Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeન્યૂઝજગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની

jagdish thakor
Share Now

છેલ્લા ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને લઈને ચાલી રહેલ ચર્ચાનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે, પ્રદેશ અધ્યક્ષના પદને લઈને અનેક નામો ચર્ચામાં હતા. અને દિલ્હીમાં ઘણા નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જોકે આખરે ગુજરાત પ્રદેશ અધ્યક્ષને લઈને ચાલી રહેલ ચર્ચાનો અંત આવી ગયો છે. અને જગદીશ ઠાકોરને સત્તાવાર રીતે ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. 

જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી છે. જગદીશ ઠાકોર ગુજરાતનાં ઠાકોર સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. સાથે  જ ઉત્તર ગુજરાતમાં તેમનું સારી પકડ રહેલી છે.  જગદીશ ઠાકોર દહેગામ વિધાનસભા બેઠક પરથી બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . જગદીશ ઠાકોરે દેહગામ 2022 અને 2007 માં વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અને ત્યારબાદ 2009 માં તેઓ પાટણ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને 20009 થી 2014 સુધી સાંસદ રહ્યા હતા. જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતીસંહ સોલંકીના ખાસ મનાય છે. 

આ પણ વાંચો:પાકિસ્તાનની હવા દિલ્હીને કરી રહી છે પ્રદૂષિત: યુપી સરકાર

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે તમને જણાવી દઈએ કે, વર્ષ 2016માં તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. અને કહ્યું હતું કે, હવેથી તે માત્ર સામાન્ય કાર્યકર બનીને પક્ષનું કાર્ય કરશે. ત્યારે જગદીશ ઠાકોરના આ નિર્ણય બાદ સૌ કોઈ એવું માનવા લાગ્યા હતા કે જગદીધ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે આજે 2021 માં એટલે કે પાંચ વર્ષ જગદીશ ઠાકોરે ફરીથી રી એન્ટ્રી કરી છે. અને ગુજરાત કોંગ્રેસનું સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે.  ગુજરાત કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment