Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeડિફેન્સજમ્મુમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ તોડી પાડ્યું ડ્રોન

જમ્મુમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ તોડી પાડ્યું ડ્રોન

DRON ATTACK
Share Now

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ ડ્રોનમાંથી પોલીસને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.અહીં 27 જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટકો પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. જમ્મુ-કાશ્મીરના કનાચક વિસ્તારમાં પોલીસે એક ડ્રોનને તોડી પાડ્યું છે. માનવામાં આવે છે કે વિસ્ફોટક સાથેનું આ ડ્રોન સરહદ પારથી મોકલવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયાને એક મહિનો પણ પૂર્ણ થયો નથી અને આજે ફરી એકવાર ડ્રોન જોવા મળ્યું હતું. જોકે, રાહતની વાત એ હતી કે આ જોઈને પોલીસે ડ્રોનને તોડી પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ તોડી પાડવામાં આવેલા ડ્રોનમાંથી 5 કિલોગ્રામ IED મળી આવ્યું છે. જેને અસેમ્બલ કરીને આતંકીઓ તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરી શકે તેમ હતા. એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે શું લશ્કર એ તૈયબા ગત કેટલાક મામલાઓની જેમ આતંકી હુમલા માટે આ રીતનો ઉપયોગ કરવાનું હતું કે નહીં. કહેવાય છે કે આ ડ્રોન આતંરરાષ્ટ્રીય સરહદની 6 કિમી અંદર મળ્યું.

ડ્રોન સતત બની રહ્યું છે જોંખમ

AKHNUR AREA DRONE

TRIBUNE INDIA

સુરક્ષાદળોના જણાવ્યાં મુજબ પહેલા સરહદ પારથી ડ્રોનનો ઉપયોગ ભારતીય સરહદની અંદર મુદ્રા, હથિયારો અને ગોળા બારૂદ માટે થઈ ચૂક્યો છે. આતંકી ગતિવિધિઓમાં માનવ રહિત હવાઈ વાહનોના ઉપયોગની શરૂઆત થઈ ગઈ છે. જેને ડિટેક્ટ કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે. જેથીકરીને નવા અને ઉભરતા જોખમોને પ્રભાવી ઢબે નિષ્પ્રભાવી કરી શકાય.

આ પણ વાંચો : ભારતના પ્રથમ યુનિકોર્ન સ્ટાર્ટઅપના લિસ્ટિંગની તૈયારી, કાલે લિસ્ટ થશે Zomato

હાઈએલર્ટ જાહેર કરાયું

જમ્મુ એરફોર્સ સ્ટેશન પરના હુમલાના એક દિવસ પછી એટલે કે, 27 અને 28 જૂનના રોજ રાત્રે કાલુચક લશ્કરી સ્ટેશન પર અન્ય બે ડ્રોન ઉડતા જોવા મળી આવ્યા હતા. જ્યારે ડ્રોન નજરે ચડ્યું ત્યારે જમ્મુ ક્ષેત્રના સૈન્ય સ્ટેશનોને ખાસ કરીને હાઈએલર્ટ જાહેર કરાયું હતું. બાદમાં 29 જૂનના રોજ ડ્રોનને જમ્મુ, કુંજવાની, સુંજવાન અને કાલુચક ક્ષેત્રના ત્રણ જુદા જુદા સ્થળોએથી શોધી કાઢવામાં આવ્યુ હતુ. આ એક નવા જ પ્રકારના હુમલાની ઘટના હોવાથી, સુરક્ષા એજન્સીઓએ જમ્મુના એરફોર્સ સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરી છે.બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસની જવાબદારી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી હતી કારણકે વારંવાર ડ્રોન હુમલાઓ થઇ રહ્યા છે અને ડ્રોન સરહદ નજીક નજરે પડી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment