Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeડિફેન્સહિમવીરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને મનાવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

હિમવીરોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને મનાવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

Army
Share Now

લદ્રાખમાં હિમવીરોએ 14 હજાર ફુટ ઉંચાઇ પર સ્થિત પૈંગોંગ ત્યોં ( Pangong TSo) ઝીલના કિનારે ત્રિરંગો લહેરાવિને આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી. દેશમાં 75 માં સ્વાતંત્ર્ય દિવસની હર્ષોઉલ્લાની ઉજવણી થઇ રહી છે.

દિલ્હી કિલ્લાથી લઇને હિમાલયની ચોટી સુધી પુરો દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છ, રસ્તાઓ, ગલિયો અને ગાડીઓ તેમજ ફુલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવ્યુ છે.

Indo Tibetan Border Police : ના જવાનોએ (ITBP)શાનથી દેશના ત્રિરંગાને લહેરાવ્યો હતો, અને રાષ્ટ્રીય ગીત ગાઇને સલામી આપી હતી. દેશને આજના આઝાદીની શુભેચ્છાઓ પાઠવવા માટે ફોટો પણ શેર કરી હતી.

આઝાદીનો અમૃત મહોત્સવ

આજે દરેક ભારતવાસી આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે, ત્યારે સરકારી ઓફિસો, શાળાઓ, સ્કુલો, કાર્યાલય તેમજ ઓફિસ અને ઘર ઘરમાં આઝાદીની લહેર જોવા મળી રહી છે. આઝાદીના મહોત્સવને ધામધુમથી મનાવવામાં આવી રહ્યો છે.પ્રધાનમંત્રી મોદીએ પણ લાલ કિલ્લામાં યોજનાઓનો એલાન કર્યો જેમાં ટોક્યો ઓલ્મિપક માંથી ઘરે પાછા આવેલા ભારતના ખેલાડીઓને પણ શુભેચ્છાઓ આપી હતી. અને તેમને સમ્માનિત પણ કર્યા હતા.

 

સ્વતંત્રતા દિવસ નિમિત્તે  આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવી અને રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતુ. દેશ આજે રવિવારે 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે અને આ સાથે દેશમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે.

લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ સંબોધનમાં, કોરોના સંકટથી લઈને કેટલાક અન્ય પડકારો વિશે વાત કરી હતી, તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે હવે દેશની તમામ સૈનિક શાળાઓ દીકરીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે સાથે પીએમ મોદીએ ‘આ સમય છે, યોગ્ય સમય છે’ નો નવો મંત્ર આપ્યો હતો.

પીએમ મોદીએ આઝાદીના હિરોને સલામ કરી

 

સ્વતંત્રતાના 75 માં સ્વતંત્રતા દિવસ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. પીએમ મોદીએ કહ્યું કે દેશ આજે મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, રાણી લક્ષ્મીબાઈ, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને અન્ય બધાને યાદ કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જીત અને હાર આવતા જ રહે છે, પરંતુ તેમના મનમાં આઝાદીની ઇચ્છા ક્યારેય સમાપ્ત થઇ નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન, દેશના ડોકટરો, વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવા માટે કામ કર્યું, કરોડો લોકોએ સેવા કરી છે. આજે દેશના ઘણા વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલનમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, દેશ તેમને યાદ કરે છે. તે દરમિયાન પીએમ મોદીએ ઓલિમ્પિકમાં ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલાડીઓને અભિનંદન પાછવ્યા હતા, પીએમ મોદીએ અહીં તમામ ખેલાડીઓ માટે તાલી પડાવી હતી.

 

આ પણ વાંચો: 15 મી ઓગસ્ટની એ કહાની જેણે દેશને બે ભાગમાં વહેંચ્યુ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment