Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝઇઝરાયેલની એરસ્ટ્રાઇક પેલેસ્ટાઇન પર

ઇઝરાયેલની એરસ્ટ્રાઇક પેલેસ્ટાઇન પર

isreal air strike on palestine
Share Now

 

ઈઝરાયલમાં 12 વર્ષ લાંબા ચાલેલા નેતન્યાહૂ શાસનનો અંત થઈ ગયો છે અને દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નેફ્તાલી બેનેટ નવા પ્રધાનમંત્રી બન્યા છે. પરંતુ ફિલિસ્તાનની સાથે દુશ્મનીમાં કોઈ ફરક નથી પડ્યો. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાનુંસાર ઈઝરાયલે એક વાર ફરી ગાઝામાં એરસ્ટ્રાઈક કરી છે. આની પહેલા સેંકડોની સંખ્યામાં ઈઝરાયલના ધુર રાષ્ટ્રવાદીઓએ તાકાતનું પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ બુધવારે પેલેસ્ટાઇનના ગાઝાપટ્ટીના દક્ષિણ ક્ષેત્ર ખાન યુનિસ પર એરસ્ટ્રાઈક કરી હતી. IDFએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ઇઝરાયેલ પર વિસ્ફોટકથી ભરેલા ફુગ્ગાઓ ગાઝા તરફથી છોડવામાં આવી રહ્યા છે. એના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

isreal air strike on gaza

istock

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે 11 દિવસના યુદ્ધ બાદ 21 મેના રોજ ઇજિપ્તની મદદથી યુદ્ધવિરામ થયું હતું. આ એરસ્ટ્રાઈક સાથે ઇઝરાયેલના નવા વડાપ્રધાન નેફ્ટાલી બેનેટે સંદેશ આપ્યો છે કે પેલેસ્ટાઇન પ્રત્યેની તેમની નીતિ કડક બની રહી છે.

ફિલિસ્તાનના સુરક્ષા દળોના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી છે. નજરે જોનારા અનુસાર બુધવારે ફિલિસ્તાન તરફથી આતંકીઓએ દક્ષિણ ઈઝરાયલ તરફથી આગ વાળા ફુગ્ગા મોકલ્યા જેના કારણે ઈઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી.

અમે કોઈપણ પ્રકારના હુમલા માટે તૈયાર છીએ: IDF

ઇઝરાયેલી ફોર્સે કતારના મીડિયા હાઉસ અલ જઝીરાને કહ્યું છે કે તેમણે હમાસ (ઇઝરાયેલ તેને આતંકવાદી સંગઠન ગણાવે છે)નાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે અને તેઓ કોઈપણ પ્રકારના હુમલો માટે તૈયાર છે. આ અગાઉ મે મહિનામાં 11 દિવસના યુદ્ધમાં પેલેસ્ટાઇનના 253 લોકો માર્યા ગયા હતા. એમાં 66 બાળકો પણ સામેલ હતા. હમાસના હુમલામાં ઇઝરાયેલના 13 લોકો પણ માર્યા ગયા હતા.

આ પણ જુઓ : શું અંબરીશ ડેર જોડાશે ‘આપ’ માં ???

president isreal

bloomberg

બે દિવસ પહેલા ઈઝરાયલમાં સત્તામાં ફેરફાર

ઈઝરાયલની દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા નફ્તાલી બેનેટના પ્રધાનમંત્રી પદના શપથ લેવાની સાથે દેશમાં એક યુગનો અંત થઈ ગયો છે. લગભગ 12 વર્ષથી ઈઝરાયલ પર રાજ કરનારા બેન્ઝામિન નેતન્યાહૂ ઘણી મહેનત બાદ પણ પોતાની સત્તા ન બચાવી શક્યા. નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના પ્રધાનમંત્રી પદભાર સંભાળ્યો.

ઈઝરાયલમાં ધૂર રાષ્ટ્રવાદીઓએ કરી પરેડ

આ પહેલા સેંક્ડોની સંખ્યામાં ઈઝરાયલના ધૂક રાષ્ટ્રવાદીઓએ શક્તિ પ્રદર્શન કરવા માટે મંગળવારે પૂર્વ યેરુશલેમમાં પરેડ કરી. આ ઘટનાક્રમના કારણે ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓની સાથે યુદ્ધ વિરામના થોડક જ અઠવાડિયા બાદ નવે સરથી હિંસા ભડકવાનો ખતરો પેદા થઈ રહ્યો છે.

ઇઝરાયેલમાં 8 પાર્ટીઓની ગઠબંધનની સરકાર

રવિવારે ઈઝરાયેલમાં 8 પાર્ટીઓની ગઠબંધનવાળી સરકાર બની છે. નેફ્ટાલી બેનેટે વડાપ્રધાનપદના શપથ લીધા હતા. બેનેટને કટ્ટરપંથી યહૂદીઓ તરીકેને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ કેટલીક મોટી ટેક કંપનીઓના માલિક પણ છે. બે વર્ષ ચીફ ઓફ સ્ટાફ પણ રહ્યા છે. એને સંયોગ કહીએ કે કંઇ બીજું કે બેનેટ તે જ બેન્જામિન નેતન્યાહુને ખુરશી પરથી હટાવીને વડાપ્રધાન બન્યા છે, જેમને તેના રાજકીય ગુરુ માનવામાં આવે છે. નેતન્યાહુને ખુરસી ગુમાવવી પડી અને અને એ પણ માત્ર એક જ સાંસદની કમીને કારણે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment