વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે 8 પક્ષોના 14 નેતાઓની સાથે લગભગ 3 કલાક સુધી બેઠક કરી. ૨ વર્ષ બાદ વડાપ્રધાનની દિલચસ્પ તસ્વીર સામે આવી હતી અને બધા નેતાઓ ખુશ દેખાઈ રહ્યા હતા…તો આ તસ્વીરની કહાની જાણીયે…….વારસો પછી આ તસવીરો સામે આવી કે જેમાં પીએમ જોડે ગૃહમંત્રી છે સાથે જ ફારૂક અબદુલ્લહ અને મહેબુબા મુફ્તી અને અનેક જમ્મુ અને કાશ્મીરના નેતાઓ હતા…એક નવી શરૂઆત કઈ શકીએ…. બધા નેતાઓ હાથ જોડી અભિવાદન કરતા નજરે પડ્યા…. ખાલી મહેબૂબ આ મુફ્તીના હાવભાવ એમના માસ્કમાં કેદ હતા !!!! કારણકે ૨ વર્ષની પહેલા વાતો એ ભૂલ્યા નાઈ હોઈ એવું કહી શકાય…..અને ગુલાબ નવી આઝાદ અને મોદીના રિલેશન બધાને ખબર જ છે.. ૩ વાગ્યે બેઠક થઇ શરૂ….ફારૂક અબદુલ્લહ તો પહેલાથી જ કીધું કે આજ પીએમ સાથે પાકિસ્તાન ન અહીં પરંતુ વતનની વાત કરવી છે….અને બધાનું દિલ જીતુ લીધું કાશ્મીરવાસીઓનું …. વડાપ્રધાનના નિવાસસ્થાને ચાલેલી આ બેઠકમાં મોદીએ સંદેશ આપ્યો કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી અને દિલનું અંતર ઘટશે. તેઓએ પરિસીમા બાદ વહેલીતકે વિધાનસભા ચૂંટણી કરાવવાની વાત પણ કરી અને નેતાઓને એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં સામેલ થાવ. કાશ્મીરી નેતા પણ પીએમ મોદીને મળી ખુશ જોવા મળી રહ્યાં છે. પીએમ મોદીની સાથે કાશ્મીરી નેતાઓની આવી તસવીરો જોઈને રાજનીતિક વિશ્લેષણ પોત-પોતાના તરફથી આશંકાઓ વ્યક્ત કરી રહ્યાં છે કે શું વાસ્તવમાં પીએમ મોદી કાશ્મીરના નેતાઓ સાથે દિલનું અંતર સમાપ્ત કરી શકશે?
aajtak
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન કહ્યું કે રાજકીય મતભેદ હશે પરંતુ તમામે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ કે જેથી જમ્મુ કાશ્મીરના લોકોને ફાયદો થાય. તેઓએ જોર આપીને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તમામની સુરક્ષા અને સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત છે.
મહેબૂબાએ કહ્યું- કાશ્મીરમાં કડક પગલાં ખતમ થવા જોઈએ
navbharat times
PDPના નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મેં મીટિંગમાં જમ્મુ-કાશ્મીરના લોકોની મુસીબત સામે રાખી. કાશ્મીરના લોકો 5 ઓગસ્ટ 2019 બાદથી નારાજ છે અને શોષિત અનુભવી રહ્યાં છે. ગેરબંધારણીય રીતે અનુચ્છેદ 370ને હટાવવામાં આવ્યો, તે જમ્મુ કાશ્મીરના લોકોને પસંદ નથી. આ અમને પાકિસ્તાન પાસેથી મળ્યું ન હતું. આ અમને જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલે આપ્યું હતું.
અમે કહ્યું કે ચીનની સાથે તમે વાત કરી રહ્યાં છો. તમે પાકિસ્તાન સાથે વાતચીત કરી અને સીઝફાયર ઓછું થયું, જેનું અમે સ્વાગત કરીએ છીએ. પાકિસ્તાન સાથે ફરી વાતચીત કરવી જોઈએ કે જેથી જે ટ્રેડ તેમની સાથે અટકેલો છે તે ફરી શરૂ થાય. UAPAના કડક પગલાં બંધ થવા જોઈએ, જેલમાં બંધ કેદીઓને છોડી મુકવા જોઈએ. જમ્મુ કાશ્મીરના લોકો કંટાળી ગયા છે. આજે રાજ્યના લોકો જોરથી શ્વાસ લે તો પણ તેમને જેલમાં બંધ કરી દેવામાં આવે છે.
કોંગ્રેસે સરકારની સામે રાખી પાંચ માંગઃ ગુલામ નબી આઝાદ
dainik bhaskar
પ્રધાનમંત્રી સાથે બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે અમે ચર્ચા દરમિયાન અમે જણાવ્યું કે, જે રીતે રાજ્યના ભાગ પડ્યા તે થવાની જરૂર નહતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછ્યા વગર આમ કરવામાં આવ્યું. પરંતુ બધી વાત કહ્યા બાદ અમે પાંચ મોટી માંગો સરકારની સામે રાખી છે. અમે માંગ કરી કે રાજ્યનો દરજ્જો જલદી આપવો જોઈએ. અમે માંગ કરી કે કાશ્મીરી પંડિતોને પરત લાવવામાં આવે અને તેના પુર્નવાસમાં મદદ કરે. રાજનીતિ સાથે જોડાયેલા જે લોકો (પોલિટિક પ્રિઝનર્સ) બંધ છે તેને છોડવાની માંગ કરી છે. અમે સરકારને કહ્યું કે, આ પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો અનુકૂળ સમય છે. વિધાનસભા ચૂંટણી તત્કાલ યોજનાની માંગ પણ કરી છે.
અમિત શાહે કહ્યું- અમે કાશ્મીર માટે પ્રતિબદ્ધ
બેઠક પછી ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર લખ્યું કે જમ્મુ-કાશ્મીરના મુદ્દે આજની બેઠક ઘણી જ સોહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ. તમામે લોકતંત્ર અને બંધારણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી. સાથે જ જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવાની વાત પર જોર આપ્યું.
તેઓએ કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અમે જમ્મુ અને કાશ્મીરના ભવિષ્ય અંગે ચર્ચા કરી.સીમાંકન અને ચૂંટણી સંસદમાં કરવામાં આવેલા વાયદા મુજબ રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણના પાયાના પથ્થર છે.
આ પણ જુઓ : ડેલ્ટા પ્લસથી ત્રીજી લહેરનું ભારે જોખમ
પૂર્ણ રાજ્યનો દરજ્જો લાગુ કરવાનો વિશ્વાસ
જમ્મુ કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કવીંદર ગુપ્તાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પર વિસ્તારથી ચર્ચા થઈ. એવું લાગે છે કે સીમાંકન પછી ઝડપથી ચૂંટણી યોજાશે. તમામ નેતાઓ ચૂંટણી સામાન્ય રીતે યોજાય તેવું ઈચ્છે છે. પ્રધાનમંત્રીએ ભરોસો આપ્યો છે કે અમે જમ્મુ-કાશ્મીરના વિકાસ પર કામ કરીશું. નેતાઓની માંગ પર પ્રધાનમંત્રીએ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ભરોસો પણ આપ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt