Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઈસુદાન ગઢવી સુરતના પ્રવાસે

ઈસુદાન ગઢવી સુરતના પ્રવાસે

ISUDAN GADHVI
Share Now

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે ગુજરાતના જાણીતા પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઈસુદાન ગઢવીએ પાટીમાં જોડાતાની સાથેજ આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. ઈસુદાન ગઢવી આજ રોજ સુરતના પ્રવાસે છે. સુરત મહાનગરપાલિકાની સ્થાનિક રવરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું. અને ઈસુદાન ગઢવી પણ પાર્ટીમાં જોડાયા બાદ સૌ પ્રથમ સુરતની મુલાકાતે છે. આમ આમ આદમી પાર્ટી સુરતમાં ભાજપ કોંગ્રેસ એમ બંને પાર્ટીઓ માટે માથાના દુખાવા સમાન બની શકે છે.

શું છે ઈસુદાનનો આજનો કાર્યક્રમ?

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવી આજ રોજ સુરતના પ્રવાસે છે. ત્યારે તેઓ સવારે 11 વાગે સુરત પહોંચશે. સુરત પહોંચતાની તેઓ સાથેજ તેઓ પહેલા તક્ષશીલા અગ્નીકાડંના શહિદ થયેલ બાળકોને શ્રધ્ધાજંલી આપશે. શ્રદ્ધાંજલિ આપીને તેઓ 11.30 એ સુરત સીમાડાનાકા ખાતે આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પહોંચશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત સ્વાગત થશે. પાર્ટી કાર્યાલય પર તેઓ 1.30 વાગ્યા સુધી કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરશે. ત્યારબાદ તેઓ 5 વાગે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલ જનપ્રતિધિઓ સાથે સર્કિટ હાઉસ ખાતે મીટિંગ કરશે. અને સાંજે 5 વાગે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા કદને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચિંતામાં છે.

ISUDAN GADHVI

IMAGE CREDIT- ISUDAN GADHVI FACEBOOK

ઈસુદાન સામે ક્યાં છે પડકાર?

આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે ટૂંક સમયમાં પાર્ટીમાં તેમને મોટી જવાબદારી મળી શકે છે. ત્યારે પત્રકાર માંથી રાજકારણમાં આવેલ ઈસુદાન સામે આવનાર સમયમાં પાર્ટીને ગુજરાતમાં આગળ વધારવાનો સૌથી મોટો પડકાર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સારું એવું જન સમર્થન મળી રહ્યું છે. પરંતુ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં સુરત સિવાય બાકીની જગ્યાએ આમ આદમી પાર્ટીનું પ્રદર્શન એટલું સારું રહ્યું ન હતું. અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પણ ભાજપ કોંગ્રેસની સરખામણીએ નાનું છે.ત્યારે ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં સૌ પ્રથમ તો સંગઠનમાં લોકોને જોડવા પડશે. અને સુરત સિવાય દરેક જગ્યાએ પાર્ટીને મજબૂત કરવી પડશે. આમ ઈસુદાન ગઢવી સામે ઘણા પડકારો રહેલા છે.

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં

વિધાનસભાની ચૂંટણીને લઈને શું છે ગુજરાતનું રાજકારણ?

પ્રવર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપ(BJP)નો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ(CONGRESS) પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. તેવામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જાણ સમર્થન પણ મળી રહ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં ઘણા પક્ષોએ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં ચાલ્યો નથી. આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે તે પણ એક ચર્ચાનો વિષય છે.શું ગુજરાતના રાજલકરણમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી ઇતિહાસ રચશે? કે પછી કોંગ્રેસ આક્ષેપ કરે છે એ રીતે તેમના વોટ કપાવીને ભાજપને ફાયદો કરાવશે? આ બધા પ્રશ્નો અને ચર્ચાઓને જોતા આવનાર વિધાનસભાની ચૂંટણી ઘણી રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment