Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeઇતિહાસદશેરાના દિવસે કેમ ખાવામાં આવે છે જલેબી ફાફડાં? જલેબીનું જન્મ સ્થળ કયું?

દશેરાના દિવસે કેમ ખાવામાં આવે છે જલેબી ફાફડાં? જલેબીનું જન્મ સ્થળ કયું?

jalebi
Share Now

નારંગી લાલ રંગની જલેબી …ચાસણીમાં ડુબાડેલી હોય તો કેવી ખાવાની મજા આવે?  સલમાન ખાનનું સોન્ગ મીઠી મીઠી ચાસણી…યાદ આવી ગયુ ને? નવલી નવરાત્રિ પુર્ણ થઇ અને હવે જ્યારે દશેરા આવી ગયા છે, ત્યારે ગુજરાતીઓ ફાફડાં જલેબીને યાદ ના કરે એવુ થોડી થાય?

જલેબી ભારતનાં દરેક ખુણામાં ખાવામાં આવે છે. ત્યારે OTT India પર આજે આપણે વાત કરીશું જલેબી વિશે, કે આખરે ભારતની રાષ્ટ્રીય મીઠાઇ તરીકે ઓળખાતી આ મિઠાઇ શું ખરેખર ભારતીય મિઠાઇ છે ?

                લાઇફ જ્યારે જલેબી જેવી લાગવા લાગે તો બસ ચાસણી ડુબાડીને તેની મજા લો 

Jalebi Recipe -

Image Courtesy : Playful Cooking

(Jalebi)જલેબીનું જન્મસ્થળ કયું?

ભારતમાં જલેબીનો ઇતિહાસ 500 વર્ષ જુનો છે. જલેબીનો પોતાનો જ એક ઇતિહાસ છે, જૌલબિયા શબ્દ પશ્વિમ એશિયામાંથી આવ્યો, જ્યાં નાની ઇલાયચી અને ખાંડ સાથે બનાવવામાં આવતી હતી, ઇરાનમાં તો રમજાનના દિવસે ગરીબોને જલેબી ખવડાવવામાં આવે છે. પારસી શબ્દ જૌલબિયા હિન્દુસ્તાનમાં એન્ટર થતાં થતાં શબ્દ બદલાઇ ગયો, અને બની ગયો જલેબી.

જલેબીની શરુઆત

13 મી સદી શતાબ્દી માં તુર્કી મોહમ્મદ બિન હસનની એક બુકમાં પણ આ વિશેની ચર્ચાઓ થઇ છે. નાદિર શાહને જુલાબિયા ખુબ પસંદ હતી, જે તેને ઇરાનથી ભારત લઇને આવ્યો હતો. 1600 માં સંસ્કૃત ભાષામાં લખેલી કૃતિ એક સંસ્કૃત ભાષાની કૃતિ ગુણ્યગુળાબોધિની માં જલેબી વિશે લખવામાં આવ્યુ છે.

Kesari Jalebi

Image Courtesy : That Delicious Dish

અફઘાનિસ્થાનમાં તો જલેબી ખરેખર ફિસ સાથે સર્વ કરવામાં આવે છે,  મુળ જલેબી શબ્દ એક અરેબિક શબ્દ જલાબિયા અને ફારસી શબ્દ જલિબિયા થી આવ્યો હતો. ઇરાનમાં જલેબી જુલાબિયા (Zalabiya) અને જુલુબિયા (Zolabiya) નામથી વેચાય છે.

જોડાયેલી પ્રાચીન કથા

Jalebi making

Image Courtesy : Flickr

પ્રાચીન માન્યતાઓ અનુસાર, દશેરાનો દિવસ બુરાઇ પર સચ્ચાઇની જીત તરીકે જોવાય છે, રામ ભગવાને રાવણનું વધ કર્યું ,તેમજ અસુરોનો નાશ મા દુર્ગા એ કર્યો હતો આ દિવસે બને ઘટનાઓમાં બુરાઇ પર સચ્ચાઇની જીત થઇ હતી. જેથી કહેવાય છે કે આ ઉજવણીમાં લોકો રામની જીતને સેલિબ્રિટ કરે છે. અને ભગવાન રામને જલેબી પ્રિય હતી, તેવુ પણ કહેવાય છે. હિન્દુ માન્તાઓ અનુસાર નવ દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ લોકો ચણાના લોટથી જ ઉપવાસ તોડે છે તેથી ફાફડા ખવાય છે.

Dussehra Special: Jalebi Fafda

Image Courtsey: Rasoi Rani

આ સિવાય ઉપવાસ બાદ પ્રેક્ટિકલી વિચારીએ તો જલેબી ફાફડા શરીરની હેલ્થ માટે સારા કહેવાયા છે, જલેબી શરીરમાં સેરોટોનિન નામના તત્વને પણ કંટ્રોલમાં રાખે છે. તેમજ બ્લડ સુગર પણ કંટ્રોલ માં રાખે છે.

આ પણ વાંચો: 200 કરોડનો મની લોન્ડ્રીંગ કેસ: બોલિવુડની આ હોટેસ્ટ અભિનેત્રીઓની મુશ્કેલીઓ વધી

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment