ઈઝરાયેલને દુનિયાભરમાં તેની સૌથી શક્તિશાળી સૈન્ય તાકાતના કારણે ખ્યાતિ મળેલી છે. તે ચારેબાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે. આમ છતાં ઈઝરાયેલ તરફ કોઈ આંખ ઉઠાવવાની હિંમત કરતું નથી. ઈઝરાયેલ પાસે દરેક જંગનો સામનો કરવા માટે તેનું સૌથી મોટું હથિયાર તેની ગુપ્તચર એજન્સી મોસાદ છે. જેના એજન્ટ્સનું નેટવર્ક આખી દુનિયામાં ફેલાયેલું છે. ખાલી જાસૂસી માટે નહી પણ ઇઝરાયલ આ સિવાય તમને સૌથુ વધુ બુક્સ વાંચતા પણ લોકો મળસે, જેથી ત્યાં લાયબ્રેરિ પણ વધુ છે. કહી શકાય કે ઇજરાયલ જાસૂસીની બાબતમાં તો આગલ છે જ પણ દોસ્તનો દેસ્ત અને દુશ્મનોનો દુશ્મન પણ છે.
ફિલ્મોમાં પણ ઈઝરાયેલની આ જાસૂસી અને મોસાદની ચર્ચા અનેકવાર થયેલી છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે. હાલ લોકડાઉન જેવો સમય ચાલી રહ્યો છે, અને આપણે કોરોનાના આંકડા જોઇને પણ કંટાળી અને ડરી ગયા હોઇશું, તો એકતરફ થિયેટર્સ પણ બંધ છે, ત્યારે અમે તમારા માટે એવી સિલેક્ટ કરેલી વેબસિરીઝની લિસ્ટ લઇને આવ્યા છીએ. જે નિહાળવાનું તમે ચુકશો જ નહી.
- ઇઝરાયલ પોતાના શક્તિશાલી તાકાત અને સૈન્ય માટે છે જાણીતુ
- ફિલ્મોમાં પણ કરવામાં આવી છે ઇજરાયલની જાસુસીની ચર્ચા
- હાલ, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ છેડાયેલી છે.
મ્યૂનિખ (Munich)
The Debt
સ્ટીવન સ્પિલવર્ગના નિર્દેશનમાં આ બનેલી ફિલ્મ મોસાદ દ્વારા એક મિશન રૈથ ઓફ ગોડ પર આધારિત છે. જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે 1972માં મ્યૂનિખ ઓલંપિક દરમિયાન પેલેસ્ટાઈનના આતંકી સંગઠન બ્લેક સેપ્ટેમ્બરે ઈઝરાયેલની ઓલિમ્પિક ટીમના 11 ખેલાડીઓને પોતાના બંધક બનાવી લીધા હતા. જે બાદ તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી.
હુમલાનો બદલો લેવા માટે મોસાદે એક યોજના બનાવે છે જેમાં તેને સફળતા પણ મળે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. જે તમે નિહાણી શકો છો.
ધ સ્પાઇ(The Spy)
નેટફ્લિક્સ પર (Netflix) વર્ષ 2019 માં રિલીઝ થયેલી વેબસીરીજ મોસાદના સૌથી બહાદુર જાસુસ કહેનારા એલી કોહેન પણ આધારિત છે. આ વેબસીરિઝના 6 એપિસોડ છે, ત્યારે તેમાં દર્શાવવામાં આવ્યુ છે કે એલી કોહાન મોસાદ માં જોઇનિંગ બાદ સીરિયા પહોંચે છે.
સીરિયા પહોંચી બાદ ધીમે ધીમે પોતાની એક ઇમેજ બનાવવાનો પ્રયત્ન કરે છે. જે બાદ વર્ષ 1962 માં તેમણે સીરિયામાં ડિપ્ટી ડિફેંસ મિનિસ્ટર બનાવવાના હોય છે., પણ તેમની સચ્ચાઇ સામે આવી જતા તેમને 1966 માં રસ્તા વચ્ચે ફાંસી આપી દેવામાં આવે છે.
દ ડેબ્ટ (The Debt)
2010માં રિલીઝ થયેલી આ ફિલ્મ મોસાદના 3 જાસૂસો પર આધારિત છે. જેમને એક પૂર્વ નાઝી ડોક્ટર ડેટર વોગેલને પકડવાની જવાબદારી સોંપાય છે. તેના પર વિશ્વયુદ્ધ સમયે યહૂદી બંધકો પર મેડિકલ પ્રયોગ કરવાનો આરોપ છે. હવે આ ત્રણ જાસૂસ મિશન પર નીકળી પડે છે. તેમને વોગેલ મિલ પણ કહે છે પરંતુ આ દરમિયાન તેમનાથી એક મોટી ભૂલ થાય છે. આ ફિલ્મ તમે નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.
વોક ઓન વોટર (Walk On Water)
Netflix
વોક ઓન વોટર વર્ષ 2004માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ પણ એક જાસૂસની સ્ટોરી છે. જેમાં એયાલ નામનો જાસૂસ છે. જેને કામ સોંપાય છે એક પુર્વ નાઝી યુદ્ધ અપરાધીને મારવાનું. આ મિશન દરમિયાન જાસૂસ એયાલની મુલાકાત તેના પરિવાર સાથે થાય છે. પૌત્રી પિયા અને પૌત્ર એક્સેલ જેમાં જલદી જ તેઓ મિત્ર બની જાય છે. આ સ્ટોરીમાં રસપ્રદ વળાંકો આવતા જ રહે સાથે જ તમે આ ફિલ્મ નિહાળી શકો છો અમેઝોન પ્રાઈમ વીડિયો ઉપર…
મોસાદ 101 (Mossad 101)
Netflix
કેવી રીતે ઈઝરાયેલના જાસૂસોને ટ્રેનિંગ આપવામાં આવે છે, તે તમે મોસાદ 101 વેબસીરિઝ પર જોઇ શકો છો. સિરીઝની સ્ટોરી મોસાદના એક કમ્પાઉન્ડ હામિદ્રશાની આજુબાજુ ફરે છે. જે ચારેબાજુથી કેમેરા અને ટેક્નિકલ ઉપકરણોથી ઘેરાયેલું છે. તમારો આ સિરીઝને જોવાનો અનુભવ પણ શાનદાર રહેશે.
નેટફ્લિક્સ પર આ વેબ સિરીઝ તમે જોઇ શકો છો જેમાં અત્યાર સુધી 2 ભાગ રીલીઝ થઈ ચૂક્યા છે. જેના કુલ 25 ભાગ છે. તો રાહ શાની જુઓ છો? આટલી સિરીઝ જુઓ અને આનંદ લો આવા બીજી અનેક વેબસીરિજ અને ફિલ્મોની લિસ્ટ લઇને અમે ત્યાં સુધીમાં ફરી આવી જઇશુ…
આ પણ વાંચો: બોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલના ઘરે નાના મહેમાનની એન્ટ્રી
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4