નવી દિલ્હી : તમારી એક ભૂલ તમને કેટલી ભારે પડી શકે તે તમે નહિં વિચાર્યું હોય. દૈનિક કામ કરતા હાથ જો એક ભૂલ કરી બેસે તો ભોગવવું ખિસ્સાને પડે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાના વાળ ખોટી રીતથી કાપવા બદલ સલૂન માલિકે વળતર ચૂકવવું પડ્યું છે. વાત છે દિલ્હીની. અહિં એક સલૂને ખોટી રીતથી મહિલાના વાળ કાપવા મોંઘું પડ્યું છે. તમને નવાઈ લાગશે જો એમ કહીએ તો આ ઘટના ભારતની સૌથી મોટી કન્ઝયુમર ગુડ્સ કંપનીના સલૂન(ITC Salon Compensation Case)માં થઈ છે.
ITC Salon Compensation Case
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)એ સલૂનને આ મહિલાને 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સલૂને વળતરની (Compensation Case) રકમ 8 સપ્તાહ એટલે કે લગભગ 2 મહિનામાં ચૂકવવાની છે. આયોગે જણાવ્યું કે, મહિલાઓને પોતાના વાળની ખુબ કાળજી રહેતી હોય છે અને તે તેમનું ધ્યાન રાખવા માટે ઘણાં ખર્ચ કરતી હોય છે. મહિલાઓ તેનાથી ભાવનાત્મક રૂપે જોડાયેલી રહેતી હોય છે.
આ પણ વાંચો : પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી ડિફેન્સ ડીલ: ટાટા-Airbus વચ્ચે 22,000 કરોડનો સોદો
2 કરોડ રૂપિયાનું વળતર
NCDRCએ દિલ્હી ITC હોટલમાં સ્થિત સલૂનને નિર્દેશ આપ્યો છે કે મહિલાના ખોટી રીતથી વાળ કાપવા બદલ અને ખોટી હેર ટ્રીટમેન્ટ આપનારને સ્થાયી નુકશાન (Compensation Case)પહોંચાડવા બદલ તેને 2 કરોડ રૂપિયા વળતર આપવું પડશે. આયોગના ચેરમેન આરકે અગ્રવાલ અને સભ્ય ડો. એસએમ કાંતિકરની બેચે જણાવ્યું કે, મહિલાઓને પોતાના વાળ અંગે વધુ કાળજી રહે છે અને તેનું ધ્યાન રાખવા માટે તે ઘણો ખર્ચ કરતી હોય છે. તેના વાળથી તેઓ લાગણીસભર લગાવ ધરાવે છે.
શું છે આરોપ ?
આયોગે કહ્યું કે, ફરિયાદકર્તા આશના રોય પોતાના લાંબા અને સુંદર વાળને કારણે હેર પ્રોડક્ટની મોડલ હતી અને તેને ઘણી મોટી હેર કેર બ્રાન્ડ માટે મોડેલિંગ (Modeling) કરવાનું રહે છે. સલૂને તેના નિર્દેશથી ખોટી રીતથી વાળ કાપ્યા અને તેને કારણે તેણીએ પોતાનું કામ ગુમાવવું પડ્યું. સલૂનની ભૂલને પગલે તેણે ઘણું મોટું નુકશાન થયું, તેની સંપૂર્ણ રહેણી-કરણી બદલાઈ ગઈ અને ટોપ મોડલ બનાવાનું તેનું સપનું તુટી ગયું. બેચે 21 સપ્ટેમ્બરે પોતાના આદેશમાં કહ્યું કે, તે મેનેજમેન્ટના ક્ષેત્રમાં વરિષ્ઠ પદાધિકારી તરીકે કામ કરી રહી હતી અને સારી એવી કમાણી કરી રહી હતી. તેના વાળ કાપવામાં થયેલ લાપરવાહીને કારણે આવી ગંભીર માનસિક પીડા અને તણાવનો સામનો કરવો પડ્યો. તે પોતાના કામ પર ધ્યાન નહોતી આપી શકતી અને અંતે તેણે નોકરી ગુમાવવી પડી.
આ પણ વાંચો : વિકાસ-વિકાસ-વિકાસ : અબકી બાર સેન્સેકસ 60 હજારી
આ રીતે સાબિત થઈ વાત
આયોગનું કહેવું છે કે, આ ઉપરાંત સલૂન હેર ટ્રીટમેન્ટમાં લાપરવાહી કરવા માટે પણ દોષી છે. તેનાથી તેના સ્કેલ્પ્સ (Scalp) બળી ગયા અને કર્મચારીઓની ભૂલને કારણે હજી સુધી તેને એલર્જી (Allergy) અને ખજવાળની સમસ્યા થઈ છે. આયોગે કહ્યું કે, ફરિયાદકર્તા તરફથી રજૂ કરવામાં આવેલ વ્હોટ્સએપ ચેટ પરથી એ સાબિત થાય છે કે હોટલે પોતાની ભૂલ સ્વીકારી છે અને તેના વળતરમાં ફ્રી હેર ટ્રીટમેન્ટ (Free Hair Treatment) આપવાની રજૂઆત કરી હતી. આયાગે આદેશ આપ્યો કે ફરિયાદ આંશિક રૂપે સ્વીકાર કરવામાં આવે છે અને અમને લાગે છે કે જો ફરિયાદકર્તાને 2,00,00,000 (2 કરોડ) રૂપિયાનું વળતર આપવામાં આવે તો તેની સાથે અન્યાય થશે. તેમણે 8 સપ્તાહમાં વળતરની રકમ આપવાની રહેશે.
શું છે મામલો ?
ફરિયાદ (Complain) પ્રમાણે, એપ્રિલ 2018માં આશના પોતાના ઈન્ટરવ્યૂના એક સપ્તાહ પહેલા દિલ્હીની એક હોટલમાં આવેલ હેર સલૂનમાં ગઈ હતી, જ્યાં તેને સ્પષ્ટ શબ્દોમાં અગાઉથી લાંબા ફ્લિક્સ રાખવા અને પાછળથી વાળને ચાર ઈંચ કાપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આશનાનો આરોપ છે કે હેર ડ્રેસરે તેની વાત ન સાંભળી અને તેના લગભગ ચાર ઈંચ વાળ બાકી રાખીને તેના લાંબા વાળને જ કાપી નાખ્યા. આ બાબતે મેનેજમેન્ટ પાસે ફરિયાદ કરવા જતા તેમણે ફ્રી હેર ટ્રીટમેન્ટ આપવાની રજૂઆત કરી. આશનાનો દાવો છે કે આ દરમિયાન પ્રોડક્ટમાં અમોનિયાની માત્રા વધુ હોવાને કારણે તેના વાળને સ્થાયી નુકશાન પહોંચ્યું. આશનાએ પંચ પાસેથી 3 કરોડ રૂપિયાના વળતર (ITC Salon Compensation Case)ની વિનંતી કરી હતી.
આ પણ વાંચો : રાતોરાત ભારતના 500 કર્મચારીઓ બની ગયા કરોડપતિ, કારણ છે આ એક અનોખી સિદ્ધિ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4