Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / August 10.
Homeભક્તિજગન્નાથ મંદિરનો રસપ્રદ ઈતિહાસ, જગન્નાથજીનું મંદિર ખરા અર્થમાં સેવાનો સમંદર

જગન્નાથ મંદિરનો રસપ્રદ ઈતિહાસ, જગન્નાથજીનું મંદિર ખરા અર્થમાં સેવાનો સમંદર

jagannath temple (1)
Share Now

એક એવું મંદિર કે જ્યાં ભક્તોને મળે છે પ્રભુના સાક્ષાત દર્શન, સદીઓનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતા આ મંદિરમાં વહે છે સેવાની સરવાણી, જ્યાં નગરના નાથ નીકળે છે નગરચર્યાએ, હેરિટેજ શહેરની શાન સમુ આ ભવ્ય મંદિર છે કોમી એકતાનું અનોખું પ્રતિક, ભક્તોના પ્રિય ભગવાનનું મંદિર એટલે ભગવાન જગન્નાથજીનું મંદિર.

જય જગન્નાથ.. ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું છે. જગન્નાથ મંદિર દ્વારા નિકળતી રથયાત્રા પણ દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. જગતના નાથ જગન્નાથજીનું મંદિર જેટલું ભવ્ય છે એટલો જ સમૃદ્ધ ઈતિહાસ છે. આવો જાણીએ ભગવાન જગન્નાથજીના મંદિરનો રસપ્રદ અને રોચક ઈતિહાસ.. સંત હનુમાનદાસજીએ અંદાજીત 400 વર્ષ અગાઉ સાબરમતી નદીના કાંઠે હનુમાનજીની મુર્તિની સ્થાપના કરી હતી.. સંત હનુમાનદાસજીના શિષ્ય સારંગદાસજી ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. સારંગદાસજી પુરી જગન્નાથ મંદિર ગયા હતા ત્યારે તેમને સ્વપ્ન આવ્યું કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મુર્તિઓ અમદાવાદ સ્થાપિત કરવામાં આવે. ત્યાર બાદ ભગવાનની મુર્તિઓ ભવ્ય પ્રતિષ્ઠા સાથે સ્થાપિત કરવામાં આવી.. બસ ત્યારથી જ આ મંદિર જગન્નાથ મંદિર તરીકે પ્રસિદ્ધ થયું.. આતો મંદિરની સ્થાપના વિશે જાણ્યું..

jagannath temple 01

નગરના નાથના મંદિરની એક અલગ ઓળખ રથયાત્રા પણ છે. આ મંદિરમાં સંત નરસિંહદાસજી મહારાજ ગાદી પર બિરાજમાન હતા. ત્યારે સંત નરસિંહદાસજીને સ્વપ્ન આવ્યું કે અમદાવાદમાં પણ ઓરિસ્સા પુરીની જેમ રથયાત્રા શરૂ કરવામાં આવે, જે લોકો ઓરિસ્સા જઈને ભગવાનના દર્શન નથી કરી શકતા તે ભક્તો ઘર આંગણે દર્શન કરી શકે તે માટે 1878માં નરસિંહદાસજીએ અષાઢી બીજે રથયાત્રાની શરૂઆત કરાવી હતી. જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઈઓએ લીધી હતી અને આજે પણ રથને ખલાસી ભાઈઓ જ ખેંચી રહ્યા છે. 1878માં શરૂ થયેલી રથયાત્રા આજે પણ અકબંધ અને પરંપરા મુજબ યોજાય છે.

rath yatra

જગન્નાથ મંદિર રામાનંદ સંપ્રદાયના દિગંબર અખાડા સાથે જોડાયેલું છે. અત્યાર સુધીમાં ઘણા મહંતશ્રીઓએ આ ગાદી ઉપર બિરાજમાન રહીને સેવાની સરવાણી વહેતી રાખી છે. હાલ જગન્નાથ મંદિરની ગાદી ઉપર બિરાજમાન મહંતશ્રી દિલિપદાસજી મંદિરની પરંપરા જાળવી રહ્યા છે. અહીં જગતના નાથનું ભવ્ય મંદિર છે, મંદિરમાં ભગવાનની આહલાદક મુર્તિઓ છે, જેના દર્શન કરતા ભક્તોના દુખ દુર થઈ જાય.. ભગવાનના દર્શન કરતાં જ આપોઆપ મનમાંથી નિકળી ઉઠે જય જગન્નાથ..

આ પણ વાંચો : જૈન સમાજની કીર્તિગાથા ગાતું શંખેશ્વરનું ભવ્ય દેરાસર

મંદિરની ભવ્યતા એના બાંધકામમાં જોઈ શકાય છે. મુખ્યમંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બિરાજમાન છે. ત્રણેય મુર્તિઓને એવી રીતે શણગાર સજવામાં આવે છે કે આવો શણગાર ક્યાંય જોવા ન મળે.. ભગવાનના દર્શન કરતા ભક્તને પરમ શાંતિનો અનુભવ થાય છે,  મુખ્યમંદિરમાં જ જમણી બાજુ ભગવાન નરસિંહદાસજી, રણછોડરાયજી અને તિરુપતિબાલાજીની મનમોહક શણગાર સજેલી મુર્તિઓના દર્શનનો લ્હાવો ભક્તોને મળે છે.. મુખ્ય મંદિરની ડાબી બાજુમાં ત્રિમુખી ગુરુ દત્તાત્રેયના દર્શનનો લાભ ભક્તોને મળે છે.. આ મંદિર પ્રાચીન સમયમાં હનુમાનજીનું મંદિર તરીકે પ્રસિદ્ધ હતું, તે સાક્ષાત આદ્ધ હનુમાનજી પણ બિરાજમાન છે..   

hanuman temple

જગતના નાથના દર્શને આવતા ભાવિક ભક્તો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જગન્નાથ મંદિરનો પ્રસાદ પણ એક મંદિરની આગવી ઓળખ છે. જગન્નાથ મંદિરમાં કાળી રોટી એટલે કે માલુપવા અને ધોળી દાળ એટલે દુધપાકનો પ્રસાદ ચડાવવામાં આવે છે.. માલપુવા પણ એક સ્પેશિયલ સેવક જ બનાવે છે, માલપુવા સાથે સેવ અને બુંદીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. દરરોજ આ પ્રસાદનો લ્હાવો હજોરો ભક્તો લે છે.. મંદિરના દરેક સેવકનો એવો ભાવ હોય છે કે દરેક દર્શનાર્થી પ્રસાદનો લાભ લે..

Prasad

જગન્નાથ મંદિર તરફથી અનેક સેવાકીય પ્રવત્તિઓ ચાલે છે. જગતના નાથના દ્વારે આવેલ દરેક ભીક્ષુક માટે બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, આજ સુધી ક્યારેય એવું બન્યું નથી કે જગન્નાથના દ્વારે આવેલ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ કે ભોજન લીધા વગર પાછો ગયો હોય.. મંદિર દ્વારા રોજના 1000થી વધુ લોકોને જમાડવામાં આવે છે.

Meals

નગરના નાથના મંદિર પરિસરમાં પ્રવેશો એટલે અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગે છે. જ્યાં નિસ્વાર્થ ભાવે કરાતી સેવા જ સેવા જોવા મળે છે. મંદિર દ્વારા એક વિશાળ ગૌશાળા ઉભી કરવામાં આવી છે. ગાયનું ધાર્મિક રીતે વિશેષ મહત્વ હોવાથી ગોયની સેવા કરવામાં આવી રહી છે. ગાયોની સાથે સાથે ગજરાજને રાખવા માટે અલગ જગ્યા ઉભી કરી છે. આ ઉપરાંત મંદિર દ્વારા મેડિકલ સેવા પુરી પાડવામાં આવી રહી છે.. એક ખરા અર્થમાં એક સેવાનો સમુદ્ર છે અમદાવાદનું જગન્નાથ મંદિર.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment