Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઇઝરાયલે ભારતને પોતાનો સૌથી નજીકના મિત્ર ગણાવ્યું, એસ.જયશંકર ઇઝરાયલની લેશે મુલાકાત

ઇઝરાયલે ભારતને પોતાનો સૌથી નજીકના મિત્ર ગણાવ્યું, એસ.જયશંકર ઇઝરાયલની લેશે મુલાકાત

dr. s jaishankar israel visit
Share Now

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતને તેના વ્યૂહાત્મક ભાગીદાર અને નજીકના મિત્ર તરીકે વર્ણવતા દશેરાની શુભેચ્છાઓ આપી હતી. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયનું આ નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરની ઇઝરાયલ મુલાકાત પહેલા આવ્યું છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયમાં રાજદૂત અને મહાનિર્દેશક એલન ઉશ્પીઝે ટ્વિટ કરીને દશેરાની શુભેચ્છા પાઠવી અને 17 ઓક્ટોબરે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની ઇઝરાયલ મુલાકાતની પુષ્ટિ કરી હતી. જયશંકર ઇઝરાયળની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે પેગાસસ જાસૂસી કેસ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

ઇકઝરાયલના ટોચના નેતાઓ સાથે કરશે મુલાકાત 

ઉષ્પીઝે ટ્વિટકરતાં કહ્યું કે, જયશંકરની ઇઝરાયેલની મહત્વપૂર્ણ મુલાકાતની પૂર્વ સંધ્યાએ તમને બધાને દશેરાની શુભકામનાઓ. ભારત ઇઝરાયલનો વ્યૂહાત્મક ભાગીદાર અને ગાઢ મિત્ર છે. જયશંકર ઇઝરાયલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ, વડાપ્રધાન નફતાલી બેનેટ અને વિદેશ મંત્રી ગેબી અશ્કેનાઝી સહિતના ટોચના ઇઝરાયલી નેતાઓ સાથે મુલાકાત કરશે.

dr. s jaishankar israel visit

આ પણ વાંચો:NSG Raising Day: પળભરમાં આતંકવાદી ડિઝાઇનનો નાશ કરે છે બ્લેક કેટ્સ, ગૃહમંત્રીએ કર્યું ટ્વિટ

પીએમ મોદીએ ટેલિફોનિક વાતચીત કરી હતી 

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇઝરાયલી સમકક્ષ બેનેટ સાથે વાત કરી હતી અને બંને નેતાઓએ એકબીજાના સહકારને વધુ વિસ્તૃત કરવાની સંભાવના પર સંમત થયા હતા અને નક્કી કર્યું હતું કે બંને દેશોના વિદેશ મંત્રાલયો ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સમૃદ્ધ બનાવવા માટે રોડમેપ પર કામ કરશે. એક ટેલિફોનિક વાતચીત દરમિયાન, પીએમ મોદીએ બેનેટને જૂનમાં ઇઝરાયલના વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળવા બદલ ફરીથી અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૃષિ, પાણી, સંરક્ષણ અને સુરક્ષા અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઇઝરાયેલ સાથે તેના મજબૂત સહયોગને ખૂબ મહત્વ આપે છે.

પેગાસસ કેસને જોતા વિદેશ મંત્રીની મુલાકાત મહત્વની 

પેગાસસ જાસૂસી કૌભાંડ હજુ પણ ભારતમાં એક મોટો મુદ્દો બનેલો છે. વિપક્ષી પાર્ટી સતત આ અંગે સરકારને ઘેરી રહી છે, ત્યારે જયશંકરની મુલાકાત પણ મહત્વની માનવામાં આવે છે. માહિતી અનુસાર, ડો.જયશંકર આ મુદ્દો ઇઝરાયેલ સરકાર સમક્ષ મૂકી શકે છે.

જાણો પેગાસસ જાસૂસ કેસ શું છે

આ મામલો સરકારી એજન્સીઓ દ્વારા પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકારણીઓ અને લેખકો પર NSO ના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને કથિત રીતે જાસૂસીના અહેવાલોથી સંબંધિત છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા એસોસિએશને અહેવાલ આપ્યો છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને સર્વેલન્સના સંભવિત લક્ષ્યોની યાદીમાં 300 થી વધુ ચકાસાયેલ ભારતીય મોબાઇલ ફોન નંબરો હતા. જેને લઈને સંસદના ચોમાસું સત્ર દરમ્યાન વિઓક્ષએ સતત આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. અને સંસદના કામમાં અવરોધ ઊભો કરીને સંસદને સરખી રીતે ચાલવા દીધી ન હતી. ત્યાર બાદ રાજ્યસભામાં આ મુદ્દાને લઈને ભારે હંગામો પણ થયો હતો. જેને લઈને ઇતિહાસમાં પ્રથમ વખત દેશના 8 કેન્દ્રીય મંત્રીઓએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ યોજી હતી. 

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતને તેના વ્યૂહાત્મક ભાગીદાર અને નજીકના મિત્ર તરીકે વર્ણવતા દશેરાની શુભેચ્છાઓ આપી હતી. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયનું આ નિવેદન વિદેશ મંત્રી એસ જયશંકરની ઇઝરાયલ મુલાકાત પહેલા આવ્યું છે. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયમાં રાજદૂત અને મહાનિર્દેશક એલન ઉશ્પીઝે ટ્વિટ કરીને દશેરાની શુભેચ્છા પાઠવી અને 17 ઓક્ટોબરે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરની ઇઝરાયલ મુલાકાતની પુષ્ટિ કરી હતી. જયશંકર ઇઝરાયળની મુલાકાતે જઇ રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચે પેગાસસ જાસૂસી કેસ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment