Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝઅમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, બે નામાંકિત ગ્રુપ પર તવાઇ બોલાવી

અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા, બે નામાંકિત ગ્રુપ પર તવાઇ બોલાવી

IT Raid
Share Now

અમદાવાદ શહેરમાં આજે મંગળવારે ઇન્કમટેક્સ વિભાગે દરોડા (IT Raid)પાડ્યા છે. શહેરમાં પાઇપ બનાવતી સૌથી મોટી એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. સિંધુ ભવન રોડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. હાલમાં તો દરોડાના પગલે કંપનીની આસપાસ પોલીસ સ્ટાફ તૈનાત કરાયો છે. IT વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

શહેરની નામાંકિત કંપનીઓમાં IT Raid

મળતી માહિતી મુજબ, અસ્ટ્રલ કંપની પાઇપ બનાવતી મોટી કંપની છે. અમદાવાદમાં આજે મંગળવારે વહેલી સવારે ITના મેગા ઓપરેશનમાં ગુજરાતનાં બે નામાંકિત ગ્રુપો પર તવાઇ બોલાઈ છે. આજે એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે કુલ રાજ્યમાં અનેક જગ્યાઓ પર IT વિભાગ ત્રાટકયું છે. જેના ભાગરૂપે ITના મેગા ઓપરેશનનું સર્ચ ઓપરેશન અમદાવાદ, મુંબઇ, દિલ્હી સહિતના શહેરોમાં તપાસ આરંભાઈ છે. પરંતુ અમદાવાદમાં એક સાથે 25 જગ્યા પર રેડ કરાઈ છે.

આ પણ વાંચો: વિદેશથી મંગાવાતા ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી, અધધ… પાર્સલ મંગાવ્યા હતા

આ પહેલા પણ IT Raid હતી

ઉલ્લેખનીય છે કે, હજુ એક અઠવાડિયા પહેલા જ IT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગત્ત 16 નવેમ્બરના રોજ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતું.

ત્રીજા દિવસે ITની રેડ યથાવત જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment