Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝરાજકોટમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના ત્યાં IT વિભાગના દરોડા

રાજકોટમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના ત્યાં IT વિભાગના દરોડા

IT RAID OF RAJKOT
Share Now

લાંબા સમય બાદ ITએ મેગા ઓપરેશન હાથ ધર્યું રાજકોટમાં. ત્યારે IT વિભાગે રાજકોટના જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર દરોડા પાડતા શહેરના અનેક બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં વહેલી સવારથી જાણીતા બિલ્ડર RK ગ્રુપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર તથા અન્ય ચાર ભાગીદારોને ત્યાં ITની ટીમ ત્રાટકી અને જ્યાં RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ અને તેના મુખ્ય બે કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પંચાલનેને ત્યાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. જેને કારણે રિંગરોડ પરનાં 8 પ્રોજકેટ પર પણ તપાસ થઇ રહી છે.

રાજકોટમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન

IT RAID ON RK GROUP આજે સવારથી જ IT વિભાગે શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા પાડ્યા છે ત્યારે RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા શહેરના અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટો જોવા મળી રહ્યો છે.

શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા

મહત્વનું છે કે IT વિભાગે સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. જેમાં જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપેટમાં આવ્યા છે અને જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT વિભાગે તપાસ રેડ કરી તેમના શ્રેયસ સોસાયટીના મકાનમાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : હવે વેક્સિનેશન સ્લોટ બુક કરી શકશો વૉટ્સએપ દવારા, જાણો રીત

રાજકોટમાં લાંબા સમય બાદ IT વિભાગની મોટી કાર્યવાહી

IT GROUP RAID સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા,સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપટમાં, જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું , હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ , RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ , RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી, આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી, રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે IT વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે

RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા

રાજકોટમાં IT વિભાગે RK ગ્રુપની નાના મૌવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર અને RK ગ્રુપનાં બે મુખ્ય કોન્ટ્રાક્ટર આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ પૂછપરછ કરાઇ છે. ત્યારે તપાસના અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શક્યતા છે. રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનને કારણે બિલ્ડર લોબીમાં સોપો, તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment