Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝભગવાન રામ લલ્લાના દર્શન કરાવશે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર, IRCTC આજથી શરૂ કરશે ટ્રેન

ભગવાન રામ લલ્લાના દર્શન કરાવશે ‘શ્રી રામાયણ યાત્રા’ ટૂર, IRCTC આજથી શરૂ કરશે ટ્રેન

RAMAYAN TRAIN
Share Now

IRCTC એ શરૂ કરી એક એવી ટ્રેન કે જેનાથી રામભક્તો ખુશખુશાલ થાય જશે. છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી વચ્ચે ટ્રેનો બંધ હતી પરંતુ હવે કે નવી જ સ્પેશ્યલ ટ્રેન શરૂ થશે રામભગવાનના શ્રદ્ધાળુઓ માટે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા શ્રી રામાયણ યાત્રાની પ્રવાસ (Shri Ramayana Yatra Tours)શ્રેણીનું આયોજન કર્યું છે, જેમાં COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનો દ્વારા ઘરેલુ પર્યટન ફરી શરૂ કરવામાં આવશે. IRCTCએ કહ્યું કે, આજથી આવો એક પ્રવાસ શરૂ થશે. 7મી નવેમ્બરે દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થનારી પ્રથમ પ્રવાસ ભગવાન રામના જીવન સાથે સંકળાયેલા તમામ મુખ્ય સ્થળોની યાત્રાને આવરી લેવાશે.

શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ શેડ્યૂલ અને સ્ટોપેજ

IRCTC RAAYAN TRAIN આ ટ્રેનનો પહેલો સ્ટોપ અયોધ્યા હશે જ્યાં પ્રવાસીઓ નંદીગ્રામમાં ભારત મંદિર ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન મંદિરની મુલાકાત લેશે. આગામી મુકામ બિહારમાં સીતામઢી હશે અને સીતાનું જન્મસ્થળ અને જનકપુરમાં રામ-જાનકી (Ram-Janki Temple) મંદિરની સડક માર્ગે મુલાકાત લેવામાં આવશે.

આ પછી ટ્રેન વારાણસી માટે રવાના થશે અને પ્રવાસીઓ રોડ માર્ગે વારાણસી, પ્રયાગ, શૃંગવરપુર અને ચિત્રકૂટના મંદિરોની મુલાકાત લેશે. વારાણસી, પ્રયાગ અને ચિત્રકૂટમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનનો હોલ્ટ નાશિક હશે, જેમાં ત્ર્યંબકેશ્વર મંદિર અને પંચવટીના દર્શન થશે. નાસિક પછી, આગામી મુકામ હમ્પી હશે જે કૃષિકિંડાનું પ્રાચીન શહેર છે. રામેશ્વરમ આ ટ્રેનની મુસાફરીનું છેલ્લું સ્ટોપ હશે જે પછી ટ્રેન તેની મુસાફરીના 17માં દિવસે દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં મહેમાનો લગભગ 7500 કિમીની મુસાફરી કરશે.

અન્ય પેકેજોમાં 12 રાત/13 દિવસની શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-મદુરાઈનો સમાવેશ થાય છે, જે 16 નવેમ્બરે ચાલશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસ-શ્રીગંગાનગરનું 16 રાત્રિ/17 દિવસનું પેકેજ પણ છે અને ટ્રેન 25 નવેમ્બરે રવાના થશે.

આ પણ વાંચો : સૂર્યની ઉપાસનાનો તહેવાર એટલે છઠ પૂજા: જાણો શુ છે છઠ પૂજા અને તેનું મહત્વ

શ્રી રામાયણ યાત્રા વિશેષ પ્રવાસ ટ્રેનનું ભાડું

SPECIAL TRAIN IRCTC એ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની “દેખો અપના દેશ” પહેલને અનુરૂપ 2AC માટે રૂ. 82,950 પ્રતિ વ્યક્તિ અને 1AC વર્ગ માટે રૂ. 1,02,095ના ભાવે આ વિશેષ પ્રવાસી ટ્રેન શરૂ કરી છે.

પેકેજમાં શું મળશે?

પેકેજની કિંમતમાં એસી ક્લાસમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રહેવાની સગવડ, તમામ ભોજન શાકાહારી હશે, એસી વાહનોમાં તમામ ટ્રાન્સફર અને ફરવાની તકો, ટ્રાવેલ ઇન્શ્યોરન્સ અને IRCTC ટૂર મેનેજરની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. સલામત મુસાફરી પૂરી પાડીને મુસાફરી દરમિયાન આરોગ્યની તમામ જરૂરી સાવચેતીઓનું ધ્યાન રાખવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment