Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝભારતમાં કોરોના વાઇરસ છે?

ભારતમાં કોરોના વાઇરસ છે?

Corona
Share Now

છેલ્લા 24 કલાકમાં 38,176 કેસ નોંધાયા, 35,945 દર્દી સાજા થયા, 411નાં મોત; 11 રાજ્યમાં હજી પણ દરરોજ 500થી વધુ સંક્રમિત મળી રહ્યા છે

  • દેશમાં હાલમાં કુલ 4.04 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં કોરોનાની ગતિમાં વધારો-ઘટાડો થવાનું યથાવત્ છે. અહીં રવિવારે કોરોનાના 38,176 કેસ નોંધાયા હતા. આ દરમિયાન 35,945 લોકો સાજા પણ થયા હતા. આ રીતે એક્ટિવ કેસમાં 2,112નો વધારો નોંધાયો છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે ચિંતાની વાત એ છે કે દેશનાં 11 રાજ્યમાં હજી પણ દરરોજ 500થી વધુ લોકો સંક્રમિત મળી રહ્યા છે. એમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રાપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મણિપુર, મેઘાલય અને મિઝોરમ સામેલ છે.

Corona

દેશમાં કોરોના મહામારી આંકડામાં :

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 38,176

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 35,945

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 411

અત્યારસુધીમાં કુલ કેસ: 3.14 કરોડ

અત્યારસુધી સાજા થયા: 3.05 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.20 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 4.04 લાખ

8 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 8 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગયા લોકડાઉનની જેમ જ કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

23 રાજ્ય/ કેન્દ્રશાસિત કેન્દ્રોમાં આંશિક લોકડાઉન
દેશનાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

આ પણ જુઓ : સહકારી મંડળીમાં કૌભાંડ

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. કેરળ

રવિવારે અહીં 17,466 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. 15,247 લોકો સાજા થયા હતા અને 66 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 32.71 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. આમાં 31.14 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 16,036 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં 1.40 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. મહારાષ્ટ્ર

રવિવારે અહીં 6,843 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 5,212 લોકો સાજા થયા અને 123 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 62.64 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. એમાંથી 60.35 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1.31 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 94,985 દર્દી સારવાર લઈ રહ્યા છે.

3. દિલ્હી

દિલ્હીમાં રવિવારે 66 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા અને 72 લોકો સાજા થયા હતા. આ દરમિયાન 2 લોકોનાં મોત પણ થયાં હતાં. અત્યારસુધીમાં 14.35 લાખ લોકો અહીં મહામારીની ઝપેટમાં આવી ગયા છે. એમાંથી 14.10 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 25,043 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 579 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

India Corona

4. ઉત્તરપ્રદેશ

રવિવારે અહીં 43 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 66 લોકો સાજા થયા અને એકનું મોત થયું હતું. રાજ્યમાં અત્યારસુધીમાં 17.08 લાખથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાંથી 16.84 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 22,750 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 868 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

5. ગુજરાત

રવિવારે રાજ્યમાં 30 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ દરમિયાન 42 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં લગભગ 8.24 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ગયા છે. એમાંથી 8.14 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 10,076 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 330 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

6. રાજસ્થાન

રવિવારે અહીં 20 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 35 લોકો પણ સાજા થયા. રાજ્યમાં અત્યારસુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. એમાંથી 9.44 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 8,952 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં 313 દર્દીની સારવાર ચાલી રહી છે.

7. મધ્યપ્રદેશ

રવિવારે અહીં 12 નવા કેસ નોંધાયા હતા અને 13 લોકો સાજા થયા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 7.91 લાખ લોકો સંક્રમણની પકડમાં આવી ગયા છે. એમાંથી 7.81 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,512 લોકો મૃત્યુ પામ્યા છે. 148 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment