Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeડિફેન્સડ્રોન એટેક મામલે પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ

ડ્રોન એટેક મામલે પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ

pm high level meeting
Share Now

જમ્મુ-કાશ્મીરમાં સતત છેલ્લા 72 કલાક દરમિયાન એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા અને અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર એક હાઈલેવલ મીટિંગ યોજાઈ છે. મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા છે.બેઠક અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને એરફોર્સના વડાએ પણ બ્રીફ કર્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રમાં ભવિષ્યના પડકારો અને સુરક્ષા દળોને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવા અંગે ચર્ચા થઈ છે.સાથેજ થોડા વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે.બેઠકમાં ડ્રોન પોલિસીને લાઓ બેઠક યોજાઈ હતી.જો આવા હુમલાઓ થઇ તો કેવી રીતે અને ડિટેક્ટ કરી રોકી શકાય જેને લઇ બેઠક યોજાઈ હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુના એર ફોર્સ બેઝ પર ડ્રોન હુમલાની તપાસ એનઆઇએને સોંપી છે. બીજી તરફ સોમવારે મોડી રાત્રે જમ્મુના રત્નુચક વિસ્તારના કુંજવાનીમાં ફરી શંકાસ્પદ ડ્રોન દેખાયું. અહીં બે દિવસમાં ત્રીજીવાર ડ્રોન દેખાયું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે એરબેઝ પર ડ્રોન હુમલામાં લશ્કર-એ-તોઇબાનો હાથ હોઇ શકે છે જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ પણ જણાવ્યું કે હુમલા પાછળ પાક.નો હાથ હોવાનું નકારી ન શકાય.

પહેલી ઘટનાઃ જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે વિસ્ફોટ

​​​​​​​2 દિવસ અગાઉ શનિવાર અને રવિવારની રાત્રે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી બે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં એરફોર્સ સ્ટેશનની છતને નુકસાન થયું હતું અને 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રોન મારફતે એરબેઝની અંદર બે IED ફેંકવામાં આવ્યા હતા. નુકસાન વધારે થયું ન હતું. આ પ્રકારે પ્રથમ વખત હુમલો થયો હતો. બન્ને હુમલા શનિવારે રાત્રે દોઢથી બે વાગ્યા વચ્ચે થયો હતો. બ્લાસ્ટ ઈન્ડિયન એરક્રાફ્ટ નજીક થયો હતો. આ જગ્યા ઈન્ટરનેશનલ બોર્ડરથી 14 કિમી અંતરે આવેલી છે.

આ પણ વાંચો : જમ્મુના સુંજવાનમાં જોવા મળ્યું ડ્રોન, હુમલાની તપાસ NIA ને સોંપવામાં આવી

બીજી ઘટનાઃ કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર બે ડ્રોન દેખાયા, સેનાએ ફાયરિંગ કર્યું

​​​​​​​રવિવાર-સોમવારની રાત્રે જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર 2 ડ્રોન દેખાયા છે. સેનાએ તેને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું, પણ અંધારામાં તે ગૂમ થઈ ગયા હતા. મિલિટ્રીએ સમગ્ર વિસ્તારમાં મોટાપાયે તપાસ અભિયાન શરૂ કર્યું છે. DD ન્યૂઝના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે 11.30 વાગે અને સવારે 1.30 વાગે અનમેન્ડ એરિયલ વ્હિકલ (UAV)મિલિટ્રી બેઝ પર દેખાયા. ત્યારબાદ સેના એલર્ટ પર છે.

ત્રીજી ઘટનાઃ સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે દેખાયા ડ્રોન, સુરક્ષા એજન્સી એલર્ટ

​​​જમ્મુમાં સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કુંજવાની અને કાલૂચક વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા છે, જોકે હજુ આ વાતની પુષ્ટી થઈ નથી કે ત્રણેય જગ્યા પર એક જ ડ્રોન દેખાયા હતા કે પછી અલગ-અલગ હતા. આ ઘટના બાદ એલર્ટ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કેન્દ્રીય કેબિનેટની અધ્યક્ષતા કરશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં દેશમાં કોરોના મહામારીના કારણે પેદા થયેલા હાલાત અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા થઈ શકે છે. આ ઉપરાંત કેબિનેટ વિસ્તારની અટકળો વચ્ચે કેટલાક મંત્રાલયોના કામકાજની સમીક્ષા પણ થઈ શકે છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment