Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝરથયાત્રાને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

રથયાત્રાને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

rathyatra, rathyatra news, ahmedabad rathyatra
Share Now

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેને કારણે ગતવર્ષે રથયાત્રા(RATHYATRA) પર પ્રતિબંધ મુકાયો હતો. અને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી.આ વખતે 12 જુલાઈના રોજ રથયાત્રા છે. આ વખતે અમદાવાદમાં 144મી રથયાત્રા નીકળશે કે કેમ તેને લઈને દરેકના મનમાં પ્રશ્ન છે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને હજુ સુધી પરમિશન આપવામાં આવી નથી. જોકે રથયાત્રા કાઢવા માટે શહેર પોલીસ,જગન્નાથ મંદિર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયારીઓમાં લાગી ગયું છે. આજે ખલાસીઓ દ્વારા જગન્નાથ મંદિરને 120 જેટલા વેક્સીનેટેડ ખલાસીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે, તેમજ અમદાવાદ જગન્નાથ મંદિરના બહારના ભાગમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું મોટું બેનર પણ લગાવવામાં આવ્યું છે. આ બધું જોતા ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ચોક્કસ નીકળશે તેવું લાગી રહ્યું છે.

મેયર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

આજ રોજ 7 જુલાઈના સવારે AMCના મેયર(Mayor) કિરીટ પરમાર(Kirit Parmar) દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર કિરીટ પરમારની સાથે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ,પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ અને અન્ય પદાધિકારીઓએ પણ મેયરની સાથે રહીને રથયાત્રાના(Rathyatra) રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મંદિરની બહાર રથયાત્રાનું બેનર ઓપન લગાવીઓ દેવામાં આવ્યું છે. બેનરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા તેમજ માસ્ક પહેરો અને સામાજિક અંતર જાળવો તેવું લખ્યું છે.

rathyatra, rathyatra news, ahmedabad rathyatra, amc mayor, kirit parmar mayor

PC- FACEBOOK

 

આ પણ વાંચો:કોરોનમાં નિશ્ચિત થઈને ફરવા ગયેલા લોકો પર સરકાર લાલઘૂમ

AMCએ તમામ તૈયારીઓ કરી રાખી છે

અમદાવાદમાં નીકળતી રથયાત્રાના સમગ્ર રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા આજ રોજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં રથયાત્રાના(RATHYATRA) રૂટમાં આવતા જર્જરિત મકાનો,રોડના પેચવર્ક વગેરેની તપાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જે પણ જગ્યાએ જર્જરિત મકાનો છે ત્યાં કોર્પોરેશને ત્રણવાર રાઉન્ડ લઈ નોટિસ આપી છે તેમજ રિપેરિંગ પણ કર્યું છે. AMC મેયર કિરીટ પરમારે કહ્યું હતું કે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ તૈયારીઓ કરી રાખી છે. જર્જરિત મકાનો તેમજ રોડના પેચવર્ક અંગે તપાસ કરવામાં આવી છે.

રથયાત્રા કાઢવા અંગે આજે થઇ શકે છે નિર્ણય

અમદાવાદમાં નીકળતી રથયાત્રાને હજુ સુધી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ મંદિરમાં રથયાત્રાને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જગન્નાથ મંદિરને લાઈટોથી શણગારવાઈ રહ્યું છે. મંદિરની બહાર ભક્તોની લાઈન માટે બેરિકેડ્સ લગાવામાં આવ્યાં છે. દર વર્ષની જેમ જ ભકતોનર મંદિરમાં પ્રવેશ મળે એ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ પણ રથયાત્રાને લઈને તડામાર તૈયારી કરી રહી છે. રથયાત્રાના બંદોબસ્ત માંટે બીજા જિલ્લાઓમાંથી પોલીસફોર્સ બોલાવવામાં આવી છે. અને બીજા જિલ્લાઓમાંથી આવેલ પોલીસ કર્મચારીઓને મ્યુનિસિપલ શાળામાં ઉતારો આપવામાં આવ્યો છે. આજે કેબિનેટ બેઠક પણ મળવાની છે ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ રથયાત્રા અંગે નિર્ણય જાહેર થઇ શકે છે.

અમદાવાદની રથયાત્રાને મળશે પરમિશન

અમદાવાદમાં નીકળતી રથયાત્રાને ક્યારે પરમિશન મળશે તેને લઈને ચર્ચાઓ થઇ રહી છે. જોકે અમદાવાદમાં રથયાત્રા પહેલા જળયાત્રા નીકાળવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા c(JALYATRA)ની પરમિશન આપી દેવામાં આવી છે. પરંતુ રથયાત્રા અંગે સરકારે હજુ પણ કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આજે AMC મેયર જીરીતે પરમાર તેમજ અનેક પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમજ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા અમદાવાદમાં બીજા જિલ્લાઓમાંથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં નીકળતી રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આ બધું જોતા અમદવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment