ગોળ (Jaggery) શરીર માટે ફાયદાકારક વસ્તુ છે. કેટલાક લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા ખાંડની જગ્યાએ ગોળ ખાય છે. બજારમાં ગોળ ઘણા બધા પ્રકારના જોવા મળે છે. જેમાં ભેળસેળ હોય છે તથા કેમિકલયુક્ત હોય છે જેના લીધે સારી ગુણવત્તાવાળા ગોળની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે.ભેળસેળ કે કેમિકલવાળા ગોળના લીધે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. ગોળને લગતી ઘણી બધી બાબતો વિશેની માહિતી મળતી રહે છે. તેમાંથી સારી ગુણવત્તાવાળા ગોળને ઓળખવો મુશ્કેલ હોય છે.
Jaggery માં કેવી રીતે થાય છે ભેળસેળ?
ગોળને સાફ કરવા માટે સોડા અને કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. શુદ્ધ ગોળનો રંગ ખરેખરમાં ડાર્ક બ્રાઉન હોય છે. ગોળમાં હળવું સફેદ કે પીળાશવાળુ તેમાં કેમિકલનો ઉપયોગ કર્યો છે તેની જાણ કરે છે. સફેદ કે લાઈટ બ્રાઉન ગોળમાં કેમિકલ કે આર્ટિફિશિયલ રંગોનો ઉપયોગ થઈ શકે છે.
ગોળમાં કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ બાઈ કાર્બોનેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ ગોળનુ વજન વધારવા માટે કરવામાં આવે છે, જ્યારે સોડિયમ બાઈ કાર્બોનેટનો પ્રયોગ ગોળને વધારે ચમકદાર બનાવવા માટે થાય છે.
આ પણ વાંચો:- Menstruation Myths: માસિક ધર્મ વિશે આજે પણ ઘણી ગેરમાન્યતાઓ છે
કાળુ અને ડાર્ક બ્રાઉન ગોળ બધી રીતે કેમિકલમુક્ત હોય છે. જોકે, શેરડીનો રસ જ્યારે ઉકાળવામાં આવે છે ત્યારે તેનો રંગ કાળો પડવા લાગે છે. તેનું વજન વધારવા અને વધારે ચમકદાર દેખાડવા માટે ભેળસેળ કરનારાઓ કેમિકલ્સનો ઉપયોગ કરે છે. લાઈટ બ્રાઉન કે સફેદ ગોળ (Jaggery) દેખાવમાં સારો લાગશે. આથી બજારમાંથી ડાર્ક બ્રાઉન કે કાળા રંગનું ગોળ જ ખરીદો.
ગોળના ફાયદાઓ
ગોળ (Jaggery) ના સેવનથી પાચન સ્વાસ્થ્ય, એનીમિયા, લીવર ડિટોક્સિફિકેશન અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો લાવી શકે છે. જ્યારે ખાંડથી વજન વધવુ, ટાઈપ-2 ડાયાબિટીઝ, હ્દય રોગ, ડિપ્રેશન, ડિમેન્શિયા, લિવર રોગ અને કેટલાક પ્રકારના કેન્સર થવાનું જોખમ થઈ શકે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt