Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઇસુદાનના ચાબખા, આપી દીધી ચેલેન્જ

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઇસુદાનના ચાબખા, આપી દીધી ચેલેન્જ

AAM ADMI PARTY,JAN SANVEDNA YATRA,NEWS IN GUJARATI
Share Now

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ આજ રોજ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે તેમ છતાં કોરોનાકાળમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નહતા. તેમજ એમ્બ્યુલન્સમાં પણ લાંબા સમય સુધી વેઇટિંગ રહેતું હતું. તેમણે કહ્યું કે મારી નજર સામે લોકોને સ્તરચર પર મરતા જોયા છે.  

કોરોનામાં મૃત્યુ પામેલ લોકોનું અપમાન 

ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતાં કહ્યું કે કોરોનાકાળમાં ભાજપના નેતાઓ લોકોના ફોન પણ ઊપડતાં નહતા એ લોકો અત્યારે ઢોલ નગારા સાથે જન આશીર્વાદ યાત્રા કરી રહ્યાંછે. કોરોનાકાળમાં ઘણા બધા લોકો પૂરતી આરોગ્ય સેવાઓ ન મળવાને લીધે મૃત્યુ પામ્યા છે. ત્યારે ભાજપ સરકાર લજવાને બદલે ગાજી રહ્યાંછે. ભાજપના નેતાઓ કોરોનાકાળમાં મૃત્યુ પામેલ લોકોનું અપમાન કરવા નીકળ્યા હોય એમ ઢોલ નગર સાથે જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે.

isudan gadhvi,aap,jan ashirvad yatra

આ પણ વાંચો:નીતિશ કુમાર પીએમ મોદીના સાથી છે કે ગુલામ?

ભાજપને આપી ચેલેન્જ 

થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં એક પણ વ્યક્તિનું ઓક્સિજનને કારણે મૃત્યુ થયું નથી. ત્યારે પત્રકાર પરિષદમાં ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ છે કે કેટલા લોકો ઓક્સિજનથી કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેના આંકડા અમે પુરા પાડીશું. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓને ઓક્સિજનથી મૃત્યુ પામેલ લોકોનાઆંકડા અમે પુરાવા સહિત આપીશું. 

કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને એક લાખ રૂપિયા સહાય આપવાની માંગ 

ઇસુદાન ગઢવીએ કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કોરોનાકાળમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારના ખાતામાં 50 હજાર જમા કરાવ્યા છે. તેમજ ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો બાળક કમાતો ના થાય ત્યાં સુધી તેને 2500 રૂપિયા અને વિધવા સહાયના 2500 એમ દર મહિને પાંચ હજાર આપવાની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં માત્ર 60 હજાર કરોડના બજેટમાં જો આવું થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. અમારી માંગ છે કે, કોરોનાકાળમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવવામાં આવે. પરંતુ ભાજપ આ કામ કરવાને બદલે જન આશીર્વાદ યાત્રામાં ખર્ચો કરી રહ્યું છે.

ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ 

ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ સરકાર કોરોનાકાળમાં સદંતર નિષ્ફળ નીવડી છે. અને એટલે જ જન આશીર્વાદ યાત્રા નવા બનેલા કેન્દ્રીય મંત્રીઓના આગેવાનીમાં નિકાળવામાં આવી રહી છે. કારણકે ગુજરાતના મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ નિષ્ફળ નીવડ્યા છે. અને પ્રજા તેમનાથી ખૂબ નારાજ છે. જેને કારણે ભાજપ કેન્દ્રીય મંત્રીઓની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યું છે. 

AAPના વધતાં વ્યાપને લઈને ભાજપ-કોંગ્રેસ સક્રિય 

ઇસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રાને ભારે સમર્થન મળી રહ્યું છે. અને મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને AAPના ડરથી ચૂંટણીના દોઢ વર્ષ પહેલા જ સક્રિય થઈ ગયા છે. અને એટલે જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો યાત્રાઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ કોંગ્રેસે આવી રાજનીતિ બંધ કરી દેવી જોઈએ. 

નિખિલ સવાણી અને પ્રવીણ રામને સોંપાઈ મહત્વની જવાબદારી 

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ પત્રકાર પાર્ષદ દરમ્યાન પ્રવીણ રામ અને નિખિલ સવાણીને મહત્વની જવાબદારી સોંપવાની જાહેરાત કરી હતી. આંદોલનકરી છાપ ધરાવતા પ્રવીણ રામને પાર્ટીના યુથ વિંગના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી અપવાં આવી છે. તેમજ પાટીદાર અનંત આંદોલનના નેતા અને કોંગ્રેસ છોડીને આપમાં આવેલ નિખિલ સવાણી ને યૂથ વિંગના સંગઠન મહામંત્રીનું પદ આપવામાં આવ્યું છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment