“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” આ પંક્તિ સાથે જલારામ મંદિર(Jalaram Temple)ની વાત કાન પર સાંભળવા મળે ત્યારે સૌ પ્રથમ વિરપુર સ્થિત જલારામ મંદિરનો જ વિચાર આવે. પરંતુ આજે અમે તમને એવા જલારામ મંદિરની વાત કરવા જઈ રહ્યાં છીએ જ્યાં જલારામ બાપાના દર્શન તો ખરા જ સાથે બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના પણ દર્શન કરાવીશુ. તો આજે OTT India પર આપણે જાણીશુ, પાલડી સ્થિત જલારામ મંદિરની ખાસ વિશેષતા વિશે.
Jalaram Temple Paldi
જલારામ મંદિર (Jalaram Temple) કે જેઓ આજે પણ સંત જલારામ બાપા અને ફક્ત જલારામ તરીકે જ ઓળખાય છે. તેઓ ગુજરાતમાં થઇ ગયેલા એક હિંદુ સંત છે. જલારામ બાપાનો જન્મ ઇ.સ 1856ના રોજ લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા રામના ભક્ત છે અને તેમનું મુખ્ય સ્મારક રાજકોટ જિલ્લાના જેતપુર નજીક વીરપુર ખાતે આવેલુ છે. આ સ્મારક એ જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. આજે પણ તેના મુળ સ્વરૂપે તેને સાચવવામાં આવ્યુ છે.
પાલડી સ્થિત જલારામ મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ ડાબી બાજુ કષ્ટભંજન હનુમાન જી ની મુર્તિના દર્શન થાય છે. તો મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ દ્વારની કમાન પર તમામ બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ જોવા મળશે તો જમણી તરફ રીદ્ધી સિદ્ધીના દેવ ગણેશ જી ની મુર્તિના પણ દર્શન થશે.
આ પણ વાંચોઃ- Kameshwar Mahadev નારણપુરામાં આવેલુ આ મંદિર છેલ્લા 50 વર્ષથી અહીં છે સ્થિત
Jalaram Temple નું પરિસર
જલારામ બાપા રામના ભક્ત હતા તેથી જ મંદિરમાં રામ ભગવાનની નયન રમ્ય મૂર્તિ જોવા મળે છે. કહેવાય છે કે જલારામ બાપાના મંદિરમાં ભક્તો શ્રદ્ધા સાથે આવે છે જેથી ભક્તોની તમામ મનોકામના પણ પુર્ણ થાય છે. આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હ્રદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે
જલારામ મંદિર(Jalaram Temple)માં સાંઇબાબાની મૂર્તિ સહિત તેમને જીવન કાળ દરમિયાન કરેલી સેવાકિય પ્રવૃતિઓને પણ દિવાલો પર ફોટા દ્વારા કંડારવામાં આવી છે. અહીં મંદિરમાં રામનવમી અને સાતમ આઠમના તહેવારો નિમિતે મોટા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં લોકોનો ભારે ધસારો રહે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4