક્રૂઝ સેવાઓ વિશેની જરૂરી માહિતી નીચે મુજબ છે :

  • લક્ષદીપ માટે ક્રૂઝ
  • સમયગાળો: 5 રાત અને 6 દિવસ
  • પ્રસ્થાન તારીખ: 20 સપ્ટેમ્બર
  • પેકેજ રૂ.23,467થી શરૂ થાય છે

આ પણ વાંચો  : Go Airને શેરબજારમાં ઉડવાની મંજૂરી: SEBIની 3600 કરોડના IPOને લીલીઝંડી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment