ભારત ભૂમિએ વર્ષો પહેલાથી સંતોની ભૂમી છે.સંત શ્રી જલારામબાપાનો(Jalaram) જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક મહિનામાં લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તેઓ રામના ભક્ત હતા.જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો.તેઓનો સ્વભાવે શાંત હતા. ભારત ભૂમિ અનાદિ કાળથી સંતોની માતૃભૂમિ રહી છે.૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા હતા. તો ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું હતું.તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી હતી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે.કાશ્મીરથી કન્યાકુમારી સુધીના લગભગ દરેક ક્ષેત્રમાં એકથી એક સંતપુરુષો જન્મ્યા હતા.અને સમાજના ભલા માટે કામ કર્યું હતુંતેમના સમયમાં તેઓએ લોકોની સેવા જ કરી છે.તો ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત કહેવાતા જલારામ (Jalaram)બાપ્પાના જીવનમાં શ્રી રામ વિશે એવી દરેક પ્રકારની ઘટનાઓ બની હતી.જૂનાગઢની ભૂમી એ સંતોની ભૂમી છે. તેની આસપાસના અનેક ગામોમાં સંતો મહંતો થઇ થઇ ગયા છે.આ વર્ષે 11 નવેમ્બર 2021ના એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે.
જલારામ(Jalaram)જયંતિ
દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામના ભક્તો કે ભક્ત સમૂહો પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે.આ દિવસે વીરપુરમાં મોટો મેળો પણ ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી-ગાંઠીયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો જોવા મળે છે.આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.જલારામ મંદિરમાં પ્રાયઃ જલારામ (Jalaram)બાપાની પ્રતિમા હોય છે. આ પ્રતિમા હસમુખી, સફેદ પાઘડી, કુર્તો અને ધોતીયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે.તે સાથે તેમના પૂજનીય એવા રામ લક્ષમણ સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ હોય છે. ભારતના દરેક નાના મોટાં શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે.ભારત બહાર આમના મંદિરો પૂર્વ આફ્રિકા,અને ન્યુ ઝિલેન્ડમાં પણ જલારામ બાપાના ભક્તો જોવા મળે છે
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
જલારામ બાપા ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત
વીરપુર ગામ એ જુનાગઢથી નજીક પણ થાય છે.તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું.જલારામ બાપાના માતા ધાર્મિક હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ (Jalaram) ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અનોખું ઉદાહરણ આપશે અને લોકો વચ્ચે વર્ષો સુધી તેમનું નામ રહશે.જલારામ બાપા જેમને ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત પણ કહેવામાં આવે છે. તેમને બાળપણથી જ સાંસારિક જીવન પ્રત્યે કોઈ લગાવ જ ન હતો.પિતાના દબાણને કારણે થોડા દિવસો સુધી તેઓ તેમના ધંધામાં મદદ કરતા રહ્યા હતા.પરંતુ ટૂંક સમયમાં જ તેમનું મન ધંધામાં થાકી ગયું હતું.તેમને સંસારમાં કોઇ રસ જ ન હતો. તે તેના કાકા વાલજીભાઈ સાથે રહેવા લાગ્યા હતા.
જલારામ(Jalaram )બાપા ફતેહપુરના ભોજ ભગતના શિષ્ય બની ગયા
18 વર્ષની ઉંમરે તેઓ ભોજ ભગતના શિષ્ય બની ગયા હતા.તેમના ગુરુના સૂચન પર,તેમણે ‘સદાવ્રત’ ચાલુ કર્યું હતું.આ અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવ્યું હતું.સાથે જ તેઓએ પોતાના જીવનને લોકોની સેવામાં સોંપી દીધું હતું.તો એક દિવસનો સમય હતો. આ દિવસે ઋષિ મહાત્મા બાપાના ‘સદાવ્રત’ કેન્દ્રમાં ભોજન લેવા પહોંચ્યા હતા.ભોજન લીધા પછી સાધુએ ભગવાન શ્રી રામની મૂર્તિ જલારામને ભેટમાં આપી અને કહ્યું હતું કે જ્યાં શ્રી રામ હશે ત્યાં હનુમાનજી ચોક્કસ આવશે જ.જલારામે ઘરમાં પોતાના કુળદેવતાના નામે શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.તો થોડા દિવસો પછી એ જ જગ્યાએથી હનુમાનજીની પ્રતિમા પ્રગટ થઈ હતી. તે પછી શ્રી રામની સાથે સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પ્રગટ થઈ હતી. શ્રી રામની આ દિવ્ય લીલા જોઈ જલારામને આશ્ચર્ય થયું. ટૂંક સમયમાં આ સમાચાર સામાન્ય લોકો સુધી પહોંચી ગયા હતા.તેમના ઘરમાં સ્થાપિત દિવ્ય મૂર્તિઓ જોવા લોકો આવવા લાગ્યા હતા.બાપાના મૃત્યુને સેંકડો વર્ષ વીતી ગયા છે.પરંતુ આજે પણ જલારામના શિષ્યો વીરપુરમાં ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4